Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝપાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર Indane Gas એજન્સીના સંચાલકની ધરપકડ

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર Indane Gas એજન્સીના સંચાલકની ધરપકડ

indane gas
Share Now

રાજસ્થાનના ઝુંઝુનૂથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યુવક પર જાસૂસી કરવા અને સેના સાથે જોડાયેલી સૂચનાઓ પાકિસ્તાનને મોકલાવાનો આરોપ લાગ્યો છે. ધરપકડ (Arrest)કરાયેલા યુવકનું નામ સંદીપ કુમાર છે. તે ઝુંઝુનૂમાં ઇન્ડિયન ગેસ (Indane Gas)એજન્સીનો સંચાલક છે. મળતી માહિતી મુજબ આરોપી યુવકે રાજસ્થાન (Rjasthan)ના નરહડ સ્થિત આર્મી કેમ્પના ફોટો અને કેટલીક ગુપ્ત સંવેદનશીલ જાણકારીઓ એકઠી કરી હતી. આરોપી સતત નિર્દેશ આપનારા પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો. એ સ્પષ્ટ નથી કે હેન્ડલર્સ પાકિસ્તાની સેના (Pakistan Army)અથવા ત્યાંની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI)નો અધિકારી છે કે કોઇ આતંકી સંગઠનનો સભ્ય.

ઇન્ડિયન ગેસ (Indane Gas)એજન્સિના સંચાલકની ધરપકડ

જો સંદીપ કુમારની વાત કરીએ તો તેના પર આરોપ છે કે પૈસાની લાલચમાં તેને સંવેદનશીલ અને ખાનગી જાણકારી પાકિસ્તાની હેન્ડલર્સ સાથે શેર કરી હતી. ત્યારબાદ આરોપી પર સ્ટેટ ઇન્ટેલિજેન્ટ અને મિલિટ્રી ઇન્ટેલિજેન્સ દક્ષિણી કમાન્ડે સંયુક્ત કાર્યવાહી કરતા 12 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન ગેસ (Indane Gas) એજન્સિના સંચાલકની ધરપકડ (Arrest)કરી હતી અને પુછતાછ શરૂ કરી હતી.

આ પણ વાંચો: તેલંગાણા કોંગ્રેસ પ્રમુખે શશી થરૂરની માફી શું કામે માંગવી પડી?

જયપુરમાં સંયુક્ત પુછતાછ કેન્દ્ર પર તમામ એજન્સીઓ દ્વારા પૂછતાછ કરવા પર 30 વર્ષીય સંદીપ કુમારે જણાવ્યું કે, તે ઝુંઝુનૂ જિલ્લાના નરહડનો રહેવાસી છે. ત્યાં આર્મી કેમ્પની સામે જ ઇન્ડિયન ગેસની એજન્સી છે, જેનો તે ઇન્ચાર્જ છે. ઉલ્લેખનિય છે કે આરોપીની એજન્સીથી જ આર્મી કેમ્પમાં ગેસ સપ્લાઇનું કામ થાય છે.

કઇ રીતે ધરપકડ કરવામાં આવી?

મળતી માહિતી મુજબ, પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે જુલાઇ 2021 માં પાકિસ્તાની હેન્ડલર્સ ઓફીસરે તેનો સંપર્ક કર્યો અને આર્મી કેમ્પના ફોટોગ્રાફ્સ અને કેટલીક ગુપ્ત સુચનાઓ માગી. તેના બદલામાં તેને પૈસાની લાલચ આપવામાં આવી હતી. જણાવવામાં આવ્યુ કે આરોપીએ વ્હોટ્સએપ પર પોતાની બેંક ડિટેઇલ્સ પણ મોકલી હતી. આ તમામને ધ્યાનમાં રાખતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરૂદ્ધ ઓફિશિયલ સીક્રેટ એક્ટ (OSA) 1923 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

OSA શું છે?

આ એક એન્ટી એસ્પિયોનાજ એક્ટ છે. ગુપ્તતાને લઇને રાષ્ટ્ર-દ્રોહ સુધીની કલમ આ કાયદામાં રાખવામાં આવી છે. 2 એપ્રિલ 1923 થી ઓએસએ અસ્તિત્વમાં છે. જો કોઇ વ્યક્તિ દેશ વિરોધી જાસુસી સાથે સંકળાયેલો પકડાય જાય છે અને તેના પર ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ હેઠળ કેસ સાબિત થઇ જાય તો ત્રણ વર્ષથી લઇને 14 વર્ષ સુધીની સજા થઇ શકે છે.

રોકાણકારોના કરોડો ફસાયા જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment