Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeટ્રાવેલઅવિશ્વસનીય: પથ્થરમાંથી નિકળે છે મંદિરની આરતીનો નાદ!

અવિશ્વસનીય: પથ્થરમાંથી નિકળે છે મંદિરની આરતીનો નાદ!

Stone
Share Now

એવા પથ્થર(Stone) જેના પર કોઈ ધાતુથી તેને વગાડવામાં આવે તેમાંથી અચંબિત કરે તેવો અવાજ નિકળે છે.ક્યારેક ક્યારેક મંદિરની આરતી જેવો અવાજ પણ નિકળે છે. જી હા આજે અમે તમને જણાવીશું કે એવા પથ્થર પણ છે એક ગામમાં જેનામાંથી કંઇક અલગ અવાજ આવે છે. જાણે તે આરતી સમયનો નાદ સંભાળાય રહ્યો છે.તો આ પથ્થરોનો અવાજ સાંભળી તમને લાંગશે કે કોઈ લોખંડીની ધાતુ હોઈ શકે છે.પરંતુ હકિકતમાં તે એક પથ્થર જ છે.ના માત્ર એક પથ્થર નહી પરંતુ અનેક પથ્થર છે.જેમાંથી અજબ ગજબ અવાજ નિકળે છે.તો તેમને સવાલ થતો હશે કે આખરે પથ્થરોમાંથી આ પ્રકારનો અવાજ કેવી રીતે નિકળી શકે.આખરે આ પથ્થરો(Stone) એવી તો કઈ પ્રક્રિયામાંથી ઉદ્ધભવ થાય છે કે જેમાંથી અલગ ધ્વનિ સાંભળવા મળે છે.

કયાં આવેલા છે આ પથ્થરો(Stone)

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં બાગલી તાલુકાનું પીપરી ગામ આવેલું છે.જ્યાંથી ઉત્તરમાં વનપ્રદેશના રસ્તે પોટલાગામ નજીક એક કિલોમીટર દૂર છે કાવડિયા પહાડ.તો ત્યાં ગાઢ જંગલો વચ્ચે આ રહસ્યમયી પહાડ આવેલો છે.વર્ષ દરમિયાન અનેક પ્રવાસીઓ મુલાકાત લે છે.જો કે પર્વતને કાવડિયા પર્વત શા માટે કહેવાય છે.તેને લઈ પણ એક રહસ્યમયી કહાની છે.તેનો ઉલ્લેખ મહાભારત કાળમાં છે.જો કે પાંડવો સમયના આ પર્વતને લઈ અનેક માન્યતાઓ પણ છે.દંતકથા અનુસાર ભીમે મા નર્મદા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.તે સમયે મા નર્મદાએ ભીમ સામે એક શરત મુકી હતી.મરઘો બોલે તે પહેલા નદીનું વહેણ બદલી નાખ.પરંતુ ભીમ તે ના કરી શક્યો.કેટલાક લોકોમાં માન્યતા છે કે પીલ્લર આકારમાં રહેલા આ પથ્થર(Stone) ભીમ લાવ્યો હતો.બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે તે આ પર્વત કુદરતી છે.પર્વત પર રહેલા પથ્થરો દુરથી લોખંડની હોય તેવો ભાસ થાય છે.પરંતુ તે પથ્થર છે.માટી અને ખનિજના મિશ્રણથી આ પથ્થરોનુ નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે.

Stone

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

પથ્થરોમાંથી (Stone) આરતી જેવો અવાજ  

જમીનની લગભગ 50થી 60 ફૂટ પથ્થરોની શિલા રાખવામાં આવે છે.અને તમામ પથ્થરો લગભગ એક સરખા છે.એવું લાગે કે તે કોઈ ફેક્ટરીમાંથી બનાવી અહી લાવવામાં આવ્યા હોય.પથ્થરો મહાભારત કાળના છે કે પછી કુદરતી તે અલગ મુદ્દો છે.ક્યારેક ક્યારેક મંદિરની આરતી જેવો અવાજ પણ નિકળે છે.આ પર્વત અને પથ્થરોને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે.જાણીતા પુરાતત્વવિદ્ પ્રોફેસર વાકણકરે આ પથ્થરો પર અભ્યાસ કર્યો છે.કહેવાય છે કે મહાભારતકાળમાં આ જંગલોમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન ભ્રમણ કર્યું હતુ.તે સમયે ભીમે લોહતત્તવ ધરાવતા પથ્થરોના અનેક ટુકડા કર્યા હતા.જે સાત સ્થળો પર સાત પર્વતના રુપમાં છે.આ પર્વતની ઉંચાઈ 40થી 45ની છે.ભીમનો ઉદેશ્ય આ પથ્થરોમાંથી સાત મહેલ બનાવવાનો હતો.જો કે દેવાસ જિલ્લાના બિયાબાન જંગલો વચ્ચે આવેલા આ રહસ્યમયી પર્વત આજ સુધી અનેક રહસ્યમયી અને અજીબો ગરીબ દંતકથાઓ સાથે જોડાયેલો છે.અનેક પ્રવાસીઓ આ રહસ્યમયી પર્વતની મુલાકાત માટે પહોંચે છે.અને પર્વતનું રહસ્ય જાણવાનો પ્રયાસ કરે છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment