Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝપ્રથમ T-20 માં ટીમ ઇન્ડિયાની જીત, કીવીને 5 વિકેટથી હરાવ્યું

પ્રથમ T-20 માં ટીમ ઇન્ડિયાની જીત, કીવીને 5 વિકેટથી હરાવ્યું

India
Share Now

જયપુરમાં રમાઈ રહેલી પ્રથમ T-20 મેચમાં ટીમ ઈન્ડિયા (India)એ ન્યૂઝીલેન્ડ (New Zealand)વિરૂદ્ધ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ (Batting)કરતા ન્યૂઝીલેન્ડ ટીમે 6 વિકેટના નુકસાન પર 164 રન કર્યા હતા. આ ઈનિંગમાં માર્ટિન ગપ્ટિલ 70 રન સાથે કીવી ટીમની દિવાલ બનીને ઉભો રહ્યો હતો. આ તમામ વચ્ચે આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમે 2 બોલ બાકી રહેતા સ્કોર ચેઝ કરી 5 વિકેટથી મેચ પોતાને નામ કરી લીધી હતી.

India એ 165 રનનો ટાર્ગેટ આપ્યો

કીવીના 164 રનના લક્ષ્ય સામે 165 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમ (Indian team)ની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને કે.એલ.રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 50 રનની પાર્ટનરશિપ જોડાઇ હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના સ્ટાર સ્પિનર મિચેલ સેન્ટનરે કે.એલ.રાહુલને પેવેલિયન ભેગો કર્યો હતો. તો સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)સાથે 59 રનની પાર્ટનરશિપ નોંધાવ્યા બાદ રોહિત શર્માને ટ્રેંટ બોલ્ટે 48 રન પર આઉટ કર્યો હતો. આ ઇનિંગમાં રોહિતે 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 36 બોલમાં 48 રન બનાવ્યા હતા. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે પંત સાથે 35 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ પાર્ટનરશિપને ટ્રેંટ બોલ્ટે કરી હતી. બોલ્ટે યાદવને ક્લિન બોલ્ડ કર્યો હતો. આ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવે 3 સિક્સ અને 6 ચોગ્ગા સાથે 40 બોલમાં લડાયક 62 રન કર્યા હતા. કીવી ટીમના બોલિંગ આક્રમણની જો વાત કરીએ તો ટ્રેંટ બોલ્ટે 2 જ્યારે સાઉદી, સેન્ટરનર અને મિચેલે અનુક્રમે 1-1 વિકેટ લીધી હતી. આ રીતી કીવી ટીમને પાંચ વિકેટ લેવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો: IND vs NZ: પ્રથમ T20 પહેલા કીવીને લાગ્યો મોટો ઝટકો

આ તકનો લાભ ઉઠાવી અશ્વિને ઈનિંગની 14મી ઓવરના બીજા અને પાંચમા બોલ પર બેક ટુ બેક વિકેટ લીધી હતી. પહેલા તેણે ચેપમેન (63 રન) અને ગ્લેન ફિલિપ્સ (0 રન)ને આઉટ કર્યા હતા.

India એ ટોસ જીત્યા બાદ કીવી ટીમની શરૂઆત ખરાબ રહી

ટોસ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની પ્રથમ વિકેટ માત્ર 1 રનના સ્કોર પર જ પડી ગઇ હતી. ભુવનેશ્વર કુમારે ડેરિલ મિચેલને શુન્ય પર આઉટ કર્યો હતો. જોકે ત્યારબાદ માર્ટિન ગપ્ટિલ અને ચેપમેને ઈનિંગ સંભાળી હતી. તે દરમિયાન બંને વચ્ચે 109 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ પાર્ટનરશીપે કીવી ટીમનો પાયો નાખી દીધો હતો. ગુપ્ટીલ 70 રનના સ્કોર પર ચહરનો શિકાર બન્યો હતો જ્યારે ચેપમેન 63 રનના સ્કોર પર અશ્રિન દ્વારા બોલ્ડ આઉટ થયો હતો. બાદમાં અન્ય બેટ્સમેને ફિલીપ્સ શુન્ય રન, રવિન્દ્ર 7 રનના સ્કોર પર આઉટ થયા હતા. આ ઇનિંગ સાથે કીવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. આ વચ્ચે જો કીવી ટીમના બોલિંગ (Bowling)આક્રમણની વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર અને અશ્વિનને અનુક્રમે 2-2 જ્યારે ચહર અને સિરાજને અનુક્રમે 2-2 વિકેટ લેવામાં સફળતા મળી હતી.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment