Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeસ્પોર્ટ્સભારતે ન્યુઝીલેન્ડને સાત વિકેટે હરાવીને સીરિઝ પોતાને નામે કરી

ભારતે ન્યુઝીલેન્ડને સાત વિકેટે હરાવીને સીરિઝ પોતાને નામે કરી

IND-vs-NZ-1
Share Now

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી T20 સિરીઝમાં સતત બીજી જીત નોંધાવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝમાં 2-0થી જીત મેળવી લીધી છે. ભારતે બીજી મેચમાં ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. જીત માટે 154 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 17.2 ઓવરમાં તેને હાંસલ કરી લીધો હતો. ઘરઆંગણે ભારતની સતત પાંચમી T20 સીરિઝ જીતી છે. આ સીરિઝની અંતિમ ટી-20 મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

હર્ષલ પટેલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ

IPLમાં શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયામાં પ્રવેશેલા હર્ષલ પટેલ માટે પ્રથમ મેચ યાદગાર સાબિત થઈ હતી. ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા હર્ષલ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યા હતા. આ મેચમાં તેણે 4 ઓવરમાં 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ કારણે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી

પ્રથમ મેચ બાદ બીજી મેચમાં પણ રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ઓપનર કેએલ રાહુલે માત્ર 49 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેણે ઈનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બીજા છેડે કેપ્ટન રોહિત શર્માએ પણ શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ 36 બોલમાં 55 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 1 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત 6 બોલમાં 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 2 સિક્સર પણ ફટકારી હતી.

શ્રેણીની અંતિમ મેચ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશેઃ

ન્યુઝીલેન્ડ ટીમને ભારત સામેની સીરિઝમાં સતત બીજી હાર મળી હતી. ત્રણ મેચોની આ સીરિઝમાં ભારતે સતત બે મેચ જીતીને સીરિઝ પર કબજો જમાવ્યો છે. હવે ત્રીજી અને અંતિમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેચમાં ન્યુઝીલેન્ડ ટીમ પોતાનું સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે. બીજી તરફ ટીમ ઈન્ડિયાની નજર 3-0થી સિરીઝ જીતવા પર હશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment