Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝIMF પાસે ભારતનું ભંડોળ વધતા ફોરેક્સ રીઝર્વ 633.558 અબજ ડોલરના વિક્રમી લેવલે

IMF પાસે ભારતનું ભંડોળ વધતા ફોરેક્સ રીઝર્વ 633.558 અબજ ડોલરના વિક્રમી લેવલે

Indian IMF SDR Pulls Foreign Exchange Reserves by 16.663 bn dollar to $633.558 bn
Share Now

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટ અને ડેટ માર્કેટમાં ગત સપ્તાહે વેચવાલી છતા ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં મસમોટો વધારો  થવો એ એક ચોંકાવનારી વાત છે. જોકે આ વધારો ફોરેક્સ રીઝર્વના વધારા કે FCAના વધારાને કારણે નહિ પરંતુ, ભારતના IMF પાસે રહેલ રીઝર્વ(Indian IMF SDR)માં થયેલ વધારાને આભારી છે.

Indian IMF SDR

Indian IMF SDR

RBIના ડેટા અનુસાર 27 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 16.663 અબજ ડોલર વધીને 633.558 અબજ ડોલરના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે. જોકે આ વધારા પાછળનું મુખ્ય કારણ સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ હોલ્ડિંગ(Indian IMF SDR)માં વધારો હતો.

બુધવારે આરબીઆઈએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(આઈએમએફ)એ 23 ઓગસ્ટ, 2021ના ​​રોજ ભારતને 12.57 અબજ SDR (નવીનતમ વિનિમય દરે આશરે 17.86 અબજ ડોલરની સમકક્ષ) ફાળવણી કરી હતી.

SDR હોલ્ડિંગ્સ દેશના વિદેશી મુદ્રા ભંડારનો જ એક ભાગ છે. IMF તેના સભ્યોને ફંડમાં હાલના ક્વોટાના પ્રમાણમાં આ સામાન્ય SDRની ફાળવણી કરે છે.

આ પણ વાંચો : શ્રીલંકામાં લાગુ થયેલ આ Economic Emergency શું છે ? આર્થિક કટોકટીમાં કયા પ્રતિબંધો લાદવામાવાં આવે છે ?

સામાન્ય ભાષામાં સમજીએ તો બેંકમાં રહેલ તમારી થાપણ તમારા બચત ખાતાની રકમ અને અન્ય અસ્કયામતોને આધારે મળતા ઓવરડ્રાફટની રકમને દેશના સંદર્ભમાં IMF પાસે રહેલ સ્પેશ્યલ ડ્રોઈંગ રાઇટ્સ (SDR) તરીકે ઓળખવામાં આવે છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડા મુજબ 27 ઓગસ્ટ, 2021ના ​​રોજ સમાપ્ત થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં દેશનું એસડીઆર હોલ્ડિંગ(Indian IMF SDR) 17.866 અબજ ડોલર વધીને 19.407 અબજ ડોલર થયું છે.

Forex Reserves

જોકે આ એસડીઆરની રકમને બાજુએ મુકવામાં આવે તો અપેક્ષા મુજબ જ આ સપ્તાહે દેશના કુલ વિદેશી હૂંડિયામણ અનાતમાં ઘટાડો નક્કી જ હતો. આ સપ્તાહે ફોરેક્સ રીઝર્વમાં મહત્વનો ફાળો આપતા એફસીએમાં 1.409 અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તે 571.6 અબજ ડોલર થયું છે.

ફોરેન કરન્સી એસેટ્સમાં વિદેશી હૂંડિયામણમાં દેશ પાસે જમા યૂરો, પાઉન્ડ અને યેન જેવી બિન અમેરિકન કરન્સીમાં ભાવ તેજી કે અવમુલ્યનના પ્રભાવને સામેલ કરવામાં આવે છે. FCAને ડોલરના ટર્મમાં દર્શાવવામાં આવે છે.

Foreign Exchange Reserves

20 ઓગસ્ટ, 2021ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત 2.47 અબજ ડોલર ઘટીને 616.895 અબજ ડોલર થયું હતુ.

સોનાનો ભંડાર 

સોનાનો ભંડાર 19.2 કરોડ ડોલર વધીને 37.441 અબજ ડોલર થયો છે. આ રીપોર્ટિંગ સપ્તાહમાં આઇએમએફ પાસે રહેલ અનામત 1.4 કરોડ ડોલર વધીને 5.11 અબજ ડોલર થયું છે.

છેલ્લા બે વર્ષમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર વધારો થયો છે. 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ફોરેક્સ રીઝર્વ 429.6 અબજ ડોલર હતું, તે છેલ્લા બે વર્ષમાં 204 અબજ ડોલર વધીને હવે 633.56 અબજ ડોલર છે. આ સાથે ભારતનું ફોરેન એક્સચેન્જ રીઝર્વ વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. વિશ્વમાં સૌથી વધુ રીઝર્વ ચીન બાદ જાપાન અને સ્વીસ બાદ ચોથા ક્રમે ભારત પાસે છે.

આ પણ વાંચો : The Golden Vadapav : જોઈને ચોંકી જ જશો આ સોનાના વડાપાવને….! ભાવ માત્ર 2000 રૂપિયા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment