Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝઆવકવેરા વિભાગના ફાર્મા કંપની પર દરોડા, અધધ…કરોડ રોકડ મળી આવી

આવકવેરા વિભાગના ફાર્મા કંપની પર દરોડા, અધધ…કરોડ રોકડ મળી આવી

income tax department
Share Now

આવકવેરા વિભાગ (income tax department) એક ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કંપનીની અધિકારીઓએ તપાસ હાથ ધરતા તે પણ ચોંકી ઉઠ્યા હતા. તેનુ કારણ એ છે કે, અધિકારીઓને દરોડામાં રૂપિયા 142 કરોડ રોકડ મળી આવ્યા હતા.

આઇટી (income tax department)ને 142 કરોડની રોકડ હાથ લાગી 

આવકવેરા વિભાગને ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસમાંથી 142 કરોડની રોકડ હાથ લાગી છે. અધિકારીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, દસ્તાવેજો તપાસ્યા બાદ માહિતી મળી છે કે, કંપનીએ તો રૂપિયા 550 કરોડની કમાણીનો ક્યાંય પણ ઉલ્લેખ નથી કર્યો. આ કંપની દુનિયાના 50થી વધુ દેશમાં ભારતમાં ઉત્પાદિત દવાઓની નિકાસ કરે છે.

આ પણ વાંચો: Aryan Khan ની જામીનનો NCB કરશે વિરોધ, કિંગ ખાનના ડ્રાઇવર પાસેથી મળી મહત્વની માહિતી

સીબીડીટી (Central Board of Direct Taxes)એ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, દરોડા દરમિયાન અનેક બેંકના લૉકરની માહિતી મળી હતી જેમા 16 લૉકર ચાલુ સ્થિતિમાં છે. દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 142.87 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. આ કંપની ફાર્માસ્યુટિકલ સામગ્રી વગેરેનું ઉત્પાદન કરે છે અને મોટાભાગે અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં નિકાસ કરે છે.

મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં કોરોનાની સારવાર માટે ટોસિલીઝુમેબના બાયોસિમિલર વર્ઝન માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી ઈમરજન્સી ઉપયોગ માટેની પરવાનગી મળી છે. નોંધનીય છે કે, આ ફાર્મા કંપની તે કંપનીઓમાં સામેલ છે, જેણે ભારતમાં કોવિડ-19 વેક્સિન સ્પુતનિક વીના નિર્માણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યા છે.

હર્ષ સંઘવીની જન આશીર્વાદ યાત્રા જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment