Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝવિશ્વને ૫૦ ટકા ચોખા નિકાસ કરીને ભારત બનાવશે રેકોર્ડ

વિશ્વને ૫૦ ટકા ચોખા નિકાસ કરીને ભારત બનાવશે રેકોર્ડ

India Rice Export Likely to Reach Half of Global Demand This Year
Share Now

નવી દિલ્હી : ભારત ખેતી પ્રધાન દેશ છે એ બાબતથી સમગ્ર વિશ્વ માહિતગાર છે. મોદી સરકાર ભારતમાં ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં ઉઠાવી રહ્યા છે. આ પગલામાં ખેડૂતોની આવક વધારવાથી લઈને કૃષિ ઉત્પાદનની નિકાસને સરળ બનાવવા સુધીની કામગીરી સામેલ છે. આ ક્રમમાં સરકારે અનેક બંદરોની હેંડલિંગ મર્યાદા પણ વધારી દીઘી છે. ત્યારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચાલુ વર્ષે ભારત વિશ્વભરમાં ચોખાની કુલ માંગ પૈકી ૪૫ ટકા નિકાસ(India Rice Export) કરી શકે છે,વર્તમાન સમયમાં નિકાસ મામલે ભારત ટોચના સ્થાને છે.

 

India Rice Export

India Rice Export

વાણિજય મંત્રાલયના આંકડા અનુસાર ભારતે વર્ષ ૨૦૨૧ના શરૂના ૭ મહિનામાં અંદાજે ૧૨.૮૪ મિલિયન તન ચોખાની નિકાસ(India Rice Export) કરી છે.જે ગત વર્ષની તુલનાએ ૬૫ ટકા વધારે છે.

ચીન બાદ ભારત વિશ્વનઓ સૌથી મોટો ચોખાની ખેતી કરતો દેશ છે.જે આફ્રિકા અને એશિયામાં ચોખાની સપ્લાય કરે છે.ચાલુ વર્ષે ભારતની ચોખાની કુલ નિકાસ ૨૨ અબજ ટન સુધી પોહચી શકે છે.આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ એના પરથી આવી શકે છે કે ભારત પછી સૌથી મોટા ચોખા નિકાસકાર થાઇલેન્ડ,વિયેતનામ અને પાકિસ્તાનની કુલ નિકાસ ૨૨ અબજ ટનથી ઓછું છે.

ઓલ ઇન્ડિયાના ચોખા બિઝનેસના વાઈસ પ્રેસીડન્ટ નીતિન ગુપ્તાના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે અન્ય દેશોની સાથે સાથે ચીન,વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોએ પણ ભારત પાસેથી ચોખાની ખરીદી કરી છે.

આ પણ વાંચો  : છૂટાછેડાનો દોર : વધુ એક અરબપતિ દંપતી થશે અલગ, પોલસનના Divorce હશે સૌથી મોંઘા

ભારતના નિકાસમાં ચોખાનો મહત્વનો ફાળો 

વર્ષ 2020માં ભારતની નિકાસ અંદાજે ૪૯ ટકા વધીને ૧૪.૭ મિલિયન ટન પર પોહચી ગઈ હતી.જેનું એક કારણ બિન બાસમતી ચોખાનું શિપમેન્ટ ૭૭ ટકાથી વધીને ૯.૭ મિલિયન ટન થઇ ગયું હતું. ગુપ્તાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં બિન બાસમતી ચોખાની નિકાસ(India Rice Export) અંદાજે બમણી થઇ ૧૮ મિલિયન ટન નજીક પોહચી શકે છે.

ભારતના ચોખા થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશોની તુલનાએ માર્ચ મહિનાથી ઘણાં સસ્તા છે. જયારે ચોખાની વૈશ્વિક માંગ વધી છે. ભારતના ચોખાની નિકાસ(India Rice Export)નું મુખ્ય બંદર આંઘ્રપ્રદેશના કાકીનાડામાં છે.

India Rice Export: India may corner nearly half of global rice trade as exports soar to record, Rice exports seen at 22 mln T vs 14.7 mln T yr ago

આ પોર્ટ પર ભીડ વધી ગઈ હોવાથી ગત વર્ષે અમુક ગ્રાહક દેશ બીજા સપ્લાયર દેશો પાસે જતા રહ્યા હતા. એટલું જ નહિ ભારત તરફથી પ્રતિ ટન ૧૦૦ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવતું હતું પરંતુ સફળતા મળી ન હતી જેથી રાહત આપવા માટે સરકારે કાકીનાડાની પાસે જ એક અન્ય બંદર પર શિપમેન્ટની મંજુરી આપી હતી જેથી બીજા સપ્લાયર પાસે જનાર ગ્રાહક દેશ પણ ભારત જોડે યથાવત રહે. કાકીનાડાની પાસેના બંદરથી વર્ષ ૨૦૨૧માં ઓછામાં ઓછા ૧ મિલિયન ટન ચોખાની નિકાસ(India Rice Export) અત્યાર સુધી થઇ ગઈ છે.

આ પણ વાંચો  :  Amazon એ ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપી? કંપનીના કર્મચારીઓએ જ લગાવ્યો આરોપ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment