ઉત્તર પ્રદેશના કાનપુરમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરેથી મળેલા ખજાનાએ બધાને ચોંકાવી દીધા છે. કાનપુરના જૂહીના આનંદપુરીમાં પિયુષ જૈનના ઘરેથી આવકવેરા વિભાગ અને DGGIના દરોડામાં રૂ. 177.45 કરોડ મળી આવ્યા હતા. આ પૈસાની ગણતરી કરવામાં 36 કલાકથી વધુ સમય લાગ્યો અને આ માટે 27 અધિકારીઓ કામે લાગ્યા અને લગભગ 19 મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પિયુષ જૈનના ઘરે અધિકારીઓની નજર જ્યાં પણ જતી હતી ત્યાં રોકડ દેખાતી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે કાનપુરના આ ‘ધનકુબેર’ કોણ છે જેના ઘરેથી આટલી બધી રકમ મળી છે, તેમનો ધંધો શું છે અને તેમના પર શું આરોપ છે.
કોણ છે પીયૂષ જૈન?
પિયુષ જૈન કન્નૌજના મોટા વેપારીઓમાંથી એક છે અને તેમને પરફ્યુમના મોટા વેપારી માનવામાં આવે છે. આમ તો તેઓને કાનપુરના મોટા ઉદ્યોગપતિ પણ માનવામાં આવે છે, પરંતુ તેમનું મૂળ જન્મસ્થળ કન્નૌજ હોવાથી તેમને કન્નૌજના ધનકુબેર કહેવામાં આવે છે. પીયૂષ જૈન 40થી વધુ કંપનીઓના માલિક છે. આમાંથી બે કંપનીઓ મધ્ય પૂર્વમાં છે. કન્નૌજમાં પિયુષની પરફ્યુમની ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલ પંપ પણ છે. પિયુષનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં છે. તેમનો ત્યાં બંગલો પણ છે. પિયુષ જૈન પરફ્યુમનો તમામ બિઝનેસ મુંબઈથી કરે છે, અહીંથી તેમનું પરફ્યુમ વિદેશમાં પણ મોકલવામાં આવે છે.
Kanpur: Directorate General of GST Intelligence seizes Rs 177.45 crore cash in raids on perfume company
Read @ANI Story | https://t.co/R0AlyJ5ziH#Kanpur pic.twitter.com/Cs0pD3iHDx
— ANI Digital (@ani_digital) December 25, 2021
આ પણ વાંચો:ખોટી સહી કરીને 1200થી વધુ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા, ITના દરોડામાં થયો ખુલાસો
આવકવેરા વિભાગ અને DGGI ટીમે પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. 36 કલાક સુધી ચાલેલા દરોડામાં 177.45 કરોડ રૂપિયા મળી આવ્યા. કબાટથી માંડીને ખાટલા સુધી નોટોના બંડલ મળી આવ્યા હતા. આ બધાજ રૂપિયા 80 બોક્સમાં ભરીને કર્મચારીઓની મદદથી બેંકમાં મોકલવામાં આવ્યા હતા. 36 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ 27 કર્મચારીઓ સતત રોકાયેલા હતા. જો કે, દરોડા દરમિયાન ઘરની અંદર અને બહાર પોલીસ દળો તૈનાત હતા.
પિયુષ જૈન પર શું છે આરોપ?
પિયુષ જૈન પર અનેક નકલી કંપનીઓના નામે બિલ બનાવીને કરોડો રૂપિયાના GSTની ચોરી કરવાનો આરોપ છે. પિયુષના ઘરેથી 200થી વધુ નકલી ઈનવોઈસ અને ઈ-વે બિલ મળી આવ્યા છે. પિયુષ જૈનના ઘરે મોટી સંખ્યામાં બોક્સ લાવવામાં આવ્યા છે. દરોડા દરમિયાન GST ચોરીનો મોટો ખેલ સામે આવ્યો છે.
સમાજવાદી પાર્ટી સાથે શું સંબંધ છે?
પિયુષ જૈનનું નામ સમાજવાદી પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે કાનપુરના પ્રખ્યાત પરફ્યુમ વેપારી પીયૂષ જૈન જ એવા વ્યક્તિ છે જેમણે સમાજવાદી પરફ્યુમ બનાવ્યું હતું. આ કારણે ભારતીય જનતા પાર્ટી સપા પર પ્રહારો કરી રહી છે અને પીયૂષ જૈન પર અખિલેશની નજીક હોવાનો આરોપ લગાવી રહી છે, પરંતુ સમાજવાદી પાર્ટીએ આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે પીયૂષ જૈનનો સમાજવાદી પાર્ટી સાથે કોઈ સબંધ નથી?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4