Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
HomeઇતિહાસIndependent India: ભારત, હિન્દુસ્તાન અને ઇન્ડિયા? કઇ રીતે એક દેશને મળ્યા ત્રણ નામ?

Independent India: ભારત, હિન્દુસ્તાન અને ઇન્ડિયા? કઇ રીતે એક દેશને મળ્યા ત્રણ નામ?

India
Share Now

દેશ તેનો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, થોડા વર્ષ પહેલાં સંસદમાં દેશના નામને લઇને ચર્ચા ચાલતી હતી, પણ આપણો દેશ જ્યારે 15 મી ઓગસ્ટે 75 મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે ત્યારે તમને પણ સવાલ થવો જોઇએ, કે ભારત દેશનું નામ ભારત પડવા પાછળનું કારણ શું? ભારત (Bharat) ને પહેલાં બીજા નામ પણ હતી, આ સિવાય ભારતને( Bharat) આપણે ભારત, ઇન્ડિયા અને હિન્દુસ્તાન (Hindustan) કહીને બોલાવીએ છીએ. તો એક દેશના ત્રણ નામ કઇ રીતે પડ્યા હશે તેની રોચક કહાની OTT India પર આપણે જાણીશુ….

Flag

Image Courtesy: Ramesh Pathania MINT via GettyImages

ભારત નામ કઇ રીતે પડ્યુ?

દેશના નામને લઇને ઘણી કહાનીઓ પ્રખ્યાત છે, પ્રાચીનકાળથી જ ભારતભુમિનું નામ અલગ-અલગ રહ્યું છે, મસલન જમ્બુદ્વીપ,ભારતખંડ, હિમવર્ષ , અજનાભવર્ષ,ભારતવર્ષ ,આર્યાવર્ત, હિન્દ , હિન્દુસ્તાન અને ઇન્ડિયા….

ભારત નામ પાછળ મહાભારતની એક કથા પ્રચલિત છે, માન્યતા છે કે દેશનું ભારત નામ ભગવાન રામના પુર્વજ સમ્રાટ ભારતના નામ પરથી પડ્યુ હતુ, ભરત રાજા દુષ્યન્ત અને રાની શંકુતલા દેવીના પુત્ર હતા. તે ચક્રવતી સમ્રાટ હતા, તેમના વિશે કહેવાય છે કે, ઋષિ કળ્ડને આશીર્વાદ આપ્યા હતો કે, ભરત આગળ જઇને ચક્રવર્તી સમ્રાટ બનશે અને તેમના નામ પરથી જ ભુખંડનું નામ ભારત પ્રસિદ્વ થશે.

ભારત નામની ઉત્પત્તિ રાજા ભરતના નામથી જ થઇ છે, જે બાદ રાજા ભરતે ભારતનો સંપુર્ણ વિસ્તાર કર્યો અને દુનિયામાં તેની ખ્યાતિ ફેલાઇ ગઇ.

Bharata was called Chakravati

Bharata was called Chakravati because he had captured whole “Indian Subcontinent”

રાજાનું સામ્રાજ્ય કાશ્મીર થી કન્યાકુમારી સુધી ફેલાયેલુ હતુ. નાનપણથી જ સિંહ સાથે રમતા હતા, કહેવાય છે કે, તેમના નામ પરથી જ દેશનું નામ ભારતવર્ષ પડ્યુ હતુ.

બીજી એક એવી માન્યતા

બીજી એક એવી માન્યતા છે કે, જ્યારે આર્યો અહીં આવ્યા ત્યારે તે ઘણા બધા કબીલોમાં અહીં ફેલાઇ ગયા, જેમાંથી સૌથી મોટો કબીલો ભારત કહેવાતો હતો, જેના કારણે આ નામ થી જ ભારત નામ આવ્યુ.

જ્યારે સંવિધાનમાં કહેવાયુ છે કે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, પણ ઘણા દેશો એવા છે, જે પોતાના નામ બદલી ચુક્યા છે.

હિન્દુસ્તાન (Hindustan) નામ પડવા પાછળનું કારણ ?

સિંધુ નદીના નામ પરથી હિન્દુસ્તાન નામ આવ્યુ હોય તેવી એક માન્યતા પણ છે, મધ્યયુગમાં તુર્ક અને ઇરાનીઓ ભારતમાં પ્રવેશ કર્યો હતો તે સિંધુ ઘાટીના રસ્તાએ ભારતમાં ઘુસ્યા હતા, તુર્ક અને ઇરાની સ નો ઉચ્ચારણ હ કરતા હતા, જેના કારણે સિંધુનો અપભ્રશં હિંદુ થઇ ગયો જે કારણે કંઇક આ રીતે હિન્દુના દેશને હિન્દુસ્તાન નામ મળ્યુ,

હિન્દુસ્તાન શબ્દના પાછળ પણ એક અલગ ઇતિહાસ છે, જેમાં એક છે, સિંધુ નદી…જી હા, મધ્યયુગમાં તુર્ક અને ઇરાનિયોએ ભારતમાં પ્રવેશ કર્યો હતો, જે સિઁધુ ઘાટી પહોંચ્યા હતા, અહીના લોકોએ તેમને હિન્દુ નામથી ઓળખ્યા અને હિન્દુઓના દેશને હિન્દુસ્તાન નામ આપવામાં આવ્યુ.

Sindhu

Source: Edugeography.com

કહેવાય છે કે, Darius I એ સૌ પ્રથમ સિંધુ ઘાટી પર અધિકાર કર્યો હતો, તેણે હિન્દુ નદીના પાછળ વાળી ભુમિને હિન્દુસ્તાન કહ્યું હતુ. કદાચ મધ્ય એશિયાઇ કાળમાં પ્રત્યય ‘સ્તાન’  હિંદુઓની સાથે જોડી દેવામાં આવ્યો હતો. બંને શબ્દના યોગથી બનેલો શબ્દ હિન્દુસ્તાન.

ઇન્ડિયા નામ દેશનુ કઇ રીતે પડ્યુ?

ઇન્ડિયા (India)

પ્રાચીન કહાનીઓમાં જુદા જુદા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે અંગ્રેજ ભારતમાં આવ્યા ત્યારે તેમને હિન્દુસ્તાન બોલવામાં મુશ્કેલી આવતી હતી, જ્યારે તેમને ખબર પડી કે સિંધુ ઘાટીનું નામ ઇંડસ વેલી છે, તેમણે દેશનું નામ ઇંન્ડિયા આપી દીધુ.

India Independence Day

AP Photo/Rajanish Kakade)

આ સિવાય કહેવાય છે કે, જ્યારે ભારતમાં એલેક્જેન્ડર આવ્યો ત્યારે તેને હિન્દુના અંગ્રેજી શબ્દ Hindu શબ્દમાંથી H હટાવીને દેશને Indu નામથી ઓળખવામાં આવ્યા, જેના બાદ તે ઇન્ડિયા બની ગયુ.

તુર્ક અને ઇરાનિયો બાદ અંગ્રેજ ભારત આવ્યા હતા, તેમણે પણ ભારતના નામનો આધાર સિંધુ નદી એટલે કે, નદી ઇંડસ અને રિવરને માન્યો, માનવામાં આવ્યા છે કે,ઇંડસ નું નામ પર દેશનું નામ ઇન્ડિયા કરી દીધુ, ત્યારથી ભારતનું નામ ઇન્ડિયા ઉચ્ચારિત થવા લાગ્યુ. સંવિધાનમાં આ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત.

 

આ પણ વાંચો:  કેવી રીતે મળી દેશના ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજની માન્યતા?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment