ભારતમાં ઘણા તહેવારો (Indian Festivals) મનાવવામાં આવે છે. ભારત વિવિધતમાં એકતા ધરાવતો દેશ છે. ભારત એટલે અઢળક તહેવારોનો સંગમ. આપણે હંમેશા આપણા તહેવારો અલગ અલગ રીતે મનાવતા હોઈએ છીએ. દર વખતે કંઈક યુનિક કરવાનું પસંદ કરતા હોઈએ છીએ. આપણા તહેવારોમાં મિઠાઈઓ, પોશાક, પ્રવાસ, પરિવાર, શણગાર વગેરેનો સમાવેશ થાય છે. તહેવારો સાંસ્કૃતિક પરંપરાનું જતન કરે છે. તહેવારો ખુશીઓ લઈને આવતા હોય છે. તહેવારો પોતાના પરિવારજનો સાથે મળીને આનંદ માણવાનો ઉત્સાહ છે.
IMAGE CREDIT: NDTV
તહેવારો આવે છે ત્યારે ભારતના તમામ શહેરોમાં કંઈક અલગ જ રોનક આવી જાય છે. પ્રત્યેક શહેર અલગ અલગ રીતે તૈયારીઓ કરતુ હોય છે. મ્યૂનિસિપાલ કોર્પોરેશન તરફથી પણ ઘણી તૈયારીઓ થતી જોવા મળે છે. રસ્તાઓ, બ્રિજ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે એટલા સુંદર રીતે શણગારવામાં આવે છે કે શહેર આખુ ઝગમગતુ થઈ જાય છે. (Indian Festivals) તહેવારોની વાત આવે ત્યારે ગિફ્ટ્સની વાત તો પહેલા આવે છે. કારણ કે, સૌ કોઈને ગિફટ્સ ખૂબ જ પસંદ હોય છે. કોઈને ગિફ્ટ્સ આપવુ ગમે છે તો કોઈને ગિફ્ટ્સ લેવું. તાજેતરમાં આઝાદી પર્વ અને પારસી નવુ વર્ષ યોજાઈ ગયા.
Raksha Bandhan Buke
આ પણ વાંચોઃ શહેરમાં જામશે આસામની વાનગીઓનો અનોખો રંગ
રક્ષાબંધન અને ઓણમનું મહત્વ…(Indian Festivals)
આ અઠવાડિયામાં ઓણમ અને રક્ષાબંધન આવે છે. ઓણમ કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. મલયાલી કેલેન્ડરના પહેલા મહિના એટલે કે ચિંગમ (ઓગસ્ટ-સપ્ટેમ્બર) તરીકે ઓળખાય છે. દંતકથા તરીકે રાજા મહાબલિના ઘરે પાછા ફરવાના પ્રસંગ તરીકે ઊજવાય છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. કેરળની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી છે. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો તહેવાર છે. જેમાં બહેન ભાઈને સ્નેહથી રાખડી બાંધે છે. આ તહેવારમાં બ્રાહ્મણો પણ રાખડી બાંધે છે. તથા કેટલીક બહેનો આર્મી જવાનોને, પોલિસકર્મિઓને પણ રાખડી બાંધે છે. કારણ કે, તેઓ આ દેશની રક્ષા કરી રહ્યાં છે. તથા તમામ મહિલાઓની રક્ષા કરી રહ્યાં છે.
Bela Maniar & Nipa Kothari
સારા-નરસા પ્રસંગોમાં આપી શકો છો ગિફ્ટ હેમ્પર…
અમદાવાદમાં આર્ટ અને ક્રાફ્ટ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ચાંદખેડાના હોમટાઉન ખાતે આ આયોજન કરવામાં આવ્યુ હતુ. હવે તહેવારોમાં ગિફ્ટ હેમ્પરનું ચલણ વધ્યુ છે. ત્યાં આયના કુકરી ક્લબ અને આર્ટ ક્લબ દ્વારા આ ક્રાફ્ટ વર્કનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેલા મણિયાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અવનવા હેમ્પર તૈયાર કરવામાં આવ્યા હતા. નીપા કોઠારીના આ ક્રાફ્ટ વર્કમાં 40થી 50 લોકો જોડાયા હતા. જેમાં તેમણે એન્ગેજમેન્ટ બુકે, બેબી બોર્ન બુકે, રક્ષાબંધન હેમ્પર, મોર્ડન ગિફ્ટિંગ બુંક, ચોકલેટ બુકે, બર્થ ડે બુકે વગેરે હેમ્પર બનાવતા શીખવાડ્યા હતા. લગ્ન પ્રસંગમાં આપી શકો તેવા ગિફ્ટ હેમ્પર પણ બનાવતા શીખવાડ્યા. ચોક્લેટ્સ,બિસ્કિટ, કુકિઝ વગેરેને ઈનોવેટિવ રીતથી ક્રાફ્ટવર્ક કરીને આર્ટિસ્ટિક બનાવીને હેમ્પર તૈયાર કરી શકાય છે. આ પ્રકારના હેમ્પર આપણે જ્યારે મિત્રો કે, પરિવારજનોને ગિફ્ટ કરીએ છીએ ત્યારે તેઓ આપણને હંમેશા યાદ રાખે છે. આ સેમિનારમાં આંત્રપ્રિન્યોર બનવા માંગતી યંગ છોકરીઓ પણ જોડાઈ હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt