કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે ક્રિકેટ સિરીઝની (India ODI Series) ફાઈનલ તારીખ સામે આવી ગઈ છે. ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મેચ 18 જુલાઈએ રમાશે. બન્ને દેશો વચ્ચે 3 ODI મેચો રમાવાની છે. જેની પ્રથમ મેચ 18 જુલાઈ, બીજી મેચ 20 જુલાઈ અને ત્રીજી ફાઈનલ મેચ 23 જુલાઈના રોજ રમાશે.
પહેલા 13 થી 25 જુલાઈએ રમાવાની હતી સિરીઝ
શ્રીલંકન ટીમમાં કોરોના ફેલાવાના કારણે મેચની તારીખો બદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ સિરીઝ 13 થી 25 જુલાઈ વચ્ચે રમાવાની હતી. જો કે હવે BCCIના ચીફ સૌરવ ગાંગુલીએ પુષ્ટિ કરી છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી વન-ડે સિરીઝ (India ODI Series) 18 જુલાઈથી શરૂ થશે. પહેલા આ સિરીઝ કોલંબોમાં 13 જુલાઈથી શરૂ થવાની હતી, પરંતુ હવે તેની તારીખ આગળ વધારવામાં આવી છે.
શ્રીલંકન સ્ક્વોડમાં કોરોનાનો પગપેસારો
શ્રીલંકાના બેટિંગ કૉચ ગ્રાન્ટ ફ્લાવર ગુરુવારે કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. જે બાદ ટીમના તમામ સભ્યોનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તમામ રિપોર્ટ શુક્રવારે સામે આવ્યા હતા, જેમાં વીડિયો એનાલિસ્ટ જીટી નિરોશનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો: દેશની તિજોરી છલકાઈ..! ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 610 અબજ ડૉલરને પાર
જો કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)એ તમામ ખેલાડીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાણકારી આપી છે. જો કે ક્રિકેટર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન-ડે સિરીઝની (India ODI Series) તારીખ આગળ લંબાવવામાં આવી છે. આમ સિરીઝની તારીખોમાં ફેરફાર હોસ્ટ શ્રીલંકન સ્ક્વોડમાં કોરોનાના પગપેસારા બાદ કરવામાં આવ્યો છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે વૈકલ્પિક પ્લાન તૈયાર રાખ્યો India ODI Series
કોરોનાની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પહેલાથી જ વૈકલ્પિક પ્લાન તૈયાર કરીને રાખ્યો છે. ખેલાડીઓના બે અલગ-અલગ ગ્રુપને બાયો બબલમાં રાખવામાં આવ્યા છે. જૈ પૈકી એક ગ્રુપ કોલંબો અને બીજું દાંબુલામાં છે. જરૂર જણાશે ત્યારે આ ગ્રુપમાં રહેલા ખેલાડીઓને ભારત વિરુદ્ધ સિરીઝ (India ODI Series) રમવા ઉતારી શકાશે.
શ્રીલંકા પ્રવાસ માટેની ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, નીતિશ રાણા, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજુ સેમશન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દિપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા…
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt