Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeસ્પોર્ટ્સશ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ધવનને બનાવાયો કેપ્ટન

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ધવનને બનાવાયો કેપ્ટન

SHIKHAR DHAWAN
Share Now

BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે વન-ડે અને T-20 ટીમની જાહેરાત કરી છે. ભારતની મુખ્ય ટીમ હાલ WTCની ફાઇનલ રમવા ઇંગ્લેન્ડમાં છે ત્યાં તે 18 જૂનથી ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ રમશે તે બાદ તેઓ ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે. તેવામાં હવે શ્રીલંકા પ્રવાસ માટે ટીમ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતના સ્ટાર ખેલાડીઓ આમાં ભાગ નહિ લઇ શકે. તેથી આ પ્રવાસ માટે શિખર ધવનને કેપ્ટન બનાવામાં આવ્યો છે. શિખર ધવન વન-ડે અને T -20 એમ બને ટીમનો કેપ્ટન રહશે. અને ઉપકેપ્ટન પદ માટે ભુવનેશ્વરને પસંદ કરવામાં આવ્યો છે. 

ભારત અને શ્રીલંકા પ્રવાસ

ભારત અને શ્રીલંકા 3 વન-ડે અને 3 T-20 રમશે. ભારત પેહલા 3 વન-ડે  13, 16 અને 18 જુલાઈના રોજ રમશે. તે બાદ 3 T-20  21, 23 અને 25 જુલાઈના રોજ રમાંશે. તમામ મેચ કોલંબો સ્ટેડિયમ  ખાતે યોજાશે.

 

ભારતીય ટીમ(INDIA SQUAD )

શિખર ધવન( કેપ્ટન), પૃથ્વી શૉ, ઋતુરાજ ગાયકવાડ, સૂંજુ સેમસંગ, ઈશાન કિશાન, સુર્યકુમાર યાદવ, દેવદત્ત પડિક્કલ, નીતીશ રાણા, હાર્દિક પંડયા, કુણાલ પંડયા, ક્રિષ્નપા ગૌતમ, યૂઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, દીપક ચહર, ચેતન સાકરીયા, નવદીપ સૈની.

CHETAN SAKARIYA

IMAGE CREDIT- BCCI

ચેતન સાકરીયા

 ટીમમાં ઘણા પ્લયેરો પ્રથમ વાર ઇન્ટરનેશનલ મેચ રમવા જઈ રહા છે. આ ટીમમાં ભાવનગરના ખેલાડી ચેતન સાકરીયાને પણ પસંદ કરવામાં આવ્યો છે. સાકરીયા આ IPL સીઝનમાં રાજસ્થાન તરફથી રમ્યો હતો અને તેણે તેની બોલિંગથી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. સાકરીયાએ ઘરેલુ ક્રિકેટમાં પણ સારો દેખાવ કર્યો હતો. ચેતન સાકરીયાને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો પણ પરિવારની આર્થિક હાલત ઠીક ન હોવાથી તેને નોકરી કરી અને ક્રિકેટ પ્રેકટીસ પણ ચાલુ રાખી. તે બાદ તે સૌરાષ્ટ ક્રિકેટમાં જોડાયો. અને લગાતાર સારું પર્ફોમન્સ આપી ને IPLમાં તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો. અને આજે તેને ઇન્ડિયા ટીમ (INDIA SQUAD )પણ સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો:યુરો કપમાં 24 ટીમો વચ્ચે જામશે જંગ, કાલથી થશે શરૂઆત

INDIAN TEAM

આ સાથે ભારતીય ટીમમાં ઘણા નવા ખેલાડીને તક આપવામાં આવી છે. તેમાં દેવદત્ત પડિક્કલ, નીતિશ રાણા, ઋતુરાજ ગાયકવાડ, ક્રિષ્નપા ગૌતમ, અને વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીને તક આપવામાં આવી છે. આ ખેલાડીઓએ IPL સીઝનમાં ખુબ જ સારો દેખાવ કર્યો હતો. દેવદત્ત અને ગાયકવાડએ પોતાની બેટિંગથી ઘણા રન ફટકારીયા હતા. જયારે નીતીશ રાણા દરેક IPL સીઝનમાં સારો દેખાવ કર્યો છે.તે મિડલ ઓર્ડર બેટ્સમેનની ભૂમિકામાં જોવા મળી શકે છે. વરુણ ચક્રવર્તી એક સ્પિન બોલર છે અને IPLમાં તેને ઘણી વિકેટ ઝડપી છે. સાથે સાથે ક્રિષ્નપા ગૌતમ એક ઓલ રાઉન્ડર છે અને તેને પોતાની બેટિંગ અને બોલિંગથી રાજસ્થાન રોયલ્સને ઘણી મેચો જીતાડી છે. તો હવે આ ખેલાડી ઈન્ટરનેશલમાં કેવો દેખાવ કરે છે તે જોવું રહ્યું.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment