Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતે બોલાવી બેઠક, સાત દેશોના NSA બેઠકમાં શામેલ

અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતે બોલાવી બેઠક, સાત દેશોના NSA બેઠકમાં શામેલ

NSA-Meet-Delhi
Share Now

અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતે એકઠી વધુ દેશોના NSAની બેઠક બોલાવી છે, જેને દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા સંવાદ નામ આપવામાં આવ્યું છે. જેને દિલ્હી રિજનલ સિક્યોરીટી ડાયલોગ નામ આપવામાં આવ્યું છે. જેનો હેતુ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવાનો છે.

અજીત ડોભાલ કરશે અધ્યક્ષતા 

દિલ્હીમાં આયોજિત આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA અજીત ડોભાલ) કરી રહ્યા છે. તેમણે બેઠકમાં કહ્યું કે મને ખાતરી છે કે અમારી ચર્ચા ફળદાયી સાબિત થશે.  અને તે આપણી સામૂહિક સુરક્ષા વધારવા અને અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવામાં પણ યોગદાન આપશે.

ભારત સહિત 8 દેશોના NSA શામેલ 

અજિત ડોભાલે વધુમાં કહ્યું કે અમે બધા અફઘાનિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે (NSA મીટ દિલ્હી) ભેગા થયા છીએ. અમે ત્યાંની ઘટનાઓ પર ધ્યાનપૂર્વક નજર રાખી રહ્યા છીએ. આ બેઠકમાં ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો/સચિવો હાજર છે.

આ પણ વાંચો:ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે ફોડ્યો હાઇડ્રોજન બૉમ્બ, ફડણવીસના આરોપોનો કર્યો વળતો પ્રહાર

કઝાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના અધ્યક્ષે કહ્યું કે અમે અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી સ્થિતિથી ચિંતિત છીએ. અફઘાન આર્થિક સ્થિતિ બગડી રહી છે, દેશ માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યો છે, તેથી માનવતાવાદી સહાય વધારવાની જરૂર છે.

અફઘાનિસ્તાન-કઝાકિસ્તાન સરહદ પર સ્થિતિ તંગ 

 ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવે કહ્યું કે સ્થળાંતર સંકટ છે. જેનો ઉકેલ સર્વસમાવેશક સરકાર જ આપી શકે. આ સિવાય તાજિકિસ્તાનની સુરક્ષા પરિષદના સચિવે કહ્યું કે અમે પાડોશી દેશ અફઘાનિસ્તાનની મદદ માટે કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવા તૈયાર છીએ, અફઘાનિસ્તાન સાથે અમારી લાંબી સરહદો છે. વર્તમાન પરિસ્થિતિને કારણે ડ્રગ્સની હેરાફેરી અને આતંકવાદ જેવી સમસ્યાઓ વધી શકે છે. તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પર સ્થિતિ તંગ છે.

બેઠકમાં કટોકટીનો ઉકેલ લાવવાની અપેક્ષા છે – તુર્કમેનિસ્તાન

કિર્ગિસ્તાનના સુરક્ષા પરિષદના સચિવે કહ્યું કે આ વિશ્વની સૌથી મુશ્કેલ સ્થિતિ છે. સંયુક્ત પ્રયાસો દ્વારા અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવાની જરૂર છે. સાથે જ રશિયન સુરક્ષા પરિષદના સચિવે કહ્યું કે આવી બહુપક્ષીય બેઠકો અફઘાનિસ્તાનમાં વિકાસની સ્થિતિ સાથે સંબંધિત મુદ્દાઓ અને પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં મદદ કરશે. જ્યારે તુર્કમેનિસ્તાનની સુરક્ષા પરિષદના સેક્રેટરીએ કહ્યું કે આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટના ઉકેલનો માર્ગ શોધવાની આશા છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતે એકઠી વધુ દેશોના NSAની બેઠક બોલાવી છે, જેને દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા સંવાદ નામ આપવામાં આવ્યું છે. જેને દિલ્હી રિજનલ સિક્યોરીટી ડાયલોગ નામ આપવામાં આવ્યું છે. જેનો હેતુ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવાનો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment