Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeસ્પોર્ટ્સIND vs NZ: આજે જો ભારત ટોસ જીત્યુ તો મેચ પણ જીતી જશે, જાણો કઇ રીતે

IND vs NZ: આજે જો ભારત ટોસ જીત્યુ તો મેચ પણ જીતી જશે, જાણો કઇ રીતે

Share Now

ટી 20 વર્લ્ડ કપમાં  (IND vs NZ T20 World Cup) પાકિસ્તાન સામેની હાર મળ્યા બાદ ભારતે સેમિ ફાઇનલમાં પહોંચવા માટે આજે ન્યુઝિલેન્ડ સામેની મેચમાં જીતવુ જરુરી બનશે, આજે કરો યા મરો જેવી સ્થિતિ દેખાશે.  વિરાટ કોહલીની કેપ્ટનશીમાં અંતિમ ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સેવી રહ્યું છે. આઇસીસીની ટુર્નામેન્ટમાં ન્યુઝિલેન્ડ છેલ્લા 18 વર્ષથી ભારત સામે હાર્યું નથી.  આજે સાંજે 7: 30 વાગ્યે દુબઇમાં આ મેચનો પ્રારંભ થશે. 

of Virat Kohli (centre

File photo

આંકડામાં ભારત વિરુદ્વ ન્યુઝિલેન્ડ

આજે ભારત અને ન્યુઝીલેન્ડ T20 ક્રિકેટમાં 17મી વખત ટકરાવવા જઇ રહ્યું છે, ત્યારે આ પહેલા રમાયેલી 16 મેચોમાં ન્યૂઝીલેન્ડ ભારત સામે ભારે પડ્યુ હતુ. ન્યુઝીલેન્ડે 8 મેચ જીતી છે જ્યારે ભારતે 6 મેચ જીતી છે. જ્યારે બંને વચ્ચે 2 મેચ ટાઈ રહી છે.

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમમાં ભારત 2003 થી icc  ની મેચમાં ન્યુઝિલેન્ડને હરાવી શક્યુ નથી. આ મેચમાં  ભારત એક ફેરફાર કરી શકે તેવુ દેખાઇ રહ્યું છે., તો તે વરુણ ચક્રવર્તીની જગ્યાએ અશ્વિન સાથે હોઈ શકે છે. 2016 બાદ T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમાયેલી મેચમાં બંનેએ મળીને 7 વિકેટ લીધી હતી.

 

જો ભારતના કેપ્ટન આજના મેચમાં ટોસ જીતી જાય છે, તો ભારત પાસે આ મેચ જીતવાના ચાન્સસ છે, કારણ કે, ટી-20 વર્લ્ડ કપ મેચમાં આ જોવા મળ્યુ છે કે, જે ટીમ ટોસ જીતે છે, તે વિજય બની છે,

KL Rahul is set to open the batting for India against New Zealand

 

સુપર 12 મુકાબલામાં 9 મંથી 8 વાર એવુ થયુ હતુ કે, જે ટીમે ટોસ જીત્યો તેનો વિજય થયો હતો, અંતમાં તેજ ટીમ મેચ જીતે છે. ફક્ત બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ ની મેચમાં જ એવુ થયુ કે, જે ટીમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અને અંતમાં 8 વિકેટથી હારી ગઇ હતી.

 

જેથી આજે જે પણ ટીમ ટોસ જીતશે તે ફિલ્ડિંગ કરવાનું નક્કી કરશે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમ: વિરાટ કોહલી, રોહિત, સુર્યકુમાર, બુમરાહ, ચક્રવતિ, ઠાકુર, હાર્દિક, જાડેજા, બી.કુમાર,શમી ,બમીરાહ, ચક્રવર્થી, ઠાકુર, અશ્વિન,કિશન, આર.આર ચહર.

India vs New Zealand In ODI WC 2019, T20 World Cup 2021

India vs New Zealand In ODI WC 2019, T20 World Cup 2021

ન્યુઝિલેન્ડ: વિલિયમસન(કેપ્ટન), ગપ્ટિલ, મિશેલ,કોન્વે, સેઇફર્ટ, નીશમ,ફિલિપ્સ,સાન્ટનર,સોઢી,બોલ્ટ, સાઉથી,ચેપમેન,મિલ્ને,જેમીસન અને ટોડ એસ્ટલ.

 

આ પણ વાંચો: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ વિરાટ પ્રતિમાની વિરાટ વાતો

આવી જ રોચક માહિતી મેળવવા માટે જોતા રહો OTT India

No comments

leave a comment