આજનો દિવસ ભારતીય હોકી ટીમ માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્વાટર ફાઈનલમાં ભારતની જીત થઈ છે. આજે ટોક્યો ઓલિમ્પિનો ૧૧મો દિવસ છે, ત્યારે આજે ભારતીય મહિલા હોકી ટીમે (India women hockey team) ઈતિહાસ રચ્યો છે. ભારતની હોકી ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી-ફાઇનલમાં પહોંચી છે.
મેચમાં ગુરજીત કૌરે રંગ રાખ્યો
🇮🇳 HISTORY HAS BEEN MADE!!! 🙌#IND beat and knock out world no. 2 #AUS in the quarter-final match of women’s #hockey by 1-0 to seal their spot in SEMI-FINAL for the first time ever! 😍👏#Tokyo2020 | #StrongerTogether | #UnitedByEmotion pic.twitter.com/HgBcsHg5Ob
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 2, 2021
પ્રથમ ક્વાર્ટરની જો વાત કરીએ તો પ્રથમ ક્વાર્ટરમાં બને ટીમો ગોલ નહોતી કરી શકી. બીજા ક્વાટરમાં ઓસ્ટ્રેલિયા ગોલ નહોતી કરી શકી, એટલે કે આ ક્વલાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ગોલ કર્યો હતો. મેચમાં ગુરજીત કૌરે રંગ રાખ્યો હતો. ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકાર્યો હતો.ભારતની ગુરજિત કૌરે 22મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. તેણે ડાયરેક્ટ ફ્લિકથી ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ડ્રેગ-ફ્લિકથી ગોલ ગુમાવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો ગોલ કરી શકી નહોતી. જેના કારણે ત્રીજા ક્વાર્ટરના અંતિમ ચરણમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ હતી.
IMAGE CREDITS- GOOGLE IMAGES
- આજે ભારતીય હોકી ટીમ માટે ઐતિહાસિક દિવસ
- ટોક્યો ઓલિમ્પિક: ક્વાટર ફાઈનલમાં ભારતીય હોકી ટીમની જીત
- પ્રથમ વખત ભારતની હોકી ટીમની સેમી-ફાઇનલમાં એન્ટ્રી
- પ્રથમ ક્વાર્ટરમાં બને ટીમો ગોલ નહોતી કરી શકી
- ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકાર્યો
- ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ડ્રેગ-ફ્લિકથી ગોલ ગુમાવ્યો
- ત્રીજા ક્વાર્ટરના અંતિમ ચરણમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ
આ પણ વાંચો: ઓલિમ્પિકમાં ગોલની હેટ-ટ્રિક લગાવનાર પહેલી ઈન્ડિયન મહિલા પ્લેયર!
ભારતીય મહિલા હોકી ટીમની (India women hockey team)પહેલીવાર સેમિફાઇનલમાં એન્ટ્રી
IMAGE CREDITS- GOOGLE IMAGES
ગઈ કાલે એટલે કે રવિવારે 49 વર્ષ બાદ ભારતીય પુરૂષ ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી સેમિફાઇનલમાં એન્ટ્રી કરી હતી. તો આજે ભારતીય મહિલા હોકી ટીમે (India women hockey team) વિશ્વની દમદાર ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને, પહેલીવાર ઓલિમ્પિકના સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે. આ સાથે જ રાની રામપાલની મહિલા હોકી ટીમ ભારતના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ટીમ બની ગઈ છે.
ભારતીય ટીમે બીજા ક્વાર્ટરમાં જોરદાર હોકી રમી છે. જો ભારતીય મહિલા ટીમે જીતવું હોય તો આગામી 30 મિનિટ સુધી આ જ આ રીતે હોકી રમવી પડશે. બાકીના 2 ક્વાર્ટરમાં જો ટીમ જોર લગાવી દે તો તે સેમી-ફાઇનલમાં પહોંચી જશે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4