Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeડિફેન્સપૂર્વી લદ્દાખના LAC મુદ્દે ભારત ચીન વચ્ચેની બેઠક નિરથર્ક રહી, ચીને ભારતની માંગને ગેરવ્યાજબી ગણાવી

પૂર્વી લદ્દાખના LAC મુદ્દે ભારત ચીન વચ્ચેની બેઠક નિરથર્ક રહી, ચીને ભારતની માંગને ગેરવ્યાજબી ગણાવી

india china lac
Share Now

પૂર્વી લદ્દાખ નજીક એલએસી(LAC) પર તણાવ ઘટાડવા માટે લગભગ બે મહિના પછીગઈ કાલે રવિવારે ભારત અને ચીન(India-China) વચ્ચેકોર્પ્સ કમાન્ડર સ્તરની 13 માં રાઉન્ડની બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ સાડા આઠ કલાક સુધી ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં, ભારત તરફથી ચીનને પીછેહઠ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે ચીન તેના પર ગુસ્સે થઈ ગયું અને ચીને કહ્યું કે ભારત ગેરવાજબી માંગણી કરી રહ્યું છે, જેના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. ચીને કહ્યું કે તમારી આવી માંગથી વિવાદ વધુ વધશે.  લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ભારતીય પક્ષે વિવાદિત વિસ્તારોના મુદ્દાઓને ઉકેલવા માટે રચનાત્મક સૂચનો આપ્યા, ત્યારે ચીની પક્ષ તેના માટે સંમત ન હતો અને પોતે કોઈ ઉકેલ પણ આપ્યો ન હતો. તેથી આ બેઠક નિરર્થક રહી.

ભારતીય પક્ષ પરિસ્થિતિનું ખોટું મૂલ્યાંકન કરશે નહીં: ચીન

ચીની સૈન્યએ એક નિવેદન જારી કરતા કહ્યું કે, રવિવારે કોર્પ્સ કમાન્ડર સ્તરની 13 મી રાઉન્ડની બેઠકમાં ભારતે ગેરવાજબી અને અવાસ્તવિક માંગણીઓ પર ભાર મૂક્યો હતો, ત્યારબાદ વાતચીત આગળ વધારવી મુશ્કેલ બની રહી છે. ચીનને આશા છે કે ભારતીય પક્ષ કોઈ પણ રીતે પરિસ્થિતિનું ખોટું મૂલ્યાંકન નહીં કરે, સરહદી વિસ્તારોમાં ઉદ્ભવતા વિવાદને ઉકેલવામાં તમામ સંભવિત મદદ પૂરી પાડશે, સંબંધિત કરારોનું પાલન કરશે અને બંને દેશો અને બે સેનાઓ વચ્ચે પ્રામાણિકપણે કામ કરશે.

india china lac

આ પણ વાંચો:CWG માંથી હોકી ઇન્ડિયાના ખસી જવાથી ભડક્યા અનુરાગ ઠાકુર, દિલ્હી હોકી વિકેન્ડ લીગ શરૂ કરી

ભારતીય સેનાએ સત્તાવાર નિવેદન આપ્યું

ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારત-ચીન કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં ચર્ચાઓ પૂર્વ લદ્દાખમાં એલએસી સાથેના બાકીના મુદ્દાઓને ઉકેલવા પર કેન્દ્રિત હતી. ભારતીય પક્ષે કહ્યું કે એલએસી પર વિવાદ ચીની પક્ષ દ્વારા યથાવત સ્થિતિમાં ફેરફાર અને દ્વિપક્ષીય કરારોના ઉલ્લંઘનને કારણે ઉભો થયો છે. તેથી, તે જરૂરી હતું કે ચીની પક્ષ બાકીના વિસ્તારોમાં યોગ્ય પગલાં લે જેથી પશ્ચિમ ક્ષેત્રમાં એલએસી સાથે શાંતિ પુન:સ્થાપિત કરી શકાય.

બેઠક દરમિયાન, ભારતીય પક્ષે બાકીના પ્રદેશો પરના વિવાદને ઉકેલવા માટે રચનાત્મક સૂચનો કર્યા, પરંતુ ચીન ભારતના સૂચનથી સંમત ન થયું અને તે પોતે પણ કોઈ ઉકેલ આપી શક્યુ નહીં. જો કે, બંને પક્ષો સંચાર જાળવવા અને જમીન પર સ્થિરતા જાળવવા માટે સંમત થયા હતા. અમને આશા છે કે ચીની પક્ષ દ્વિપક્ષીય સંબંધોના એકંદર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેશે અને બાકીના મુદ્દાઓના વહેલા નિરાકરણ તરફ કામ કરશે, એમ સેનાએ જણાવ્યું હતું.

દોઢ વર્ષમાં 13 રાઉન્ડની બેઠકો યોજાઈ 

તમને જણાવી દઈએ કે પૂર્વ લદ્દાખને અડીને આવેલા એલએસી(LAC) પર છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા તણાવ દરમિયાન 13 રાઉન્ડની બેઠકો યોજાઈ છે. આ સમય દરમિયાન, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી), કૈલાશ હિલ રેન્જ અને ગોગરા વિસ્તારમાં ડિસઈંગેજમેન્ટ થઈ ચૂક્યું છે, પરંતુ હોટ સ્પ્રિંગ, ડેમચોક અને ડેપસંગ મેદાનોમાં હજુ પણ તણાવ ચાલી રહ્યો છે.

થોડા દિવસો પહેલા ચીને ફરી ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો

આશરે 10 દિવસ પહેલા અરુણાચલના તવાંગના યાંગસેમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને ભારતીય સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચીની સૈનિકોને પીછેહઠ કરવા દબાણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદ્દાખ નજીક એલએસી(LAC) પર તણાવ ઘટાડવા માટે લગભગ બે મહિના પછીગઈ કાલે રવિવારે ભારત અને ચીન વચ્ચેકોર્પ્સ કમાન્ડર સ્તરની 13 માં રાઉન્ડની બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ સાડા આઠ કલાક સુધી ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં, ભારત તરફથી ચીનને પીછેહઠ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે ચીન તેના પર ગુસ્સે થઈ ગયું અને ચીને કહ્યું કે ભારત ગેરવાજબી માંગણી કરી રહ્યું છે, જેના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. ચીને કહ્યું કે તમારી આવી માંગથી વિવાદ વધુ વધશે.  લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ભારતીય પક્ષે વિવાદિત વિસ્તારોના મુદ્દાઓને ઉકેલવા માટે રચનાત્મક સૂચનો આપ્યા, ત્યારે ચીની પક્ષ તેના માટે સંમત ન હતો અને પોતે કોઈ ઉકેલ પણ આપ્યો ન હતો. તેથી આ બેઠક નિરર્થક રહી. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment