Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝદિવાળીના તહેવારને લઇને ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં તોતીંગ વધારો

દિવાળીના તહેવારને લઇને ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં તોતીંગ વધારો

private bus
Share Now

રાજ્યમાં દિવાળીના તહેવારને લઇને લોકોએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ખરીદીઓ થઇ ગઇ છે જ્યારે રજાઓ (Holidays)ની શરૂઆત થતાની સાથે જ લોકો પણ દિવાળીની ઉજવણી કરવા પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, સોમનાથ જવાના ભાડામાં ખાનગી બસોએ બેફામ વસુલી શરૂ કરી છે. દિવાળી પહેલા અમદાવાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર જવાના બસના ભાડામાં તોતીંગ ચાર ગણો વધારો નોંધાયો છે. અમદાવાદ-રાજકોટની ખાનગી બસ (private bus)નું ભાડું સામાન્ય દિવસોમાં રૂપિયા 400થી 500ની આસપાસ હોય છે અને તે હવે વધીને રૂપિયા 1 હજાર થઇ ગયું છે. આવી જ સ્થિતિ અમરેલી અને ભાવનગરની પણ છે. જ્યાંનું બસ ભાડું સામાન્ય દિવસોમાં રૂપિયા 400ની આસપાસ હોય છે જ્યારે હાલમાં દિવાળીના તહેવારને લઇને 1500ની નજીક છે.

લોકો private bus માં મુસાફરી કરવા મજબુર!

કોરોનાના પગલે ગત્ત કેટલાક મહિનાઓથી ટ્રેન (Train)ઓછી થઇ છે. જેના પગલે અન્ય રાજ્યો કે શહેરમાં જવા માટે ખાનગી બસમાં ભારે ધસારો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં ચાલતી જીએસઆરટીસી (GSRTC) બસમાં પણ બસ હાઉસફુલ છે. તો ટ્રેનના વિકલ્પ પણ બહુ ઓછા છે. આવી સ્થિતિમાં લોકો ખાનગી બસની પસંદગી કરી રહ્યાં છે. જણાવી દઇએ કે આ વર્ષે, કોરોનાના કેસ ઓછા થવાથી લોકોનું વતન તરફ પ્રયાણ વધ્યુ છે.

લોકોએ બમણા રૂપિયા આપીને ટીકિટો ખરીદી

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ (Petrol)અને ડીઝલમાં સતત વધતા ભાવ વધારાને પગલે બસના ભાડામાં પણ વધારો કર્યો હોઇ શકે છે. હજુ દિવાળી નજીક આવશે તેમ ખાનગી બસના ભાડામાં હજુ વધારો થાય તેમ મનાઇ રહ્યું છે. જૂનાગઢ ખાતે જનારા એક મુસાફરે જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં મારા વતન જવા માટે રૂપિયા 500ની ટિકિટ ખરીદતો હતો. જેના સ્થાને આ વખતે બમણા રૂપિયા આપીને ટિકિટ ખરીદવી પડી છે.

આ પણ વાંચો: સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું

છેલ્લા 6 દિવસથી રોજની 1 કરોડથી વધુની કિંમતની ટિકિટો બુક થઇ રહી છે. અમદાવાદથી ગઇકાલે રવિવારે સૌરાષ્ટ્રના સાવરકુંડલા, ધારી અને અમરેલી માટે પણ 7 બસો એકસ્ટ્રા સંચાલન થકી ઉપાડવામાં આવી હતી. ગીતા મંદિર બસ મથકે મુસાફરોની ભારે માત્રામાં ભીડ જોવા મળી હતી. આગામી ગુરૂવારે દિવાળી (Diwali)છે જેના પગલે બે દિવસ પહેલા મંગળવારે અને બુધવારે એસ.ટી.બસ મથકો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળશે. જેના પગલે નિગમ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇલેક્ટ્રિક બસનો સેલ્ફ ક્યારે ? જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment