Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝશું પાકિસ્તાન ગુજરાતને નશેડી બનાવવા માંગે છે? વધુ એક બોટ ડ્રગ્સ સાથે ઝડપાઈ

શું પાકિસ્તાન ગુજરાતને નશેડી બનાવવા માંગે છે? વધુ એક બોટ ડ્રગ્સ સાથે ઝડપાઈ

kutch drugs
Share Now

ગુજરાતનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોનો વેપાર કરતા લોકો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. કચ્છના જખૌના દરિયાકાંઠેથી ગુજરાત ATSની ટીમે અને ઈન્ડિયન કોસ્ટગાર્ડે 77 કિલો હેરોઈન લઈને આવતી પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી છે. અને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે કર્યુ ઓપરેશન

ગઈ કાલે રવિવારના રોજ રાત્રે ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરાયેલ સંયુક્ત ઓપરેશન દરમિયાન માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:સુરતીઓને નશીલા બનાવવાનું કરાઇ રહ્યું છે ષડયંત્ર, પકડાયો 1 કરોડનો ગાંજો

ગુજરાતના સંરક્ષણ જનસંપર્ક અધિકારી એ ટ્વીટ કર્યું કે ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશનમાં, કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં પાકિસ્તાની માછીમારી ‘અલ હુસૈની’ નામની બોટને ઝડપી પાડી છે અને છ લોકોની ધરપકડ કરી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ આશરે 400 કરોડ રૂપિયાની કિંમતનું 77 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.

વધુ તપાસ હાથ ધરાઈ

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે 77 કિલો હિરોઈન સાથે ઝડપાયેલ છ લોકોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  જમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને તમામ પાસાઓને આવરી લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી માદક દ્રવ્યો મળી આવ્યાં છે. અનેકવાર પાકિસ્તાનથી દરિયાઈ મારફતે માદક દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ આવતા હોય છે. ગુજરાતના દરિયાકાંઠેથી જાન્યુઆરી થી ડિસેમ્બર 2021 સુધીમાં 186 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે.

આ વર્ષે એપ્રિલમાં પણ કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારતીય જળસીમામાંથી આઠ પાકિસ્તાની નાગરિકો અને આશરે રૂ. 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઈન લઈ જતી બોટ ઝડપાઈ હતી.

અગાઉ પણ ઝડપાયુ હતુ ડ્રગ્સ

ગયા મહિને, ATSએ ગુજરાતના મોરબી જિલ્લામાં એક નિર્માણાધીન મકાનમાંથી આશરે રૂ. 600 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું. ભારતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં હેરોઈનનો સૌથી મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ બે કન્ટેનરમાંથી લગભગ 3,000 કિલો ડ્રગ્સ જપ્ત કરી હતી, જેની વૈશ્વિક બજારમાં કિંમત 21,000 કરોડ રૂપિયા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment