ગુજરાત (Gujarat)માં અલગ-અલગ આંદોલન દ્વારા રાજ્યની જનતામાં અને યુવાનોનો ચહેરો બનેલા નેતા આજરોજ ગુજરાત અને દેશની રાજનીતિ (Politics)માં ઉભરતો ચહેરો બન્યા છે. જણાવી દઇએ કે હાલમાં તો પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel)હાલ ગુજરાત કોંગ્રેસમાં મહત્ત્વની ભૂમિકામાં ભજવી રહ્યાં છે. ત્યારે હવે તેની સાથે દલિત નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (Jignesh Mewani)આજે મંગળવારે બપોરે કોંગ્રેસમાં જોડાશે. આ તમામ વચ્ચે જિજ્ઞેશ મેવાણી દિલ્હી ખાતે પહોંચ્યા છે. રાહુલ ગાંધી બપોરે જિજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમારને કોંગ્રેસનો ખેસ પહેરાવશે. આ સમયે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે.
જિજ્ઞેશ મેવાણી (Jignesh Mewani)દલિત અગ્રણી તરીકે પ્રખ્યાત
કાયદાના સ્નાતક અને અલગ અલગ ક્ષેત્રે કામ કરનારા જિજ્ઞેશ મેવાણી આજરોજ મંગળવારે બપોરે કોંગ્રેસમાં જોડાશે. જિજ્ઞેશ મેવાણીની નામના અંગેની વાત કરીએ તો આ યુવા નેતાએ અલગ અલગ એનજીઓ અને સંગઠનો સાથે રહીને નાના મોટા આંદોલન કર્યાં છે. ગુજરાતમાં દલિત નેતા તરીકે ઉભરી આવેલા જિજ્ઞેશ મેવાણી હવે રાષ્ટ્રીય સ્તરે પણ દલિત અગ્રણી તરીકે નામના ધરાવે છે.
આ પણ વાંચો: ડૉ. નીમાબેન આચાર્ય બન્યા વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ
જિજ્ઞેશ મેવાણી (Jignesh Mewani)ની જીતમાં કોંગ્રેસનું યોગદાન
આ તમામ વચ્ચે હાલમાં તો એક વાત ચર્ચાઇ રહી છે કે, જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ (Congress)માં જોડાવાની સાથે જ ગુજરાતમાં તેને મહત્ત્વની જવાબદારી સોંપાઇ શ કે છે તેમા શંકાને કોઇ સ્થાન નથી. મહત્વનું છે કે, આંદોલનમાં સાથે રહેનારા અને તેના પરમ મિત્ર હાર્દિક પટેલ પણ કોંગ્રેસના ખૂબ મહત્ત્વના હોદ્દા પર હશે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. જિજ્ઞેશ મેવાણી દિલ્હીમાં કોંગ્રેસ (Congress)નો ખેસ પહેરશે તો તેની સાથે યુવા નેતા કન્હૈયા કુમાર પણ કોંગ્રેસમાં જોડાશે.
જીગ્નેશ મેવાણીએ 2017માં વડગામ વિધાનસભાની ચૂંટણી (Election)માં ઝંપલાવ્યું હતુ. તે સમયે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉભો ન રાખતા યુવા અને દલિત નેતાની જીતનો માર્ગ મોકળો થયો હતો. હવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ મેવાણી ચૂંટણીમાં ઝંપલાવશે પણ આ વખતે તે કોંગ્રેસની સાથે હશે. આગામી દિવસોમાં હાર્દિક અને મેવાણીની જોડી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ લાવે તેવું જરૂરથી કહી શકાય કારણ કે આંદોલન ક્ષેત્રે નામના મેળવનારા અને યુવા નેતાઓમાં આ બંનેની ગણના થાય છે. આ તમામ વચ્ચે હવે જોવુ એ રહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં ક્યુ પદ્દ સોંપે છે તે તો આગામી સમય જ નક્કી કરશે.
કોંગ્રેસનું ખાડા બૂરો અભિયાન જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4