Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝભારતીય તટરક્ષક દળે સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપનું આયોજન કર્યું

ભારતીય તટરક્ષક દળે સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપનું આયોજન કર્યું

Workshop
Share Now

પોરબંદર ખાતે તટરક્ષક દળના હેડક્વાર્ટર નંબર 1 ખાતે ગત્ત 5 ઓક્ટોબરના રોજ એક દિવસીય “સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયામાં અસરકારક શોધખોળ અને બચાવ (SAR)કામગીરીઓ માટે હિતધારકોમાં સંકલન પર ધ્યાન આપવા માટે આ વર્કશોપ (Workshop)યોજાયો હતો.

Workshop માં કોણ કોણ હાજર રહ્યું

ભારતીય તટરક્ષક દળ (ICG) એ DGICG સાથે રાષ્ટ્રીય સમુદ્રી SAR સંચાલન સત્તામંડળ છે જે રાષ્ટ્રીય સમુદ્રી SAR બોર્ડની અધ્યક્ષતા ધરાવે છે. આ પરિસંવાદમાં તટરક્ષક દળ, નૌસેના, સમુદ્રી પોલીસ ગુજરાત અને દીવની કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ, કસ્ટમ્સ, ઇસરો, જહાજ ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલી (VTMS) ખંભાત, જહાજ ટ્રાફિક સેવા (VTS) કચ્છ અને ભારતીય હવાઇમથક સત્તામંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Indian Air Force Day 2021: જાણો કેમ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવાય ભારતીય વાયુસેના દિવસ

વર્કશોપમાં ઉપસ્થિતિઓએ SAR પર હાલમાં અસ્તિત્વમાં રહેલી પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) ને માન્યતા આપી હતી. મુલાકાતી પ્રતિનિધિમંડળે તેમના સંબંધિત ક્ષેત્રો અને વિભાગોમાં તાજેતરના ડેવલપમેન્ટ્સ પણ રજૂ કર્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment