Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝસુપ્રીમ કોર્ટ: ભારતને મળી શકે છે પ્રથમ મહિલા CJI, 2027 સુધી જોવી પડશે રાહ

સુપ્રીમ કોર્ટ: ભારતને મળી શકે છે પ્રથમ મહિલા CJI, 2027 સુધી જોવી પડશે રાહ

supreme court cji,supreme court,news in gujarati,lattest news
Share Now

ભારતમાં મહિલાઓએ વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ(PRESIDENT) સુધીના પદને શોભવ્યા છે. ત્યારે હવે ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ મળવાની ભારતની આશાઓ પણ વધી છે. ભારતને 2027 માં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ (CJI) મળી શકે છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટની(SUPREME COURT) કોલેજિયમે 22 મહિના પછી સરકારને નવ નામોની ભલામણ મોકલી હતી. આ ભલામણમાં ત્રણ મહિલાઓના નામ પણ સામેલ છે. જોકે, પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ માટે ભારતે 2027 સુધી રાહ જોવી પડશે.

સુપ્રીમ કોર્ટમાં નવ જજોની થવાની છે નિમણૂક 

ભૂતપૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ(RANJAN GOGOI) નવેમ્બર 2019 માં નિવૃત્ત થયા બાદ સુપ્રીમ કોર્ટની(SUPREME COURT) કોલેજિયમે કેન્દ્ર સરકારમાં નિમણૂક માટે એક પણ નામની ભલામણ કરી ન હતી. જસ્ટિસ નરીમન 12 ઓગસ્ટના રોજ નિવૃત થયા બાદ સુપ્રીમ કોર્ટમાં 9 જજોની જગ્યા ખાલી પડી હતી. પરંતુ હવે 18 ઓગસ્ટ એટલે કે આજે જસ્ટિસ નવીન સિન્હા પણ નિવૃત્ત થવાના છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટમાં 10 લોકોની જગ્યા ખાલી થઈ જશે.

supreme court cji,supreme court,news in gujarati,lattest news

આ પણ વાંચો:પેગાસસ જાસૂસી મુદ્દે સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ બાબતોને ગુપ્ત રાખવાની આપી મંજૂરી

નવ નામોમાં ત્રણ મહિલા જજ 

સુપ્રીમ કોર્ટમાં 10 જજોની જગ્યા ખાલી પડી છે. ત્યારે કોલેજિયમ(Collegium) દ્વારા કેન્દ્ર સરકારને નિમણૂક માટે નવ નામ મોકલવામાં આવ્યા છે. કોલેજીયમ દ્વારા સરકારને જે નામો મોકલવામાં આવ્યા છે તેમાં કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથનાનું નામ સામેલ છે. જે પ્રમોશન દ્વારા દેશની પ્રથમ મહિલા CJI બની શકે છે. આ ઉપરાંત કોલેજિયમે તેલંગાણા હાઈકોર્ટના હિમા કોહલી અને ગુજરાત હાઈકોર્ટના(GUJARAT HIGH COURT) બેલા ત્રિવેદીના નામની પણ ભલામણ કરી છે. આ ત્રણ મહિલા જજો ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અભય શ્રીનિવાસ (કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), ગુજરાતના વિક્રમ નાથ (ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), સિક્કિમના જીતેન્દ્ર કુમાર મહેશ્વરી(સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), કેરળના સીટી રવિકુમાર (કેરળ હાઈકોર્ટના જજ) અને એમએમ સુંદરેશનો(કેરળ હાઈકોર્ટમાં જજ) પણ સમાવેશ થાય છે.

અત્યારે સુપ્રીમ કોર્ટમાં માત્ર એક મહિલા જજ 

અત્યારે સુપ્રીમ કોર્ટમાં માત્ર એક મહિલા જજ છે. તેમનું નામ જસ્ટિસ ઇન્દિરા બેનર્જી છે પરંતુ, જસ્ટિસ બેનર્જી આવતા વર્ષે સપ્ટેમ્બર 2022 માં નિવૃત્ત થવાના છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી માત્ર આઠ મહિલા જજની નિમણૂક થઈ છે. જો કેન્દ્ર સરકાર કોલેજિયમની તમામ ભલામણો સ્વીકારે તો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 33 થશે. કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણોને કેન્દ્ર સરકાર સમીક્ષા માટે પરત મોકલી શકે છે, પરંતુ જો કોલેજિયમ ફરીથી તે નામોની ભલામણ કરે તો કેન્દ્ર સરકારે તેને સ્વીકારવું ફરજિયાત રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં મહિલાઓએ વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધીના પદને શોભવ્યા છે. ત્યારે હવે ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ મળવાની ભારતની આશાઓ પણ વધી છે. ભારતને 2027 માં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ (CJI) મળી શકે છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે 22 મહિના પછી સરકારને નવ નામોની ભલામણ મોકલી હતી. આ ભલામણમાં ત્રણ મહિલાઓના નામ પણ સામેલ છે. જોકે, પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ માટે ભારતે 2027 સુધી રાહ જોવી પડશે.

No comments

leave a comment