Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeડિફેન્સદેશનું પ્રથમ માનવયુક્ત સમુદ્રી મિશન ‘સમુદ્રયાન’ લોન્ચ, દુનિયાના અમુક દેશો પાસે જ છે આવી ક્ષમતા

દેશનું પ્રથમ માનવયુક્ત સમુદ્રી મિશન ‘સમુદ્રયાન’ લોન્ચ, દુનિયાના અમુક દેશો પાસે જ છે આવી ક્ષમતા

Samudrayaan-Jitendra
Share Now

દેશનું પ્રથમ માનવ યુક્ત સમુદ્ર મિશન સમુદ્રયાન શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે, ભારત વિશ્વના એવા દેશોની યાદીમાં સામેલ થયું જે પાણીની અંદરની ગતિવિધિઓ માટે માનવ મિશન ચલાવવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્ર સિંહે ચેન્નાઈમાં તેનું લોકાર્પણ કર્યું.

સબમરીન ‘મત્સ્ય 6000’ની પ્રાથમિક ડિઝાઇન તૈયાર

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આનાથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને ઘણી મદદ મળશે. દરિયામાં 1 હજારથી 5500 મીટરની ઉંડાઈએ મળી આવતા પોલીમેટાલિક મેંગેનીઝ નોડ્યુલ્સ, ગેસ હાઈડ્રેટ, હાઈડ્રો-થર્મલ સલ્ફાઈડ્સ અને કોબાલ્ટ ક્રસ્ટ્સ જેવા નિર્જીવ સંસાધનોની શોધ સરળ બનશે. કેન્દ્રીય મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે માનવસહિત સબમરીન મત્સ્ય 6000ની પ્રારંભિક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તેના પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:PM મોદીએ ઈટલીના વડાપ્રધાન સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી વાતચીત

પ્રારંભિક સંસ્કરણનું સમુદ્રી પરીક્ષણ 2022 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં અપેક્ષિત

ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે માનવસહિત સબમરીનના પ્રારંભિક સંસ્કરણનું સમુદ્રી પરીક્ષણ 2022 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં અપેક્ષિત છે. તેમણે કહ્યું હતું કે પાણીની અંદર શોધ વાહનો માટે ઉચ્ચ રિઝોલ્યુશન બાથમેટ્રી, જૈવ વિવિધતાનું આંકલન, ભૂ-વૈજ્ઞાનિક અવલોકન અને શોધ પ્રવૃત્તિઓ તેમજ બચાવ કામગીરી જરૂરી છે. વર્ષ 2020માં વિકસિત ચીનની માનવસહિત સબમરીન ફેન્ડોઝ તાજેતરમાં જ 11 હજાર મીટરની ઉંડાઈમાં ડૂબકી મારી હતી.

માનવયુક્ત સબમરીનની વિશેષતાઓ

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અધિકારીઓએ માહિતી આપી હતી કે ડીપ ઓશન મિશન હેઠળ, માનવ રહિત રોબોટિક વાહનો અને 6000 મીટરની ઊંડાઈ સુધી જવા માટે સક્ષમ સ્વદેશી માનવયુક્ત સબમરીન વિકસાવવામાં આવી રહી છે. 2.1 મીટર વ્યાસ ટાઇટેનિયમ એલોય ત્રણ વ્યક્તિઓને વહન કરવા માટે રચાયેલ છે. કટોકટીની સ્થિતિમાં તેની ઓપરેશનલ ક્ષમતા વધારી શકાય છે. તે કંટ્રોલ, કોમ્યુનિકેશન સિસ્ટમ, લોન્ચિંગ અને રિકવરી સિસ્ટમથી સંપૂર્ણ રીતે સજ્જ હશે.

ઉલ્લેખનીય છે કે, દેશનું પ્રથમ માનવ યુક્ત સમુદ્ર મિશન સમુદ્રયાન શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે, ભારત વિશ્વના એવા દેશોની યાદીમાં સામેલ થયું જે પાણીની અંદરની ગતિવિધિઓ માટે માનવ મિશન ચલાવવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્ર સિંહે ચેન્નાઈમાં તેનું લોકાર્પણ કર્યું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment