Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeસ્પોર્ટ્સન્યૂઝીલેન્ડે વધારી ભારતની મુશ્કેલી

ન્યૂઝીલેન્ડે વધારી ભારતની મુશ્કેલી

India And New Zealand
Share Now

ભારત અને ન્યૂઝીલેન્ડ(India and New Zealand) હાલ WTC ફાઇનલ રમી રહ્યા છે. તેમાં વરસાદના કારણે પ્રથમ દિવસ રદ્દ કરવામાં આવ્યો હતો. તે બાદ ન્યૂઝીલેન્ડ ટોસ જીતી પેહલા બોલિંગ કરવાનું નક્કી કરે છે. આ સાથે ત્રીજા દિવસે ભારત 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. અને ન્યૂઝીલેન્ડે તેના જવાબમાં 101 રન બનવ્યા અને 2 વિકેટ ગુમાવી છે. ભારતીય ટીમ હજુ 116 રન આગળ છે. પણ ન્યૂઝીલેન્ડની સ્થિતિ મજૂબત લાગી રહી છે. મેચનો ત્રીજો દિવસ ન્યૂઝીલેન્ડના નામે રહ્યો હતો. અને ભારતની મુશ્કિલીમાં વધારો થયો છે.

ભારત 217 રનમાં ઓલઆઉટ

બીજા દિવસે ભારત તરફથી રોહિત અને ગિલે સારી શરૂઆત આપી હતી. પણ બંને તે બાદ આઉટ થઈ ગયા હતા. બંને શરૂઆતને લાંબી ઇનિંગમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યા. રોહિત 34 અને ગિલ 28 રન બનાવ્યા હતા. તે બાદ પુજારા પણ માત્ર 8 રન બનાવીને આઉટ થાય છે. પછી કોહલી અને રાહને સારી પાર્ટનરશીપ કરે છે. અને ત્રીજા દિવેસની શરઆતમાં જ કોહલી પોતાની વિકેટ ગુમાવે છે. કોહલી 44 રને આઉટ થાય છે. તે બાદ ભારતની વિકેટો એક પછી એક પડી હતી. રાહને 49 રન બનાવે છે. તેના સિવાય કોઈ પણ બેટ્સમેને સારો દેખાવ કર્યો નહતો. અને ભારત 217 રનમાં ઓલઆઉટ થઈ હતી.ન્યૂઝીલેન્ડ તરફથી શાનદાર બોલિંગ કરવામાં આવી હતી. જેમિસને 5 વિકેટ લીધી હતી. તેણે રોહિત, કોહલી, પંત, ઇશાંત અને બુમરાહની વિકેટ ઝડપી હતી. તે સાથે આ બોલરે 5 વિકેટ 5 વાર ઝડપી લીધી છે. બોલ્ટ અને વેગનરે 2-2 વિકેટ, અને સાઉથીએ એક વિકેટ ઝડપી હતી.

India and Newzealand

PC-PTI

તે બાદ ન્યૂઝીલેન્ડ પોતાની પ્રથમ ઇનિંગની શરૂઆત સારી કરવામાં સફળ થાય છે. લેથમ અને કોનવે બંને ઓપનરો 70 રનની ભાગીદારી કરે છે. અને દિવેસ પૂરો થતા તે બંને પોતાની વિકેટ ગુમાવે છે. અત્યારે કેપ્ટન વિલયમસન અને રોસ ટેલર ક્રિઝ પર છે. અને ન્યૂઝીલેન્ડ હજુ 116 રન પાછળ છે. ભારત તરફથી અશ્વિન અને ઇશાંતને વિકેટ લેવામાં સફળતા મળે છે. હવે આજનો દિવેસ ભારત માટે મહત્વનો માનવામાં આવે છે. જો આજે ભારત ન્યૂઝીલેન્ડને ઓછા રનોમાં રોકે તો ભારત મેચમાં પાછી આવી શકે છે.આ માટે ભારતીય બોલેરોએ શાનદાર દેખાવ કરવો પડશે.

કોનવે અને જેમિસન

ન્યૂઝીલેન્ડ તરફથી કોનવે અને જેમિસન દ્વારા શાનદાર દેખાવ જોવા મળ્યો હતો. કોનવેએ પ્રથમ ઇનિંગમાં 54 રન ફટકાર્યા છે. કોનવે પોતાની કારકિર્દીની ત્રીજી જ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેણે પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં જ 200 રન ઇંગ્લેન્ડ સામે ફટકાર્યા હતા. અને બીજી ટેસ્ટ મેચમાં 80 રન બનાવ્યા હતા. કોનવે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. જયારે જેમિસને પણ સારો દેખાવ યથાવત રાખ્યો છે. જેમિસન માત્ર 8 ટેસ્ટ મેચ રમ્યો છે. અને 44 વિકેટ પોતાના નામે કરી છે. જેમાં 5 વિકેટ 5 વાર ઝડપી ચુક્યો છે. આ બનેએ WTC (India and New Zealand)ફાઇનલમાં ભારત વિરુદ્દ ખુબ જ સારો દેખાવ કર્યો છે.

ભારતીય  11

રોહિત શર્મા, શુભમન ગિલ,ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રાહણે, રિષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા

આ પણ વાંચો:મેચના પેહલા દિવસે વરસાદે કરી જોરદાર બેટિંગ

ન્યૂઝીલેન્ડ 11

કેન વિલિયમસન(કેપ્ટન) ,ટોમ લેથામ, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, બી.જે. વોટલિંગ(વિકેટ કીપર), નીલ વેગનર , કાયલ જેમિસન, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment