Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝતાલિબાન સંકટ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન, ભારત માટે પડકારો વધ્યા

તાલિબાન સંકટ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન, ભારત માટે પડકારો વધ્યા

rajnathsingh,afghanistan,taliban,lattest news,news in gujarati
Share Now

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે(Rajnathsingh) ગુરુવારે કહ્યું કે વૈશ્વિક સ્તરે બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિએ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોમાં વધારો કર્યો છે.  તેમણે દેશમાં એક મજબૂત, સક્ષમ અને સંપૂર્ણપણે ‘આત્મનિર્ભર’ સંરક્ષણ ઉદ્યોગની હિમાયત કરી છે. સંરક્ષણ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનના(Taliban) કબજા બાદ ભારત સહિત અન્ય દેશોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કર્યા વિનાજ કહી વાત 

રાજનાથ સિંહે(Rajnathsingh) અફઘાનિસ્તાન(Afghanistan) પર કોઈ સ્પષ્ટ સંદર્ભ આપ્યા વિના કહ્યું કે, “આજે વિશ્વભરમાં સુરક્ષાનો માહોલ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. આ કારણે, આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ પડકારો વધી રહ્યા છે તેમજ વધુ જટિલ બની રહ્યા છે. વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ સતત બદલાતી રહે છે.

rajnathsingh,afghanistan,taliban,lattest news,news in gujarati

આ પણ વાંચો:પત્ની ગમે તેટલી હોય બાળકો બે જ હોવા જોઈએ 

ફોકસ મજબૂત, સક્ષમ અને ‘આત્મનિર્ભર’ સંરક્ષણ ઉદ્યોગ પર હોવું જોઈએ

‘ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ’ (IDEX) પહેલ ‘ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જ 5.0′ લોન્ચ કર્યા બાદ રાજનાથ સિંહે કહ્યું કે ઝડપથી બદલાતા સુરક્ષા પડકારોને જોતા ભારતને સશસ્ત્રની જરૂરિયાતોને પૂરી કરવા માટે મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર રક્ષા ઉદ્યોગ પર ધ્યાન આપવું જરૂરી છે.  સંરક્ષણ મંત્રીએ કહ્યું, આપણે માત્ર મજબૂત, આધુનિક અને સુસજ્જ દળો જ નહીં બનાવીએ, પરંતુ આપણા સંરક્ષણ ઉદ્યોગનો પણ વિકાસ કરીએ. જે સમાન રીતે મજબૂત, સક્ષમ અને સૌથી અગત્યનું કે તે સંપૂર્ણપણે’ આત્મનિર્ભર બને. 

 સંરક્ષણ ક્ષેત્રને મજબૂત અને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા માટે કર્યું આહ્વાન 

ખાનગી ક્ષેત્રને પણ આ ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, જ્યારે પણ ટેકનોલોજીની વાત આવે છે ત્યારે અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા આધુનિક દેશો મારા ધ્યાનમાં આવે છે.  આ આધુનિક દેશોએ તેમની ટેકનોલોજીની તાકાત પર પ્રગતિ કરી છે. સરકાર તરફથી તમામ સંભવિત સહકારની ખાતરી આપતા હું દેશના ખાનગી ક્ષેત્રને આગળ આવવા અને મજબૂત અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કરું છું.

સરકારે કેટલાક સુધારાત્મક પગલાં લીધા 

પાછળના કેટલાક વર્ષોમાં, સરકારે ભારત દેશને એક સંરક્ષણ ઉત્પાદન માટે હબ બનાવવા માટે ઘણા સુધારાત્મક પગલાં લીધા છે. તેમજ કેટલીક પહેલ પણ કરી છે. ગત વર્ષે ઓગસ્ટમાં રાજનાથ સિંહે જાહેરાત કરી હતી કે ભારત 2024 સુધીમાં 101 હથિયારો અને લશ્કરી ચીજવસ્તુઓ જેમ કે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, પરંપરાગત સબમરીન, ક્રુઝ મિસાઇલો અને સોનાર સિસ્ટમની આયાત બંધ કરશે.

ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે(Rajnathsingh) ગુરુવારે કહ્યું કે વૈશ્વિક સ્તરે બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિએ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોમાં વધારો કર્યો છે.  તેમણે દેશમાં એક મજબૂત, સક્ષમ અને સંપૂર્ણપણે ‘આત્મનિર્ભર’ સંરક્ષણ ઉદ્યોગની હિમાયત કરી છે. સંરક્ષણ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારત સહિત અન્ય દેશોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment