Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeસ્પોર્ટ્સકેપ્ટન તરીકે વિરાટ કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય T20 મેચ, આજે નામીબિયા સામે મુકાબલો

કેપ્ટન તરીકે વિરાટ કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય T20 મેચ, આજે નામીબિયા સામે મુકાબલો

t 20 world cup
Share Now

સોમવારે T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચ રમવા મેદાનમાં ઉતરશે. ભારતની આ મેચ નામિબિયાની ટીમ સાથે થશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં  ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જોકે ટીમ ઈન્ડિયા તેના ખરાબ પ્રદર્શનને કારણે આ વખતે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચમાં  ભારતની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાની રમત કહેવાય છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. વિરાટ કોહલી કેપ્ટન તરીકે છેલ્લી આંતરરાષ્ટ્રીય T20 મેચ રમશે.

T20માં છેલ્લી વખત વિરાટ કોહલી કરશે સુકાની

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટન તરીકે આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ હશે. વિરાટ કોહલીએ આઈપીએલ પહેલા આની જાહેરાત કરી દીધી હતી. વિરાટે કહ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપ 2021 પછી તે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશિપ નહીં કરે. આખી ટીમ આશા રાખશે કે વિરાટને તેની છેલ્લી ટી-20 કેપ્ટન્સી મેચમાં મોટી જીતની ભેટ આપવામાં આવે. હવે રોહિત શર્માને ટીમ ઈન્ડિયાની T20ની કેપ્ટનશીપ મળી શકે છે.

indian cricket team

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે આ વખતે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન છેલ્લા 9 વર્ષમાં સૌથી ખરાબ રહ્યું છે. 2012 પછી આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી. આ વખતે ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાતી ટીમ ઈન્ડિયાને પહેલા જ મેચમાં પાકિસ્તાન તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. પોતાની આગલી મેચમાં કિવી ટીમ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી.

આજની મેચની સંભવિત ટીમો નીચે મુજબ છે-
ભારત-
રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, રાહુલ ચહર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.

નામિબિયા-
સ્ટીફન બાર્ડ, માઈકલ વાન લિંગન, ક્રેગ વિલિયમ્સ, ગેરહાર્ડ ઈરાસ્મસ, ડેવિડ વિઝ, જેજે સ્મિત, જાન નિકોલ, ટ્રમ્પેલમેન, જેન ગ્રીન, જાન ફ્રાયલિંક અને બર્નાર્ડ શોલ્ટ્ઝ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment