Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeડિફેન્સગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકો માટે ભારતીય સૈન્યની શ્રેષ્ઠ સેવા

ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકો માટે ભારતીય સૈન્યની શ્રેષ્ઠ સેવા

Share Now

Cyclone Tauktae Updates: તાઉ તે’ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં ભારે નુકસાન થયુ. કેટલીક જગ્યાઑ અને કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયુ છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી  થયા છે. ગ્રામીણ વિસ્તારોમાં, ઘણા લોકો બેઘર થઈ ગયા છે, તો કેટલાક લોકોનું રોજગાર અને આર્થિક સંરક્ષણ અટકી ગયુ છે. આવા સંજોગોને ધ્યાનમાં રાખીને, ભારતીય સેના ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં નાગરિકોને સહાયતા આપવા પ્રતિબદ્ધ છે. સાથો સાથ ભારતીય સેનાની ટીમો સામાન્ય લોકો માટે તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવા માટે વહીવટીતંત્રની સાથે મળીને કામ કરી રહી છે. દીવ-સોમનાથ વચ્ચેના રસ્તા પર પડેલા વ્રુક્ષો હટાવવાની સાથે રાતો રાત તેને સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

 

જુઓ આ ખાસ ખબર: 

નાગરિકોને જરૂરિયાત વહીવટને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી: ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ભારતીય સૈન્યની ટીમો, અને NDRF ટીમ રાજ્ય સરકાર અને વહીવટીતંત્રની ટીમો ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાયતા આપવા સતત કાર્યરત છે.ભારતીય સૈન્ય ટુકડીઓમાં વિભાજીત થઈ ગઈ હતી અને સોમનાથ અને દીવના હાઈવે વચ્ચેના રસ્તા બ્લોક થઈ ગયા હતા, ભારે પવનથી ધરાશાયી થયેલા વૃક્ષોને ખસેડવા માટે ગઈ કાલ રાતથી જ ભારતીય આર્મી બચાવ કામમાં લાગેલી છે. આ ઉપરાંત નાગરિકો અને વાહનોની અવરજવર માટે રસ્તો સાફ કરવામાં આવ્યો છે.

અહિયાં વાંચો:  ઉર્જા મંત્રીનું વાવજોડાને લઈને નિવેદન

સૂત્રોના જણાવ્યા અનુસાર સધર્ન કમાન્ડના જી.ઓ.સી. ઈન સી જનરલ જે.એસ. નૈન શ્રી પ્રફુલ પટેલ (Lt Gen JS Nain, GOC-in-C Shri Praful Patel) અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત(HE Shri Acharya Devvrat), એ જડાવ્યુ કે ભારતીય આર્મી દ્વારા સિવિલ એડમિનિસ્ટ્રેશનને સંપૂર્ણ ટેકો આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ  Lt.જનરલે માહિતી આપી હતી કે કોણાર્કની કોર સ્થિતિ પર નજર રાખવામાં આવે છે. સૈનિકોને આ (Covid-19) રોગચાળા દરમિયાન પડકારોનો સામનો કરવા માટે પહેલેથી જ જાગૃત કરવામાં આવ્યા હતા. 

ભારતીય સેના દ્વારા આશ્રયસ્થાનોની જોગવાઈના સંદર્ભમાં પૂર્ણ સમર્થન

ભારતીય સેના દ્વારા વસ્તી સ્થળાંતરથી લઈને  તાજા પાણી, ખોરાક અને દવા લોકો માટે પૂરી પાડી હતી. સાથે જ કેમ્પિંગ વિસ્તારો, આશ્રયસ્થાનોમાં પણ કોઈપણ સહાયની જરૂરિયાત હોય તો તે પણ આર્મી દ્વારા પૂરી કરવામાં આવી હતી અને તે પણ તમામ કોવિડ પ્રોટોકોલોને જાળવી રાખીને. સતત 24 કલાક ખડે પગે ઉભા રહીને ભારતીય સેનાએ ખુબજ પ્રશંસનીય કામગીરી કરી હતી. કોરોના દર્દીઓના સ્થળાંતરના સંદર્ભમાં તાત્કાલિક તબીબી સહાયનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ જે.એસ. નૈન, દક્ષિણી કમાન્ડ, દીવના લેફ્ટનન્ટ ગવર્નર પ્રફુલ પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને દક્ષિણી આર્મી દ્વારા સિવિલ વહીવટને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી. તેમજ વિનાશક તાઉ તે ચક્રવાતથી પ્રભાવિત પ્રદેશમાં ફરીથી તેને પુન:સ્થાપિત કરવાની પણ ખાતરી આપી છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment