Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeડિફેન્સજમ્મુના સુંજવાનમાં જોવા મળ્યું ડ્રોન, હુમલાની તપાસ NIA ને સોંપવામાં આવી

જમ્મુના સુંજવાનમાં જોવા મળ્યું ડ્રોન, હુમલાની તપાસ NIA ને સોંપવામાં આવી

drone at sujwan
Share Now

જમ્મુમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક બાદ અલર્ટ જાહેર છે. આ બધા વચ્ચે જમ્મુના સુંજવાન મિલિટરી સ્ટેશન પાસે ફરીથી એક ડ્રોન જોવા મળ્યું છે. જો કે સેનાએ એ વાતનો ઈન્કાર કર્યો છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે.

ફરી ડ્રોન જોવા મળ્યું

મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાતે લગભગ અઢી વાગે આ ડ્રોન જોવા મળ્યું. જે થોડા સમય બાદ ગાયબ થઈ ગયું. સુરક્ષાદળોએ આ ડ્રોન કૂંજવાની, સુંજવાન, કલૂચક પાસે જોયું. સેનાને મોડી રાતે આ ડ્રોન અંગે જાણકારી મળી હતી. પહેલા રત્નુચકમાં રાતે 1.08 વાગે, ત્યારબાદ કુંજવાનીમાં 3.09 વાગે અને પછી કુંજવાનીમાં સવારે 4.19 વાગે આ ડ્રોન જોવા મળ્યું હ તું. સેના તરફથી ડ્રોન પર ફાયરિંગ કરાયું નથી. હવે આ મામલે તપાસ ચાલુ છે.

પાકિસ્તાનથી કંટ્રોલ થઈ રહ્યા છે ડ્રોન

એનએસજીની સ્પેશિયલ બોમ્બ સ્કોવોડ ટીમ એર ફોર્સ સ્ટેશન બ્લાસ્ટની તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં આરડીએક્સ અને ટીએનટી વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી છે. માનવામાં આવે છે કે, ડ્રોનને બોર્ડરની બીજી તરફ પાકિસ્તાનથી કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જોકે એજન્સી લોકલ હેન્ડલરના સામેલ હોવાની વાતને ફોકસમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રોન ઊંચાઈ પર હતું આથી ત્રણ જગ્યાએથી જોવા મળી રહ્યું હતું. પરંતુ એજન્સીઓ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ એક ડ્રોન હતું કે પછી ત્રણ અલગ ડ્રોન હતા. જો કે થોડા સમયમાં જ તે ગાયબ થઈ ગયું હતું.

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ NIA ને સોંપાઈ

અન્ય એક મહત્વના અપડેટ એ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે.

આ પણ જુઓ : ડ્રોન અટેક: જમ્મુ એરફોર્સ પર થયેલા હુમલાનું કારણ શું?

અગાઉ જોવા મળ્યા હતા ડ્રોન

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ધડાકા બાદ રવિવારે રાતે કાલૂચક મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન જોવા મળ્યા. ઘટના રવિવાર રાત 10 વાગ્યાની અને સોમવારે વહેલી સવારે 3 વાગ્યાની છે. સેના પહેલેથી જ અલર્ટ મોડ પર છે અને આવામાં ડ્રોન જોવા મળતા તરત જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું જેના કારણે બંને ડ્રોન ત્યાંથી ગાયબ થઈ ગયા.

sujwan

tech for ftcp

એરફોર્સ સ્ટેશન પર હુમલો

અત્રે જણાવવાનું કે જમ્મુના જ એરફોર્સ સ્ટેશનને શનિવારે રાતે ડ્રોનની મદદથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે આ બે ધડાકાથી વધુ નુકસાન થયું નથી. પરંતુ હજુ સુધી તેના આતંકી હુમલો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. કહેવાય છે કે સરહદ પારથી આ હરકતને અંજામ આપવામાં આવ્યો છે.

આ ડ્રોન એટેક કેટલો મોટો ખતરો બની શકે છે, તે કેટલું નુકસાન કરી શકે છે?

જમ્મુ એરબેઝ પર થયેલા હુમલામાં છતનો એક ભાગ તૂટી ગયો હતો. જ્યારે બે જવાન પણ ઘાયલ થયા હતા. હવે તેને જોઈએ કે જો કોઈ એરક્રાફ્ટ કે ઓફિશિયલ પર બ્લાસ્ટ થયો હોત તો શું થાય? માની લો કે ટેકઓફ સમયે કોઈ વિમાનને 10-15 કિલોમીટર દૂર જમીન પર બેસીને કોઈ વ્યક્તિ ડ્રોનથી નિશાન બનાવે છે, તો તેમાં બેઠેલા મુસાફરોનું જીવન જોખમમાં પડશે તે નિશ્ચિત છે. એ જ રીતે, VIP મુવમેન્ટ અને ડિફેન્સ મુવમેન્ટ પર પણ હુમલો કરી શકાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment