Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeસ્પોર્ટ્સભારતીય મહિલા હોકી ટીમની સેમિફાઇનલમાં હાર, બ્રોન્ઝ ની આશા જીવંત

ભારતીય મહિલા હોકી ટીમની સેમિફાઇનલમાં હાર, બ્રોન્ઝ ની આશા જીવંત

Women Hockey
Share Now

ભારતીય હોકી વુમન ટીમ (Women’s Hockey) ઓલમ્પિકમાં સેમિફાઇનલમાં  ટીમ અર્જેન્ટીનાના વિરુદ્વ રમી રહી હતી, ત્યારે અર્જેન્ટીનાની ટીમ પોતાના આક્રમક રમત માટે જાણીતી છે, ટીમ ઇન્ડિયાની પાસે ઓલમ્પિકની ફાઇનલમાં સ્થાન બનાવવાનો આ સુંદર અવસર હતો. 

ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું પણ છતાં તે ફાઇનલમાં પહોંચ્યુ નહી, બંને ટીમે ગોલ્ડ મેડલ મેળવવા માટે જાન લગાવી દીધી હતી તેમ કહી શકાય, પહેલા હાફ સુધી સ્કોર 1-1 થી બરાબર જ હતો, ભારત અને અર્જેન્ટીના બંને 30 મીનીટના આ શાનદાર રમતમાં હોકી રમી હતી.

 

હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે બ્રિટેન સાથે અથડાશે. ઓલમ્પિકમાં હોકી ફાઇનલ નેધરલેન્ડ અને અર્જેન્ટીનાની વચ્ચે રમાશે.

 

ઓલમ્પિકની સેમીફાઇનલમાં અર્જેન્ટીનાની 2-1 થી ભારતને હરાવ્યુ હતુ, પણ આ મેચ શાનદાર કસાકસી જોવા મળી હતી. અર્જેન્ટીનાએ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. ચૌથા ક્વાટરમાં બંને ટીમ તરફથી એકપણ ગોલ થયો નહોતો. હાર બાદ પણ ભારતીય મહિલા હોકી ટીમ પાસે મેડલ મેળવવાની તક છે, જેના માટે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટ ગ્રેટ બ્રિટનની સાથે રમશે.

ભારતીય ટીમે આક્રામક રમત રમી, પણ પ્રથમ ક્વાર્ટરમાં જ શુરુઆતમાં ગુરજીત કૌરે ભારતને બઢત આપી  હતી. જે બાદ ત્રીજા ક્વાટરમાં ભારત કરતાં અર્જેન્ટીનાની ટીમ આગળ આવી ગઇ હતી. હાફ ટાઇમ બાદ ભારતે અર્જેન્ટીના પર દબાવ નાંખ્યો અને બીજો ગોલ કરીને ભારત પર બઢત બનાવી લીધી હતી.

ઓલમ્પિકમાં બીજી બાજુ  રવિ દહિયાએ સેમિફાઇનલ મુકાબલામાં કજાકિસ્તાનના નુરિસ્લામ સનાયેવને હરાવીને ભારત માટે રજત પદક પ્રાપ્ત કર્યા છે. જેથી સુશિલ કુમાર બાદ રેસલિંગમાં ફાઇનલમાં પહોંચનારા બીજા ભારતીય બની ગયા છે. જે સાથે ભારતનું એક મેડલ પાક્કુ થઇ ગયુ છે. હવે આ મેડલ કયુ હશે તે ફાઇનલ નથી. પણ દેશને 4થું મેડલ પાક્કુ છે. 

જેની પહેલાં  ઓલમ્પિકમાં  ભારતીય મહિલા બોક્સર ( Indian boxer ) લવલીના બોરગોહેન ટોક્યો ઓલ્મિપકમાં (Tokyo Olympics) હવે બ્રોન્ઝ (bronze medal) થી હવે સંતોષ કરવો પડ્યો હતો. 

 

આ પણ વાંચો: ભારતીય રેસલર રવિ કુમાર ગોલ્ડ મેડલથી એક ડગલુ દુર : હવે રમશે ફાઇનલ દંગલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment