Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeસ્પોર્ટ્સભારતીય ટીમ એશિયા કપ 2023ના ત્રીજા રાઉન્ડમાં ક્વોલિફાય

ભારતીય ટીમ એશિયા કપ 2023ના ત્રીજા રાઉન્ડમાં ક્વોલિફાય

INDIAN FOOTBALL TEAM
Share Now

ભારતીય ફૂટબોલ ટીમ (INDIAN TEAM) હાલ વર્લ્ડ કપ ક્વોલિફાયર રમી રહી છે. તેમાં ગઈ કાલે ભારત અને અફગાનિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. તે મેચ 1-1થી ડ્રો રહી હતી અને તે સાથે ભારતીય ટીમ હવે એશિયાઈ કપ 2023ના ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. પરંતુ ભારત ફિફા વર્લ્ડ કપ 2022માંથી બહાર થઇ ગયું છે. આ મેચમાં અફગાનિસ્તાનના ગોલકીપર ઓવેસ અઝીઝીએ સેલ્ફ ગોલ કર્યો હતો અને ભારતને 1-0થી લીડ મળી હતી. પરંતુ ભારત આ લીડને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું. ભારતને આ મેચ જીત કે ડ્રો કરવાની હતી. તો જ ભારત એશિયાઈ કપ 2023ના ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પોહંચે. અને ભારત ડ્રો કરી ને ક્વોલિફાય થઇ છે.

 

બંને ગોલ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ કર્યા હતા કારણ કે ગોલકીપર ઓવેઝ અઝીઝીએ 75 મી મિનિટમાં ભારતીય ટીમને લીડ અપાવી તેના પોતાના ગોલમાં જ ગોલ થઈ ગયો હતો. જયારે અફગાનિસ્તાન માટે આ મેચ જીતવી ખુબ જરુરી હતી.

ભારત આ સાથે ગ્રુપ E માં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ભારત કતાર અને ઓમાન પછી ત્રીજા સ્થાને છે.ભારત 8 મેચ રમી છે અને તેમાંથી 1 મેચમાં ભારતને વિજય મળ્યો છે. જયારે 4 મેચ ડ્રો અને 3 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડયો હતો. અફગાનિસ્તાનના 8 મેચમાં માત્ર 6 પોઇન્ટ છે.અને ભારત પાસે 7 પોઇન્ટ હોવાથી ભારત ત્રીજા સ્થાને છે.

INDIAN FOOTBALL TEAM

PC-AIFF

ભારત(INDIAN TEAM)

ગુરપ્રીતસિંહ સંધુ, સંદેશ ઝીંગન, સુભાષિશ બોઝ, ચિંગલેન્સણા કોનશમ, ગ્લેન માર્ટિન્સ, બ્રાન્ડન ફર્નાન્ડિઝ, ઉદંતા કુમામ, સુરેશ વાંગજામ, બિપિન થૌનાજમ, મનવીર સિંહ, સુનીલ છેત્રી.

ભારત ત્રીજા સ્થાને

ગ્રુપ Eમાં અત્યારે કતાર પ્રથમ ક્રમે છે. કતાર 8 મેચમાંથી 7 મેચ જીત્યું છે અને 1 મેચ ડ્રો રહી હતી. કતારના 22 પોઇન્ટ સાથે પ્રથમ કર્મે છે. ઓમાને પણ સારો દેખાવ કર્યો છે. ઓમન 8 મેચમાંથી 6માં જીત મેળવી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. આ બે ટીમો પછી ત્રીજા કર્મે ભારત આવે છે. કહી શકાય કે ભારતે આ વખતે ઓમાન અને કતારને પણ ટક્કર આપી છે. ભારતે સારો દેખાવ કર્યો છે. ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું અને દરેક મેચમાં સારો દેખાવ કર્યો હતો

આ પણ વાંચો:શિખર ધવને બતાવી પોતાની સંગીત પ્રતિભા

ભારતીય ફૂટબૉલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી એ સારો દેખાવ કરી દરેક ફૂટબોલ પ્રેમીના દિલ જીત્યા છે. સુનિલ છેત્રી હવે આંતરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગોલ ફટકારનાર એકટીવ પ્લેયર્સમાં 74 ગોલ સાથે બીજા ક્રમેં આવી પહોંચ્યો છે.  પોર્ટુગલ સ્ટાર પ્લેયર રોનાલ્ડો 103 ગોલ સાથે પ્રથમ ક્રમે છે. સુનીલ છેત્રીએ 117 મેચોમાં જ 74 ગોલ ફટકાર્યા છે. આ મેચ સારું થયા પેહલા છેત્રી અને મેસી 72-72 ગોલ સાથે બરાબરી પાર હતા.અને આ મેચ માં ભારતીય સ્ટાર પ્લયેરએ બે ગોલ ફટકારીને મેસીને પાછળ પડી બીજા કર્મે પહોંચ્યો હતો.

 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment