Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસુપ્રીમ કોર્ટના કોલેજીયમે ભલામણ કરેલા 9 નામમાં ગુજરાતના ૨ નામોને કેન્દ્ર સરકારની મંજૂરી

સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ભલામણ કરેલા 9 નામમાં ગુજરાતના ૨ નામોને કેન્દ્ર સરકારની મંજૂરી

supreme court
Share Now

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા 9 જસ્ટિસની નિમણૂકને મંજૂરી આપી છે. આ નવ જજોમાં ત્રણ મહિલા જજનો પણ સમાવેશ થાય છે. આ નામોમાંથી કોઈ એક આવનારા સમયમાં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ બની શકે છે. કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોમાં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીવી નાગારત્ના, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી પણ સામેલ છે. હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યા છે જેમાં ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ કરવામાં આવી હતી.

કુલ 9 નામની થઈ હતી ભલામણ

કોલેજીયમે જે 9 નામની ભલામણ કરી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી, ચીફ જસ્ટિસ વિક્રમનાથ ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીવી નગરત્ના, તેલંગણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, સિક્સિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જિતેન્દ્રકુમાર મહેશ્વરી, કેરળ હાઈકોર્ટના જસ્ટિસ સીટી રવિકુમાર, અને એમએમ સુંદરેશ સામેલ છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે. નવ જજોની નિમણૂક બાદ પણ સર્વોચ્ચ અદાલતમાં એક પદ ખાલી રહેશે.

આ પણ વાંચો :પંજાબ પોલિટિક્સ : CM કેપ્ટ્નના નેતૃત્વમાં જ લડાશે આગામી વિધાનસભા ચૂંટણી 

જસ્ટિસ નાગારત્ન ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે

cji female કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોમાં જસ્ટિસ નાગારત્ન ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. જો કે તેઓ 25 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર 2027 સુધી જ આ પદ સંભાળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા અને ન્યાયમૂર્તિ ઉદય યુ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાય ચંદ્રચુડ અને એલ નાગેશ્વર રાવ સામેલ હતા.નવેમ્બર 2019માં સીજેઆઈ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈની સેવાનિવૃત્તિ બાદથી કોલેજીયમે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિઓ માટે કેન્દ્ર સરકારને એક પણ ભલામણ મોકલી નહતી. 12 ઓગસ્ટના રોજ જસ્ટિસ નરીમન બહાર થયા બાદ 9 લોકોની જગ્યા ખાલી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment