લદાખમાં જ નહીં, પણ અરુણાચલ પ્રદેશમાં પણ ચીન તેની હરકતોને અટકાવતું નથી. ગત સપ્તાહે અરુણાચલ સેક્ટરમાં ભારતીય સૈનિકોની ચીનના સૈનિકો સાથે અથડામણ થઈ હતી.અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આમને સામને આવી ગયા. કમાન્ડર સ્તરની વાતચીત બાદ આ મામલો ઉકેલાયો. ભારત અને ચીન બંને દશોના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન ભીડી ગયા હતા. ઘર્ષણની આ ઘટના ગત અઠવાડિયે ઘટી હતી.
ચીનની હરકતોને ભારતીય સેના હવે જરાય સહન કરવાના મૂડમાં નથી
The engagement between the two sides lasted for a few hours & was resolved as per the existing protocols. There was no damage caused to own defences in the engagement: Sources in Defence Establishment (2/2)
— ANI (@ANI) October 8, 2021
ચીનની હરકતોને ભારતીય સેના હવે જરાય સહન કરવાના મૂડમાં નથી. ઉત્તરાખંડના બારાહોતી બાદ હવે અરુણાચલ પ્રદેશમાં ચીનના લગભગ 200 જેટલા સૈનિકો તિબ્બતથી ભારતની જમીનમાં ઘૂસી આવ્યા. ચીની સૈનિકોએ ખાલી બંકરોને નુકસાન પહોંચાડવાની કોશિશ પણ કરી. તવાંગમાં ભારતીય સૈનિકોએ ચીનના જવાનોને કસ્ટડીમાં લીધા. જો કે આ બધુ થોડીવાર માટે અસ્થાયી રીતે હતુ. સેના તરફથી આ મામલે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી.
આ પણ વાંચો : Indian Air Force Day 2021: જાણો કેમ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવાય ભારતીય વાયુસેના દિવસ
ચીને અરુણાચલમાં ફરી તેની પ્રવૃત્તિઓ વધારી
મીડિયા અહેવાલો અનુસાર, 200 ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તિબેટ તરફથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા, જેમને ભારતીય સૈનિકોએ પાછા ધકેલ્યા હતા. કેટલાક ચીની સૈનિકોની અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે. તમને જણાવી દઈએ કે લદાખમાં ચીનની ઘૂસણખોરી અને ભારતીય સૈનિકો સાથે અથડામણના અહેવાલો છે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં અથડામણના સમાચાર લાંબા સમય પછી આવ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીને અરુણાચલમાં ફરી તેની પ્રવૃત્તિઓ વધારી છે.
ચીન અરુણાચલમાં ઘૂસણખોરી કરી રહ્યું છે
લગભગ 9 મહિના પહેલાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને ભારતીય સરહદથી સાડાચાર કિલોમીટર દૂર અરુણાચલ પાસે એક ગામ વસાવ્યું છે. એમાં 100થી વધુ મકાનો બનાવવામાં આવ્યાં છે. આ ગામ સુબનસિરી જિલ્લામાં સારી ચૂ નદીના કિનારે આવેલું છે. આ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીકનો વિસ્તાર છે. તેની તસવીરો અમેરિકા સ્થિત ઇમેજિંગ કંપની પ્લેનેટ લેબ્સ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt