Indian Coast Guard Day
The @IndiaCoastGuard, 4th largest in the world, with 158 ships and 70 aircraft in its inventory, likely to achieve targeted force levels of 200 surface platforms and 80 aircraft by 2025 is celebrating its 46th Raising Day, today. pic.twitter.com/yQ5omvXgAq
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) February 1, 2022
નવા નવા પડકારોનો સામનો કરી, આતંકી પ્રવૃતિઓને નાકામ કરી, કુદરતી આપદાઓમાં પણ અડિખમ ઉભા રહીને ભારત માતાની રક્ષા કરી રહી છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. ભારતની દરિયાઈ સુરક્ષામાં મહત્વનું યોગદાન આપતી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના 1 ફેબ્રુઆરીના રોજ થઈ હોવાથી સમગ્ર દેશવાસીઓ 1 ફેબ્રુઆરીએ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્થાપના દિવસ મનાવી રહ્યો છે. ત્યારે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગરવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોને અને તેમના પરિવારને સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી વંદન કરે છે.
Best wishes to the Indian Coast Guard family on their Raising Day.
An organisation of great strategic importance, our Coast Guard is an outstanding team of professionals, who steadfastly secure our coasts and also are at the forefront of humanitarian efforts. @IndiaCoastGuard pic.twitter.com/3OiyQ1ZJfo
— Narendra Modi (@narendramodi) February 1, 2022
ટ્વિટમાં, પ્રધઘાનમંત્રીએ કહ્યું; “ભારતીય કોસ્ટ ગાર્ડ પરિવારને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. મહાન વ્યૂહાત્મક મહત્વની સંસ્થા, અમારા કોસ્ટ ગાર્ડ એ વ્યાવસાયિકોની ઉત્કૃષ્ટ ટીમ છે, જેઓ અમારા દરિયાકિનારાને નિશ્ચિતપણે સુરક્ષિત કરે છે અને માનવતાવાદી પ્રયાસોમાં પણ મોખરે છે.”
આ પણ વાંચો: Martyrs’ Day: ગાંધીજીએ કહેલું કે ‘મારૂ જીવન એ જ મારો સંદેશ છે’!
ભારત દેશની વિભિન્ન સરહદો પર સેનાના જવાનો રાત-દિવસ પોતાના જીવને પણ જોખમમાં નાખીને દેશની સુરક્ષા કરવા તત્પર હોય છે. ત્યારે દેશના સમુદ્ર વિસ્તારમાં વિશાળ ઔધોગિક જહાજોની સુરક્ષા, દરિયામાં ચાલતી માછીમારીનો બોટ ઉપર ધ્યાન રાખી વિદેશી ધુસણખોરી અટકાવી દેશની રક્ષા કરવી એક માત્ર લક્ષ્યાંક હોય છે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનો. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ વિવિધ વિભાગોમાં વહેચાયેલું છે. કુદરતી આપદા કે દુર્ધટનામાં પણ રેસ્ક્યુ કરીને પલભરમાં આપરેશનનો પાર પાડે છે.
The Hon’ble Raksha Mantri of India Shri Rajnath Singh extended his warm wishes to #IndianCoastGuard on the occasion of 46th raising day. pic.twitter.com/6fQC81XCp0
— Indian Coast Guard (@IndiaCoastGuard) February 1, 2022
સમુદ્રમાં દરેક દિવસ કોઈ નવા મિશન અને અને પડકારોથી ભરેલો હોવા છતાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનો સાહસ અને પોતાની આવળતથી રાષ્ટ્ર હિતોના રક્ષણ માટે ખડે પગે હોય છે. દરેક દેશવાસીઓને સમુદ્રના યોધ્ધાઓ એવા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોમાં દેશ સર્વોપરીના સંસ્કારના દર્શન થાય છે.
જુઓ આ વિડીયો: Interesting facts about ICG
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4