Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / November 26.
Homeસ્પોર્ટ્સIND vs NZ: ભારતીય ટીમે 3-0થી કીવીનો કર્યો વ્હાઈટ વોશ, ગુજ્જુ ખેલાડીનો રહ્યો દબદબો

IND vs NZ: ભારતીય ટીમે 3-0થી કીવીનો કર્યો વ્હાઈટ વોશ, ગુજ્જુ ખેલાડીનો રહ્યો દબદબો

india vs newzealand cricket match
Share Now

ભારતે ત્રીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડને 73 રને હરાવીને  ક્લીન સ્વીપ કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ તમામ વિકેટ ગુમાવીને 111 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેન અને બોલર બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ટોસ જીતીને કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે, ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું અને તેણે શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલે બે વિકેટ ઝડપી હતી.

ન્યુઝીલેન્ડની ખરાબ શરૂઆત 

185 રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને ડેરીલ મિશેલ 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા માર્ક ચેપમેન અને ગ્લેન ફિલિપ્સ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ પછી માર્ટિન ગુપ્ટિલ અને ટિમ સેફર્ટ વચ્ચે ભાગીદારી થઈ હતી. જોકે, ગુપ્ટિલ 51 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. તેના આઉટ થયા બાદ એક પછી એક વિકેટો પડતી રહી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 17.2 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે બે વિકેટ ઝડપી હતી. દીપક ચહરે યુઝવેન્દ્ર ચહલ અને વેંકટેશ અય્યરે એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો:ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને ઇશાન કિશને ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ઝડપી બેટિંગ કરતા બંનેએ પાવર પ્લેમાં 69 રન બનાવ્યા હતા. જોકે, ઈશાન કિશન 29 રનના અંગત સ્કોર પર મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. રિષભ પંત માત્ર 4 રનનું યોગદાન આપી શક્યો હતો. જે બાદ શ્રેયસ અય્યર અને રોહિત શર્માએ ઈનિંગને સંભાળી લીધી અને ઝડપી રન બનાવ્યા હતા.

રોહિતે પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, રોહિત 56 રનના વ્યક્તિગત સ્કોર પર ઈશ સોઢીના હાથે આઉટ થયો હતો. વેંકટેશ અય્યરે 20 અને શ્રેયસ અય્યરે 25 રનનું યોગદાન આપ્યું હતું. હર્ષલ પટેલે 18 રન બનાવ્યા હતા. દીપક ચહરે માત્ર 8 બોલમાં અણનમ 21 રનની તોફાની ઇનિંગ રમી હતી. અક્ષર પટેલ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહેલા મિશેલ સેન્ટનરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન અને ઈશ સોઢીએ એક-એક વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયા ઘણા ફેરફારો સાથે રમી

છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ મેચમાં વાઈસ કેપ્ટન કેએલ રાહુલ અને સિનિયર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને આરામ આપવામાં આવ્યો હતો અને યુવા બેટ્સમેન ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય આ મેચમાં યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment