INDW vs AUSW: ભારતીય ક્રિકેટ વુમન ટીમ (Indian Women Team) અને ઓસ્ટ્રેલિયાની વુમન ટીમ(Australia Women) વચ્ચે આજે મેચ યોજાઇ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ત્રીજી વન ડે અને અંતિમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાને બે વિકેટે હરાવી છે.
ભારતીય બોલર ઝુલન ગોસ્વામીએ રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડે માં એક ઈતિહાસ રચી નાંખ્યો છે, બીજી વનડેની છેલ્લી ઓવરમાં નોબોલના 2 રનના કારણે તેમણે અનેક પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, ઝુલન ગોસ્વામીએ આ મેચની 9 મી ઓવરમાં યજમાન ટિમની 2 વિકેટો લઈને આ ટીકાઓને શાંત કરીને પોતાની કારકિર્દીની 600 વિકેટ પણ પૂરી કરી હતી.
ઈતિહાસ રચી નાંખ્યો
This is the first loss for Australia Women in ODI since October 29th, 2017 – This is the moment to remember, Great win for India Women's team. pic.twitter.com/BgL0v9ueVS
— Johns. (@CricCrazyJohns) September 26, 2021
ભારતે આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાની વન ડે માં સતત 26 મેચ જીત્યા બાદ સ્ટ્રીક ને રોકી દીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ 26 મેચ જીતવા માટે સફળ રહી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલાં બોલિંગ કરી હતી,પણ 50 ઓવરમાં 9 વિકેટે લઇને 264 રન બનાવ્યા હતા. જે બાદ ભારતમાં 50 માં ઓવર માં 8 વિકેટ ખોલીને લક્ષ્યને પ્રાપ્ત કર્યો હતો. 49.3 ઓવરમાં ભારતીય મહિલા ટીમે 8 વિકેટ ખોલીને 266 રન બનાવીને મેચમાં દિલધડક જીત પ્રાપ્ત કરી હતી.
વિજયનો ચોગ્ગો
Most consecutive victories in
Men's
Test: 16 – Australia (twice)
ODI: 21 – Australia
T20I: 12 – Afghanistan/Romania*Women's
Test: 3 – Australia (thrice)/India
ODI: 26 – Australia
T20I: 17 – Thailand* in progress
— Mohandas Menon (@mohanstatsman) September 26, 2021
ટીમને જીત મેળવવા માટે બસ 4 રનની જરુર હતી, ત્યાં જ લાસ્ટ ઓવરમાં 4 રન ફટકારીને ઝુલને ભારતને શાનદાર જીત પ્રાપ્ત કરાવી હતી.
એમ કહી શકાય કે, બીજી વન ડે ના લાસ્ટ ઓવરમાં ઝુલને નો બોલના કારણે ભારતને મળી હતી હાર, જેનો બદલો લેવા માટે અનુભવી ઝુલને તે હારનો બદલો લઇને લોકોને ચોંકાવી દીધા હતા.
જુઓ વીડિયો
ભારત તરફથી યાસ્તિકા ભાટિયાએ 64 રન અને શૈફાલી વર્માએ 56 રનની ઇનિંગ્સ રમી હતી.. જે બાદ દિપ્તી શર્માએ 31 અને સ્નેહ રાણાએ 30 રનની મહત્વની ઇન્ગિસ રમીને ભારતને જીત અપાવી.
આ પહેલાં ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમની તરફથી મોનુએ 52 રન બનાવ્યા હતા, જેમાં ગાર્ડનરે 64 રન કરીને ટીમને 264 રન સુધી પહોંચાડી હતી. ભારત માટે સ્ટાર બોલર ઝુલન ગોસ્વામીએ સૌથી વધુ 3 વિકેટ લઇને શાનદાર પ્રદર્શન કર્યુમ હતુ, અને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યા.
સ્પોર્ટસ અને ક્રાઇમના ન્યુઝ વાંચવા માટે જોતા રહો OTT India
આ પણ વાંચો: મિતાલી રાજે મહિલા ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4