Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઅમેરિકામાં રહેતા ભારતીયોએ ચીન અને જાપાનના લોકોને આ બે મોરચે પછાડ્યા, ગુજરાતીઓનો ડંંકો

અમેરિકામાં રહેતા ભારતીયોએ ચીન અને જાપાનના લોકોને આ બે મોરચે પછાડ્યા, ગુજરાતીઓનો ડંંકો

Indian Income in US: Indians living in America left behind the people of China and Japan
Share Now

નવી દિલ્હી : અમેરિકામાં રહેતા ભારતીય આજકાલ નવા કારણોથી સમાચારોમાં છે. અમેરિકામાં રહેતા ભારતીયો પોતાની કુશળતાને કારણે સતત તરક્કીની સીડીઓ પર ચાલી રહ્યા છે અને સમૃદ્ધિનો નવો કિર્તીમાન સ્થાપી રહ્યા છે. અમેરિકામાં હાલમાં જ વસતી ગણતરીમાં સામે આવેલ આંકડા જણાવે છે કે, કોલેજ એજ્યુકેશન અને સંપતિ મામલે ભારતીયો(Indian Income in US)એ USAના નેશનલ સરેરાશની તુલનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

Indian Income in US: Indians living in America left behind the people of China and Japan

Indian Income in US

યુએસમાં રહેતા ભારતીયોની સરેરાશ ઘરેલુ આવક(Indian Income in US) 1,23,700 ડોલર છે, જ્યારે યુએસની કુલ વસ્તીની સરેરાશ 63,222 કરોડ છે એટલેકે ભારતમાંથી અમેરિકા ગયેલા લોકો પરદેશમાં જઈને વધુ મહેનત-મજૂરી કરીને તે દેશના લોકો કરતા(Indian Income in US) બમણી આવક રેળી રહ્યાં છે. યુએસની વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે યુએસમાં રહેતા 79% ભારતીયો કોલેજના વિદ્યાર્થીઓ છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 34 ટકા જ છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોએ શિક્ષણ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : શું થોડા દિવસોમાં ઘટી રહ્યા છે આસમાને પહોંચેલા પેટ્રોલ-ડીઝલના ભાવ ?

કયા દેશના નાગરિકોની સરેરાશ આવક કેટલી ?

અમેરિકામાં રહેતા ભારતીય લોકોના આ શાનદાર પ્રદર્શનને કારણે અન્ય એશિયાઈ રેસીડન્ટ પાછળ છુટી ગયા છે. મીડિયન હાઉસહોલ્ડ ઈનકમ લેવલ મુજબ, અમેરિકામાં રહેતા વિદેશી લોકોમાંથી તાઈવાન અને ફિલિપાઈન્સના નાગરિકો ભારત પછી આવ્યા છે. અમેરિકામાં રહેતા તાઈવાની નાગરિકોની સરેરાશ સ્થાનિક આવક 97,000 ડોલર છે જ્યારે ફિલિપાઈન્સના નાગરિકોની 95,000 ડોલર છે. અમેરિકામાં રહેતા ચીની નાગરિકોની સરેરાશ લોકલ ઈન્કમ 85,229 ડોલર છે, જ્યારે જાપાનીઓની આવક 84,068 જેટલી છે.

Indian Income in US: Indians living in America left behind the people of China and Japan

ગરીબ નથી ભારતીય અમેરિકન

અમેરિકામા રહેતા ભારતીયોમાં  ગરીબીના આંકડામાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં રહેતા ભારતીયોમાંથી માત્ર 14 ટકાની આવક 40,000 ડોલરથી ઓછી છે. અમેરિકામાં રહેતા ભારતીયોમાંથી 25 ટકાએ કહ્યું કે, તેની આવક 2,00,000થી વધુ છે. અમેરિકી વસતી ગણતરીના હિસાબે કુલ વસતીમાં 2,00,000થી વધુ કમાતા લોકોની ફક્ત 8 ટકા વસતી છે.

આવકની ગણના

અમેરિકામાં હાલમાં જ વસતી ગણતરીના આંકડા સામે આવ્યા છે. અમેરિકી વસતી ગણતરીના આંકડાથી જાણવા મળ્યું છે કે, ભારતથી વીઝા પર અમેરિકા જતા અને અમેરિકામાં પેદા થયેલા ભારતીય મૂળના નાગરિકની પારિવારિક આવક લગભગ સરખી છે. આ 1,150,00 જેટલી છે. ભારતથી અમેરિકા ગયેલ અમેરિકન સીટીઝનની સરેરાશ આવક 1,40,000 છે.

આ પણ વાંચો : સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા લાખો રૂપિયા પોસ્ટ ઓફિસમાંથી થયા ગાયબ, ખાતેદારો ચિંતામાં

આ તમામ આંકડામાં આપણા સૌનું ધ્યાન ભારતના ગુજરાતીઓના આંકડા પર જાય છે. અમેરિકામાં ભણતર પર સૌથી વધુ ફોકસ પશ્ચિમ અને દક્ષિણ ભારતના લોકો કરી રહ્યાં છે. ગુજરાતીઓ કરતા દક્ષિણના લોકોની અમેરિકાની આવક વધુ છે પરંતુ, સરેરાશ સરેરાશ આવકમાં ગુજરાત અમેરિકામાં ભારત વતી ટોચ પર છે. આમ ભણતર અને જો ભણતર ન થાય તો ગણતર પણ કરીને આવક મેળવવામાં આપણા ગુજ્જુ પરિવારો અમેરિકામાં પણ ડંકો વગાડી રહ્યાં છે.

 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment