Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeટ્રાવેલભારતમાં બનશે એશિયાનું સૌથી મોટું ઝીરો એમિશન એરપોર્ટ, વાંચો શા માટે છે આ ડ્રીમ પ્રોજેક્ટ

ભારતમાં બનશે એશિયાનું સૌથી મોટું ઝીરો એમિશન એરપોર્ટ, વાંચો શા માટે છે આ ડ્રીમ પ્રોજેક્ટ

NOIDA
Share Now

અપકમિંગ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં નજીકના વિસ્તારો માટે રૂ. 10,000 કરોડના રોકાણની ઉપજ આપે તેવી અપેક્ષા જોવા મળી રહી છે.આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  25 નવેમ્બરે 1 વાગ્યે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. જેમાં નોઈડામાં જેવર ખાતે એરપોર્ટ(Airport) તૈયાર થઈ ગયા બાદ ઉત્તર પ્રદેશ દેશનું એકમાત્ર રાજ્ય બનશે જ્યાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જોવા મળશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં મંગળવારે કહેવામાં આવ્યું કે આ દેશનું પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ હશે.જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવતા, નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Airport) જેને જેવર એરપોર્ટ નામથી પણ ઓળખવામાં આવે છે, તે ટૂંક સમયમાં શરૂ થશે અને 2024 સુધીમાં તેની કામગીરી શરૂ થવાની ધારણા છે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.

એરપોર્ટ નજીકના વિસ્તારો માટે રૂ. 10,000 કરોડના રોકાણ

એશિયાનું સૌથી મોટું અને ભારત દેશના પ્રથમ નેટ ઝીરો-એમિશન એરપોર્ટ તરીકે ઓળખાતા આ એરપોર્ટનો શિલાન્યાસ આજે વડાપ્રધાન દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં કરાશે.દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 72 કિમી અને દાદરી ખાતેના મલ્ટિ-નોડલ લોજિસ્ટિક્સ હબથી 40 કિમી દૂર એટલે કે વ્યૂહાત્મક સ્થાને આવેલા જેવર એરપોર્ટથી ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ મળવાની અપેક્ષા હાલ જોવા મળી રહી છે. નોઈડાને એરપોર્ટની કાર્ગો સેવાઓથી મોટો ફાયદો થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.થોડા જ સમયમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં નજીકના વિસ્તારો માટે રૂ. 10,000 કરોડના રોકાણની ઉપજ આપે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

એશિયાનું સૌથી મોટું અને દેશના પ્રથમ નેટ ઝીરો-એમિશન એરપોર્ટ(Airport)

એશિયાનું સૌથી મોટું અને દેશના પ્રથમ નેટ ઝીરો-એમિશન એરપોર્ટ(Airport) તરીકે ઓળખાતા આ એરપોર્ટનો શિલાન્યાસ આજે વડાપ્રધાન દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં કરવામાં આવશે.તો તેની સાથે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી (Airport) લગભગ 72 કિમી અને દાદરી ખાતેના મલ્ટિ-નોડલ લોજિસ્ટિક્સ હબથી 40 કિમી દૂર એટલે કે વ્યૂહાત્મક સ્થાને આવેલા જેવર એરપોર્ટથી ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ મળવાની અપેક્ષા જોવા મળી રહી  છે. તો આની સાથે જ નોઈડાને એરપોર્ટની(Airport)કાર્ગો સેવાઓથી મોટો ફાયદો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

NOIDA

આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે

જેવર એરપોર્ટ(Airport)કઈ રીતે છે ડ્રીમ પ્રોજેક્ટ 

તે ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે જે ચાર તબક્કામાં બાંધવામાં આવશે.તો સાથે જ  પ્રથમ તબક્કાનો પ્રોજેક્ટ ખર્ચ રૂ. 8,916 કરોડનો છે.જેની સાથે  એરપોર્ટ 1,334 હેક્ટર જમીનમાં ફેલાયેલું હશે અને તે લગભગ 1.2 કરોડ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવતું હશે તેલું જોવા મળશે.તેની સાથે જ ધણા લોકોને રોજગારી મળશે.અને જોબની તકો માત્ર એરપોર્ટ પરના કામથી જ નહીં પરંતુ સ્ટોરેજ, ડિફેન્સ અને ફૂડ જેવા સંલગ્ન ઉદ્યોગોમાંથી પણ  જોવા મળી શકે છે.

તો સંભાવના એવી પણ છે કે આગામી વર્ષોમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(Airport) પરથી ટ્રાફિકને જેવર એરપોર્ટ તરફ વાળવામાં આવશે.નોઇડામાં ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કામાં દર વર્ષે 1.2 કરોડ મુસાફરોની અવરજવર અપેક્ષિત છે.

જેવર એરપોર્ટને હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢ ખાતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે પણ જોડાશે

આ કાર્ય પુર્ણ થયા બાદ 2040-50 સુધીમાં, જેવર એરપોર્ટની ક્ષમતા દર વર્ષે 7 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની હશે.તો તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશ સરકાર જમીન સંપાદન અને પુનર્વસન પર 4,326 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. સાથે જ આ ડિફેન્સ કોરિડોરથી 50 કિલોમીટરના અંતરે આવેલ આ એરપોર્ટ યુવાનોને રોજગારી આપવા ઉપરાંત ઉદ્યોગને વેગ આપવામાં મદદ કરશે.

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની(Airport) કલ્પના ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટર તરીકે કરવામાં આવી રહી છે .જેમાં મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ હબ પણ હશે.તો આ સાથે હાલના યમુના એક્સપ્રેસવે પર એરપાર્ટ હોવાના કારણે  બિજા રાજયનોને પણ જેવર એરપોર્ટને હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢ ખાતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે પણ જોડવામાં આવશે.

 વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment