Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeઑટો & ગેજેટ્સઇલેક્ટ્રિક વાહનનું વેચાણ વધશે: 2027 સુધીમાં 18 અબજનું થશે.

ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ વધશે: 2027 સુધીમાં 18 અબજનું થશે.

electric car
Share Now

ભારતમાં હાલ ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ધીમે ધીમે વધી રહ્યું છે. જેમાં હાલ ટાટા અને MGની કાર માર્કેટમાં જોવા મળે છે. અને ટુ-વ્હીલની વાત કરીએ તો તેમાં ઘણા વિકલ્પો મળી જાય છે. પણ માર્કેટમાં મળતા ઇલેક્ટ્રીક વાહનો ઘણા મોંઘા હોય છે તો એક સામાન્ય વર્ગના ગ્રાહકો માટે ખરીદવું મુશ્કેલ હોય છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલ વાહનોનું વેચાણ વધારે થાય છે પરંતુ કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ પ્રમાણે ભારતનું ઈલેક્ટ્રોનિક માર્કેટ 2027 સુધીમાં 18 અબજ ડોલર સુધી પહોચી જશે

હાલની સ્થિતિમાં જીવન જરૂરિયાત અને મોજશોખની ચીજ વસ્તુમાં વધારો થઈ રહ્યો છે. પછી વાત હોય ગેસના બાટલા કે પછી શાકભાજી કે પછી ઇંધણની.વધતા જતા ભાવને કારણે લોકોંને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો આ મોંઘવારીથી બચવાના ઉપાય શોધી રહ્યા છે. જેથી લોકોએ ઈલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધાર્યો છે.

petrol vs electric

pc-cars24

પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવને કારણે વેચાણ વધશે 

 ઇંધણના  ભાવો ઈવી માર્કેટને વેગ આપશે. હાલ ભારતમાં ઇંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઈવી માર્કેટને વેગ મળશે. છેલ્લા 2 મહિનાથી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં સતત વધીને  રૂ.100ની પાર પોહચી ચૂક્યા છે. જેથી  લોકો ઈલેક્ટ્રિક વ્હિક્લને વધુ મહત્વ આપી રહ્યા છે.જેને જોતા લાગી રહ્યું છે કે  2020-2023 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનુ માર્કેટ 26 ટકાના વાર્ષિક દરે પોહ્ચે તેવી શક્યતા છે. જેના પગલે 2032 સુધી તમામ નવા વાહનોનુ ઈલેક્ટ્રિફિકેશન કરવાનો લક્ષ્યાંક છે. પેટ્રોલ-ડિઝલ પર લિટરદીઠ રૂ. 1નો  વધારો કરીને એક્સાઈઝ ડ્યુટી તેમજ ઈલેક્ટ્રિક વાહનોમાં જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે.

 

petrol vs electric

pc-cityspidey

આ પણ વાંચો:કયું બાઇક હશે યોગ્ય ઈલેક્ટ્રોનિક કે પેટ્રોલ ?

ભવિષ્યમાં ઇ-વાહનોમાં વેચાણ વધવાની શ્ક્યતા

પરંતુ લોકોની માથાદીઠ આવકોમાં વધારો  થઇ રહ્યો છે. તેમજ ગ્રાહકોની ઈ-વાહન પ્રત્યેની પ્રાથમિકતામાં પણ રસ વધી રહ્યો છે. જેના પગલે દેશનુ ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ 2027 સુધીમાં 18 અબજ ડોલરની સપાટીએ પોહચી જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર  2020માં ઓટોમોટીવ ઈલેક્ટ્રોનિક્સના કુલ વેચાણો 6 અબજ રહ્યું હતું. જેને જોતા  2027 સુધીમાં આ કુલ વેચાણ વધી ત્રણગણા વધવાની  આશા સેવાઈ રહી છે.

કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ એનાલિસ્ટ દ્વારા જાણવવામાં આવ્યું હતુ કે, ટેલિમેટિક્સ કંટ્રોલ યુનિટ, ઈન્ફોટેઈમેન્ટ તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સના વધતા જતા વપરાશના કારણે ઓટોમોટીવ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પેસેન્જર વધી શકે છે. સાથે સાથે વાહનોનો હિસ્સો 2/3 થઇ શકે છે.

tesla inside

pc-Tesla

વધુ સુવિધાના કારણે લોકોનું આકર્ષણ બનશે ઇ-વાહનો

વાત કરીયે  વૈશ્વિક માપદંડમાં ભારતની તો, ટેલિમેટિક્સનો ઉપયોગ વૈશ્વિક માપદંડોની તુલનાએ ભારતમાં તેનું સ્થાન નીચું છે. લોકોમાં અદ્યતન સલામતી અને કોમ્યુનિકેશન સર્વિસ વિશે જાગૃતિ વધી રહી છે. ત્યારે ઓટો ઉત્પાદકો દ્વારા વધુ કનેક્ટિવિટી તેમજ સેવા પ્રદાન કરી રહી છે,   તેથી ભવિષ્યમાં ઓટોમોટીવ માર્કેટ વેગ મળશે. વાત કરીયે પ્રિમિયમ સેગમેન્ટની તો પ્રિમિયમ સેગમેન્ટ કારમાં હજુ પણ હેડ અપ ડિસ્પ્લે, બ્લાઈન્ટ સ્પોટ મોનિટરિંગ સિસ્ટમ, ઓટો ડિમિંગ મિરર, એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ફિચર્સ જેવા મુખ્ય ફિચર્સ જોવા મળે છે.

2027 સુધીમાં પેસેન્જરનો વાહનદીઠ ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટનો સરેરાશ ખર્ચ 2685 ડોલર થવાની સંભાવના છે. કડક નિયમો જેવા કે કોર્પોરેટ એવરેજ ફ્યુલ ઈફિશિયન્સી 2 અને ભારત સ્ટેજ-6ના લીધે ઈલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધ્યો છે. જેથી ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં ટુ વ્હિલર માર્કેટ અતિ ઝડપે વધી શકે છે.

વાત કરીયે ટેક્સની તો ટેક્સમાં પણ ઈવીની ખરીદી પર અનેક પ્રોત્સાહનો મળી રહ્યા છે. ઈંધણથી ચાલતા વાહનો ની તુલનામાં ઈલેક્ટ્રોનિક વાહનો ટેક્સનો ભાર ઓછો જોવા મળશે. જેથી લોકોનું આકર્ષણ ઈલેક્ટ્રોનિક વાહન તરફ ખેચાશે, જેના પગલે ભવિષ્યમાં ઈ-વાહનોના વેચાણમાં વધારો થવાની શક્યતા વર્તાઈ રહી છે.

આ પણ વાંચો:ઇલેક્ટ્રિક વાહનમાં ટાટાની ધૂમ, એક મહિનામાં 70% વેચાણ વધ્યું

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android:http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment