Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeસ્પોર્ટ્સફાઇનલ માટે ભારતીય ટીમ કેટલી તૈયાર ?

ફાઇનલ માટે ભારતીય ટીમ કેટલી તૈયાર ?

WTC FINAL
Share Now

WTC ફાઇનલને હવે ગણતરીના કલાકો બાકી છે તેવામાં ભારતે પોતાની પ્લેયિંગ 11 જાહેર કરી દીધી છે. આ મેચ સાઉથમ્પટનના એજીસ બાઉલ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે 3 વાગે રમાવાની છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ (Indian Cricket Team) મેદાનમાં ઉતરશે. આ સાથે ન્યૂઝીલેન્ડ ટીમની કમાન કેન વિલિયમસનના હાથમાં છે. બંને કેપ્ટન પોતાની ટીમને જીત અપાવવા રણનીતિ તૈયાર કરી લીધી છે. આ મેચથી પ્રથમ વાર ટેસ્ટ ચેમ્પિયન મળશે. આ ટુર્નામેન્ટ છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હતી. તેમાં ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે.

ભારતીય પ્લેયિંગ 11(Indian Cricket Team)

રોહિત શર્મા
શુભમન ગિલ
ચેતેશ્વર પુજારા
વિરાટ કોહલી(કેપ્ટન)
અજિંક્ય રાહણે
રિષભ પંત (વિકેટ કીપર)
રવિન્દ્ર જાડેજા
રવિચંદ્રન અશ્વિન
મોહમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
ઇશાંત શર્મા

Indian Cricket Team

PC- VIRAT KOHLI TWITTER

રોહિત અને  ગિલ કરશે ઓપનિંગ

રોહિત અને શુભમન ગિલ ભારત માટે ઓપનિંગ કરશે. બંને ખેલાડીએ WTCમાં સારો દેખાવ કર્યો. અને IPLની આ સીઝનમાં પણ ઘણા રન બનાવ્યા છે. ભારતને આ ફાઇનલમાં જીત મેળવવા આ બંને ખેલાડીઓએ સારી શરૂઆત આપવી પડશે. WTCમાં રોહિતએ પોતાનું ફોર્મ બાતવ્યું છે. રોહિતે 11 મેચમાં 1030 રન બનાવ્યા છે. રોહિતની અવેરેજ 64.49 રહી હતી. રોહિત હંમેશા જયારે ટીમને જરૂર હોઈ ત્યારે ટીમ માટે રન બનાવે છે. ભારતીય ચાહકોને રોહિતથી ગણી ઉમ્મીદ છે. રોહિત અત્યારે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનર છે. રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગ માં 7માં સ્થાને છે. અને ગિલએ પ્રકટીસ મેચમાં 135 બોલમાં 85 રન બનાવ્યા હતા.

મિડલ ઓર્ડર

મિડલ ઓર્ડરમાં ભારત પાસે અનુભવી ખેલાડીઓ હોવાથી ટીમ મજબૂત જણાઈ રહી છે. ભારત પાસે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, અંજિક્ય રાહણેની સાથે રિષભ પંત છે. વિરાટ કોહલી સારા ફોર્મમાં છે અને તેને સાથ આપવા પુજારા અને રાહણે કટિબદ્ધ છે. અને પ્રેકટીસ મેચમાં રિષભ પંતએ સૌથી વધુ રન ફટકાર્યા હતા. પંતે માત્ર 94 બોલમાં 121 રન બનાવ્યા હતા. તે પણ સારા ફોર્મમાં છે. ભારત પાસે હાલ શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ છે જે સમય આવા પર પોતાની બેટિંગ અને બોલિંગથી મેચને પલટી શકે છે.

Indian Cricket Team

PC- SHAMI TWITTER

ત્રણ ફાસ્ટર અને બે સ્પિનર 

ભારત ત્રણ ફાસ્ટર અને બે સ્પિનર સાથે ફાઇનલમાં ઉતરવા જઈ રહી છે. ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, અને જસપ્રીત બુમરાહને પ્લેયિંગ 11માં સ્થાન આપવામાં આવ્યું છે. ત્રેણય ફાસ્ટ બોલરોએ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સારો દેખાવ કર્યો છે. ઇશાંત અને શમી 36-36 વિકેટ લીધી છે. જયારે જસપ્રીત બુમરાહએ 9 મેચમાં 34 વિકેટ ઝડપી હતી. તે સાથે ભારત પાસે અનુભવી સ્પિન અટેક છે. અશ્વિન બોલર રેન્કિંગમાં બીજા સ્થાને છે, જયારે જાડેજા ઓલ રાઉન્ડરની રેન્કિંગમાં બીજા સ્થાને છે. અશ્વિને WTCમાં 67 વિકેટ ઝડપી ત્રીજા ક્ર્મે છે.

આ પણ વાંચો:વિલિયમસનને પાછળ ધકેલી કોણ બન્યું નંબર 1 ?

 

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 17 ટેસ્ટ મેચ રમ્યું છે. તેમાં ભારત 12 ટેસ્ટ મેચ જીત્યું છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. તે સાથે 1 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જયારે ન્યૂઝીલેન્ડ 11 ટેસ્ટ મેચ રમ્યું છે. અને 07 મેચમાં તેમણે જીત મેળવી છે, જયારે 4 ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હારનો સામનો કરવો પડયો હતો. અને 1 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારત WTCના પોઇન્ટ ટેબલ પર ટોચે છે, ભારત 520 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે. જયારે ન્યૂઝીલેન્ડ 420 પોઇન્ટ સાથે બીજા નંબરે છે.ઇન્ડિયા ટીમ અત્યારસુધી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કુલ 59 ટેસ્ટ મેચ રમી છે. તેમાં ઇન્ડિયા 21 મેચમાં જીત પ્રાપ્ત થઇ અને 26 મેચ ડ્રો રહી હતી.ન્યૂઝીલેન્ડ ની ટીમ માત્ર 12 મેચમાં જ ઇન્ડિયા ને માત આપી છે. આંકડાઓ પરથી કહી શકાય કે ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્વ  ખુબ સારો દેખાવ કર્યો છે.

No comments

leave a comment