Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝઆજે અંતરિક્ષમાં ઉડાન ભરશે ભારતીય મૂળની સિરીશા બાંદલા, જાણો મિશનની પૂરી વિગત

આજે અંતરિક્ષમાં ઉડાન ભરશે ભારતીય મૂળની સિરીશા બાંદલા, જાણો મિશનની પૂરી વિગત

Sirisha Bandla Space Trip
Share Now

નવી દિલ્હી: પૃથ્વી પર જ નહીં વિશ્વના અબજોપતિઓમાં સ્પેશ સાથે સંકળાયેલા મિશનોને પાર પાડવા માટે પણ રેસ જોવા મળી રહી છે. અમેઝોનના પૂર્વ CEO જેફ બેઝોસ બાદ અબજોપતિ અને વર્જિન ગેલેક્ટિકના ફાઉન્ડર રિચર્ડ બ્રેનસને પણ પોતાના અંતરિક્ષ મિશનની જાહેરાત કરી છે. વર્જિન ગેલેક્ટિકના “VSS યુનિટી”થી 6 અંતરિક્ષ યાત્રીઓ આજે ઉડાન ભરવાના જઈ રહ્યાં છે. આ મિશનની ખાસ વાત એ છે કે, અંતરિક્ષમાં વધુ એક ભારતીય મૂળની મહિલા ઉડાન ભરશે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ 34 વર્ષની સિરીશા બાંદલા (Sirisha Bandla) અંતરિક્ષમાં જનારી ત્રીજી ભારતીય મૂળની મહિલા બનશે.

યુનિટી 22 નામના આ મિશનમાં વર્જિન ગેલેક્ટિકના માલિક રિચર્ડ બ્રેનસન સહિત 6 લોકોના ક્રૂમાં ભારતીય મૂળની સિરીશા (Sirisha Bandla) પણ સામેલ છે. ભારતીય સમય મુજબ, રવિવારે સાંજે સાડા 6 વાગ્યે યુનિટી અમેરિકાના ન્યૂ મેક્સિકોના સ્પેસપોર્ટથી અંતરિક્ષ માટે ઉડાન ભરશે. આ સંદર્ભે ટ્વીટ કરતા વર્જિન ગેલેક્ટિકે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે, અમારા એક્સપર્ટ ક્રૂ મેમ્બર્સ સિરીશા બાંદલા, કોલિન બેનેટા અને બેઝ મોજેજનું યુનિટી 22 ટેસ્ટ ફ્લાઈટમાં સ્વાગત છે.

દેશના વાગશે ડંકો

સિરીશાનો (Sirisha Bandla) જન્મ આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં થયો હતો. તેના દાદા બાંદલા રગહિયા કૃષિ વૈજ્ઞાનિક છે. રગહિયાએ જણાવ્યું કે, મેં કાયમ સિરીશામાં કંઈક મોટું કરવાનો ઉત્સાહ જોયો છે અને આખરે આજે તે પોતાનું સપનું પુરું કરવા જઈ રહી છે. મને વિશ્વાસ છે કે, તે સમગ્ર દેશનું માથુ ગર્વથી ઊંચુ કરશે. સિરીશાના પિતા મુરલીધર અમેરિકન સરકારમાં વૈજ્ઞાનિક છે.

રાકેશ શર્મા પાસેથી લીધી પ્રેરણા

બાળપણથી સિરીશાનું (Sirisha Bandla) સપનું અંતરિક્ષમાં જવાનું હતું. સિરીશા કહે છે કે, ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા તેની પ્રેરણા હતા. હું અંતરિક્ષમાં અનેક વખત જવા માંગું છું અને ઈચ્છુ છું કે, અનેક લોકો અંતરિક્ષમાં જાય.

વર્જિન ગેલેક્ટિક સ્પેશશિપની વિગતો

યુનિટી 22 નામના આ મિશન પર જનારા સ્પેસશિપ અંતરિક્ષમાં 80 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે. જેમાં કુલ 6 ક્રુ મેમ્બર સવાર હશે. જેને કેરિયર એરક્રૉફ્ટ થકી લૉન્ચ કરવામાં આવશે અને વાપસી રનવે લેન્ડિંગ મારફતે થશે. જેમાં એરોપ્લેન સાઈઝની વિન્ડો હશે અને અત્યાર સુધી આ સ્પેસશિપની ત્રણ ફ્લાઈટો થઈ ચૂકી છે.

આ પણ વાંચો:  ‘આપ’ની જાહેરખબર પર BJP MLA હર્ષ સંઘવીની કેજરીવાલને સલાહ

કેવું છે પૂરું મિશન?

વ્હાઈટ નાઈટ કેરિયર એરક્રૉફ્ટ સ્પેસશિપને 50 હજાર ફૂટની ઊંચાઈ પર લઈ જવામાં આવશે. જ્યાં અલગ થયા બાદ સ્પેસશિપ રૉકેટ એન્જિનને 4 હજાર કિલોમીટરની સ્પીડ પકડશે. જે બાદ રૉકેટ 100 કિલોમીટરની ઊંચાઈ પર અંતરિક્ષમાં પ્રવેશ કરશે અને 80 કિલોમીટરની ઊંચાઈ પર સ્પેસક્રાફ્ટના યાત્રી 5 મિનિટ સુધી ઝીરો ગ્રેવિટીનો અનુભવ કરશે અને પછી પરત ફરવાની યાત્રા શરૂ થશે. પૃથ્વીના વાતાવરણમાં રી-એન્ટ્રી પર સ્પેસક્રાફ્ટના રુડર પંખાની જેમ ખુલવાના શરૂ થશે. 22.9 કિલોમીટરની ઊંચાઈ પર સ્પેસક્રાફ્ટના પાંખિયા પૂરી રીતે ખુલી જશે અને લેન્ડિંગ ગિયર તેમજ સ્કિડથી સ્પેસક્રાફ્ટ લેન્ડિંગ કરશે.

બ્રેનસનનું પણ ભારત કનેક્શન

બ્રિટિશ બિઝનેસ ટાયકૂને 2019માં એવું કહીને બધાને ચોંકાવી દીધા હતા કે, તેમના મૂળિયા ભારતમાં તમિલનાડુના કુડુલ્લૂર સાથે સંકળાયેલા છે. તેઓ મુંબઈમાં પોતાની એરલાઈન વર્જિન એટલાન્ટિકના નવા રૂટનો સેલિબ્રેટ કરવા માટે અહીં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના ભારતીય કનેક્શનનો ખુલાસો કરતા કહ્યું હતું કે, તેમની ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ મધરનો સબંધ ભારત સાથે હતો. જેના લગ્ન બ્રિટિશ નાગરિક સાથે થયા હતા. બ્રેનસને કહ્યું હતું કે, તેમણે DNA ટેસ્ટ પણ કરાવ્યો, જેમાં તેમના ઈન્ડિયા કનેક્શનની પુષ્ટિ થઈ હતી. રિચર્ડ બ્રેનસન ખુદને નમ્મા ઑરુ પાયન (અમારા ગામનો છોકરો) કહેવડાવાનું વધુ પસંદ કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment