ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન (Abhinandan)વર્ધમાનને બઢતી આપવામાં આવી છે. અભિનંદનને હવે ગ્રુપ કેપ્ટન (Captain)બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાની ફાઈટર જેટ (Fighter jet) F-16 સાથે લડાઈ કરનાર અભિનંદનને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યો છે. બાલાકોટ એર સ્ટ્રાઈક (Strike)બાદ પાકિસ્તાનના નાપાક કૃત્યનો જડબાતોડ જવાબ આપતા અભિનંદને F-16ને તોડી પાડ્યું હતું.
Abhinandan ને ટૂંક સમયમાં સોંપાશે નવો હોદ્દો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એરફોર્સ (Air Force)ના બહાદુર અધિકારીને બઢતી આપવામાં આવી છે અને તેઓ હવે ગ્રુપ કેપ્ટન બનશે. તેમને ટૂંક સમયમાં નવો હોદ્દો સોંપવામાં આવશે. ગ્રુપ કેપ્ટન (Group Captain)ભારતીય સેનામાં કર્નલના પદની સમકક્ષ છે.
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અજાણ્યા શખ્સોએ વાહનો પર પથ્થરો ફેંક્યાં
Abhinandan ને પાકિસ્તાનને આપ્યો હતો જડબાતોડ જવાબ
પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટ (Balakot)માં આતંકી કેમ્પ પર એર સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાની ફાઈટર જેટ્સે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના F-16 વિમાન (Plane)ને તોડી પાડ્યું હતું. જો કે, તેના પ્લેનને પણ નુકસાન થયું હતું અને બાદમાં તે PoKમાં જઇ પડ્યો હતો. ભારતના દબાણ હેઠળ પાકિસ્તાને તેમને સુરક્ષિત પરત મોકલી દીધો હતો.
દેવદૂત બની ભારતીય વાયુસેના જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4