ભારતીય ટીમનો શ્રીલંકા ટુરનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ શ્રીલંકા સાથે 3 વન-ડે અને 3 T-20 શ્રેણી રમશે. વન-ડે શ્રેણી 13, 16, અને 18 જુલાઈના રોજ રમાશે. અને 21, 23, અને 25 જુલાઈના રોજ T-20 મેચ યોજાશે. સોની સ્પોર્ટ્સ દ્વારા તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. પણ હજુ સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હજુ વેન્યુ નક્કી કરવામાં આવ્યું નથી. BCCI ટૂંક જ સમયમાં આની સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ શ્રેણીનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. IPL રદ્દ થયા પછી ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા પણ હવે જેમ જેમ મેચોની તારીખો જાહેર થઇ રહી છે તેથી ક્રિકેટ રસ્યાઓમાં ફરી ખુશી જોવા મળી રહી છે, કેમ કે હવે IPL પણ 19 સપ્ટેમ્બરથી UAEમાં યોજાવવા જઈ રહી છે.
IMAGE CREDIT- SPORTS ADDA
રાહુલ દ્રવિડ બનશે હેડ કોચ
આ શ્રેણી માટે રાહુલ દ્રવિડને હેડ કોચ બનવામાં આવ્યા છે. રવિ શાસ્ત્રી હાલ વિરાટ કોહલીની ટીમ સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે છે. જેથી રાહુલ દ્રવિડ ભારતની સેકન્ડ ગ્રેડ ની ટીમ સાથે શ્રીલંકા જશે.આમ રાહુલ દ્રવિડ બીજી વાર ભારતીય ટીમના કોચ તરીકે ભારતીય ટીમ સાથે જોડાશે. તે પેહલા રાહુલ દ્રવિડ 2014માં ઇંગ્લેન્ડ ટૂર દરમિયાન બેટિંગ કોચ તરીકે જોડાયા હતા.ટીમ ઇન્ડિયાનો આ પ્રવાસ ટોચના ખેલાડીઓ વગર જ હશે.આ બંને શ્રેણીમાં ઇંગ્લેન્ડ ટૂરમાં પસંદગી પામેલા ખેલાડી ભાગ નહિ લઇ શકે. કારણ કે ભારત ન્યૂઝીલેન્ડ સામે 18 જૂને ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે તે બાદ ભારત ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. તેથી વિરાટ, રોહિત, બુહમરા, રિષભ પંત જેવા ટોચના ખેલાડી આ ટૂરમાં જોવા નહિ મળે. ભારતીય ટીમ અત્યારે ત્રણેય ફોર્મેટમાં અગ્રેસર છે. ભારત ICC T-20 રેન્કિંગમાં બીજા સ્થાને છે જયારે વન-ડેમાં ત્રીજા સ્થાને અને ટેસ્ટમાં પ્રથમ સ્થાને છે.
IMAGE CREDIT- SPORTS ADDA
આ પણ વાંચો: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જામશે ખરાખરીનો જંગ
BCCIએ T-20 વર્લ્ડ કપની તયારી શરૂ કરી
BCCIઆ ટૂરને આ વર્ષે થનારા T-20 વર્લ્ડ માટેની તયારી તરીકે લઇ રહી છે. તેથી આ ટીમમાં યુવા ખેલાડીઓ ને તક આપવામાં આવી શકે છે. જે ખેલાડી એ IPL અને ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદશન કરતા આવ્યા હોઈ તેમને તક મળી શકે છે. આ ટીમમાં શિખર ધવન, હાર્દિક પંડયા, શ્રેયસ ઐયર, સુર્યકુમાર યાદવ, ઈશાન કિશન, બોલર્સમાં ચેતન સાકરીયા, ખલીલ અહેમદ, નવદીપ, આવેશ ખાન, વગેરેને તક મળી શકે છે. દેવદત્ત પડીકલ અને ઋતુરાજ ગાયકવાડ ને પણ તક મળી શકે છે. બંને એ IPLમાં ગણી સારી બેટિંગ કરી હતી. તો હવે જોવું રહ્યું કે આ યંગ ટીમ કેવું પ્રદશન કરે છે
IMAGE CREDIT- NDTV SPORTS
રાહુલ દ્રવિડ કોચ બનવાથી યુવા ખેલાડીઓને ગણું શીખવા મળશે. અને સારો દેખાવ કરી શકશે. આ પેહલા રાહુલ દ્રવિડ 2016માં ઇન્ડિયા અંડર 19 ટીમના કોચ રહી ચુક્યા છે. અને તે ટીમ અંડર 19 વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશી હતી. તે બાદ તેમના કોચિંગમાં જ ટીમ ઇન્ડિયાએ 2018માં અંડર 19 વર્લ્ડ કપ જીત્યો હતો.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4