Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટભારતના સ્વાદને વિદેશમાં પીરસી રહી છે શેફ દિપિન્દર

ભારતના સ્વાદને વિદેશમાં પીરસી રહી છે શેફ દિપિન્દર

Depender MC
Share Now

ભારત એક એવો દેશ છે, જ્યાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકો રહે છે, અને એજ ભિન્ન પ્રકારના લોકોનું જમવાનું પણ અલગ અલગ હોય છે, થોડા ટ્વીસ્ટ સાથે જમવાનું બદલાઇને રંગ રુપ સાથે અલગ નામ સાથે રજુ થતુ અને ગ્રહણ થતુ હોય છે. આજ ભોજનને જો બહાર વિદેશમાં નામના મલે તો નવાઇ વાત હશે, કારણ કે વિદેશમાં રહેતા લોકો  મિર્ચ,મસાલા વગરના સાદા ભોજનમાં માને છે, હેલ્થી રહેવા અને ડાયટ કરવા પર તેમનું ફોકસ રહેલું હોય છે.       

ભોજન સૌ કોઇને પ્રિય હોય છે, સ્વાદિષ્ટ, મજેદાર અને લયાજકેદાર જમવાનું કોને ન ભાવે? આપણી સંસ્કૃતિમાં પણ ભોજનને મહત્વનું ગણવામાં આવ્યુ છે, ગામડાઓમાં તો હાલ પણ લોકો ભોજનને પ્રાર્થના કર્યા બાદ જ ગ્રહણ કરતા હોય છે. જમવાના શોખિન લોકો પણ તમને ભારત સિવાય પણ દુનિયાભરમાં જોવા મળી જશે. કહેવાય છે કે દરેક 100 કિલોમીટર પર ભાષા અને ભોજન બદલાઇ જતુ હોય છે. એવા ઘણા લોકો છે જે ભોજન બનાવવામાં માસ્ટર હોય છે જેને આપણે માસ્ટર શેફ કહીએ છીએ. આવો જ એક કાર્યક્રમ વિદેશમાં ચાલી રહ્યો છે, હા માસ્ટર શેફ જેમાં એક ભારતીય આપણા દેશનું નામ રોશન કરી રહી છે એ પણ આપણા સ્વાદિષ્ટ ભોજનથી…

masterchef australia 2021

@Masterchefau

 

વિદેશીઓને પીરસી રહી છે ભારતીય ભોજન

 

View this post on Instagram

 

A post shared by MasterChef Australia (@masterchefau)

ઓસ્ટ્રેલિયાનો ફેમશ કુકીંગ શો માસ્ટર સેફ- માં એક ભારતીય જેણે પોતાના કુકીંગના ટેલેન્ટથી વિદેશમાં પણ ડંકો વગાડી દીધો છે, એક ભારતીય શેફ દીપિન્દરે આ શોમાં પાર્ટ લેવાનું નક્કી કર્યું અને આજે વિદેશમાં પણ લોકોને ભારતના ફુડની પ્રસંસા કરવા મજબુર કરી દીધા. વાત એમ છે કે, માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયા શોના ઓફિશિયલ હેન્ડલર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય શેફ દિપિન્દર જજને સમજાવી રહી છે કે તેણે જજ માટે શું શું બનાવ્યુ છે. આ વીડિયો 2 મિનિટનો છે જેને 141k વાર જોવામાં આવ્યો છે. શેફ દિપીન્દરે કઠાઇ પનીર, ફુલગોબીથી ભરેલા પરાઠા, ફ્રાય કરેલી ભીંડીની સાથે સ્ટર ફ્રાઇડ રાઇસ અને તેમની દાદીના અથાણાની રેસીપી બનાવી હતી. દિપિન્દરના માધ્યમથી ભારતમાં બનેલી વાનગીઓને વિદેશના લોકો પણ જાણી અને માણી રહ્યાં છે. તે આપણા માટે પ્રાઉડ વાત કહેવાય. દિપિન્દરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

 

 ભારતીય ભોજનને વૈશ્વિક સ્તર પર લઇ જવા માંગુ છુ, આ સાથે જ એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓપન કરવા માંગુ છું: શેફ દિપિન્દર

depinder

@Masterchefau

કઇ રીતે બની શો માં પાર્ટીસિપેટ

શેફ દિપિન્દરે એક ઇન્ટરવ્યુહમા કહ્યું હતુ કે, તેના પરિવાર સાતે તે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઇ ત્યારે તે ઘરમાં ન્યુઝ સિવાય કાઇજ જોતા નહોતા પણ નાનપણથી જ મને ફુડ શો જોવા ગમતાં હતા, સંજીવ કપુર શેફ પણ મારા ફેવરેટ હતા. ઓસ્ટ્રિલયન શેફ માસ્ટર જોઇને હું અહીંના ભોજન વિશે જાણવા લાગી અને માહિતી મેળવવા લાગી. આ સિવાય મારે કોઇ બીજા શો માં પાર્ટીસિપેટ નહોતો કરવો. અહીં આવીને હું પ્રાઉડ ફિલ કરુ છુ. આ સો ની હું એક મોટી ફેન પણ છુ. મારા માટે માસ્ટર શેફમાં આવનાર દરેક કુક કોઇ સેલિબ્રિટિથી ઓછા નહોતા.

માસ્ટર શેફમાં જવાનું દિપિન્દરનુમં ડ્રિમ પુરુ થયુ પછી તેનો આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો પણ સપના જોવા અને એને પુરા કરવામાં જમીન આસમાનનો ફર્ક હોય છે, માટે તમે પણ સપના જોવો અને તેને પુરા કરવા માટે અડગ રહો. તકલીફોનો સામનો કર્યા વગર જીવનમાં કોઇ પણ વસ્તુ મળતી નથી, માત્ર ને માત્ર પોતનો અથાગ પરિશ્રમ અને દ્રઢ નિર્ણય શક્તિ તમને સપના પુરા કરતા રોકી નહી શકે.

આ પણ વાંચો:  સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને શેર કર્યો ઇમોશનલ વીડિયો

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

 

No comments

leave a comment