Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ : હવે ભારતીય રોકાણનું શું થશે ?

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ : હવે ભારતીય રોકાણનું શું થશે ?

indian-investments-in-afghanistan-what-will-happen-to-indian-investment-after-the-taliban-takeover-of-afghanistan
Share Now

નવી દિલ્હી : લગભગ 30 વર્ષો સુધી અફઘાનિસ્તાન (Afghanistan)માં આંદોલન અને પછી કટ્ટરવાદી સંગઠનો તરીકે પગ જમાવેલ તાલિબાનોએ આખરે દેશની સંપૂર્ણ સત્તા હાંસિલ કરી લીધી છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની (President Ashraf Ghani)ને દેશ છોડવા મજબૂર કર્યા છે. અમેરિકન સેનાએ દેશ છોડ્યા પછી થોડા જ દિવસોમાં જોતજોતામાં દરેક પ્રાંત, દરેક શહેર પર તાલિબાન (Taliban)નો કબજો થઈ ગયો. આ સાથે જ સવાલ એ પણ છે કે હવે તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનમાં ભારતના રોકાણ(Indian Investments In Afghanistan)નું શું થશે ?

Indian Investments in Afghanistan: What will happen to Indian investment after the Taliban takeover of Afghanistan?

Indian Investments In Afghanistanનું ભાવિ શું ?

અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ હવે સ્થિતિ વધુ અજીબ ખરાબ થઈ ગઈ છે. ભારતે અફઘાનિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કરેલું છે અને તાલિબાન બની ગયા પછી આ સ્થિતિમાં હવે રોકાણ ફસાઈ શકે છે. અફઘાનિસ્તાનમાં ઘણાં દેશોની 20 વર્ષની મહેનત પર પાણી ફરી ગયું છે. દક્ષિણ એશિયાઈ વિસ્તારોમાં ભારતના વ્યૂહાત્મક ઈન્ટરેસ્ટના હિસાબે પણ અફઘાનમાં સત્તા પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટના છે.

Indian Investments in Afghanistan: What will happen to Indian investment after the Taliban takeover of Afghanistan?

આ પણ વાંચો : મોદી સરકારનું સપનું રોળાશે, 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી હવે………….

400થી વધુ પ્રોજેક્ટ છે સામેલ

ભારતે અફઘાનિસ્તાનમાં રોડ, ડેમ, વિજળી ટ્રાન્સમિશન લાઈન અને સબ સ્ટેશન, શાળા-હોસ્પિટલો વગેરે બનાવાયા છે. ભારતે અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ભારત તરફથી અફઘાનિસ્તાનના ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં મોટા રોકાણ (Indian Investments In Afghanistan) પર હવે તાલિબાની શાસનને કારણે ખતરો પેદા થઈ શકે છે. ભારતના વિદેશ મંત્રાલય અનુસાર, અફઘાનિસ્તાન (Afghanistan)માં ભારતે 400થી વધુ નાના-મોટા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.

Indian Investments in Afghanistan: What will happen to Indian investment after the Taliban takeover of Afghanistan?

અફઘાનિસ્તાનના સંસદને પણ ભારતે બનાવ્યું

અફઘાનિસ્તાનમાં ભારતના સૌથી મોટા રોકાણવાળા પ્રોજેક્ટ(Indian Investments In Afghanistan)માં કાબુલમાં અફઘાનિસ્તાન સંસદ છે. અફઘાન પાર્લામેન્ટને બનાવવામાં ભારતે લગભગ 675 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અફઘાન સંસદનું ઉદ્ધાટન ભારતના પીએમ મોદીએ વર્ષ 2015માં કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત-અફઘાન મૈત્રી ઐતિહાસિક ઘટના છે. અફઘાન સંસદમાં એક બ્લોક ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામે પણ છે.

Indian Investments in Afghanistan: What will happen to Indian investment after the Taliban takeover of Afghanistan?

ડેમની સુરક્ષા પર સવાલ

અફઘાનીસ્તાનમાં વિજળીના ઉત્પાદનને વધારવા માટે એક સલમા ડેમ બનવા જઈ રહ્યો હતો. હેરાત પ્રાંતમાં બની રહેલો સલમા ડેમ 42 મેગાવોટનો હાઈડ્રો પાવર પ્રોજેક્ટ છે. વર્ષ 2016માં તેનું ઉદ્ધાટન થયું હતું અને તેને ભારત-અફઘાન મૈત્રી પ્રોજેક્ટના નામ ઓળખવામાં આવે છે. હેરાત પ્રાંતમાં છેલ્લા કેટલાક સપ્તાહથી અફઘાન સેના અને તાલિબાન વચ્ચે ભારે જંગ ચાલી રહી હતી. તાલિબાનનો દાવો છે કે સલમા ડેમ (Salma Dam) આસપાસના વિસ્તારો પર હવે તેનો કબજો થઈ ગયો છે. સલમા બંધની સુરક્ષામાં તૈનાત કેટલાક સુરક્ષાકર્મીઓ પણ તાલિબાનીઓના હાથે મોતને ભેટ્યા છે.

Indian Investments in Afghanistan: What will happen to Indian investment after the Taliban takeover of Afghanistan?

ઈરાન બોર્ડર પર આવેલો હાઈવે

ભારતના બોર્ડર રોડ ઓર્ગોનાઈઝેશન (BRO)એ અફઘાનિસ્તાનમાં 218 કિલોમીટર લાંબો હાઈવે બનાવ્યો છે. ઈરાન બોર્ડર પાસે આવેલ જારાંજ-ડેલારમ હાઈવેના નિર્માણ પર 15 કરોડ ડોલર ખર્ચાયા છે. આ હાઈવે એટલા માટે પણ મહત્વનો છે કેમ કે આ અફઘાનિસ્તાનમાં ભારતને ઈરાન માટે એક વૈકલ્પિક માર્ગ આપે છે. જારાંજ હાઈવેના નિર્માણમાં ભારતના 11 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જારાંજ-ડેલારમ સિવાય પણ કેટલાક રોડ પ્રોજેક્ટ્સમાં ભારતે રોકાણ કર્યું છે. જારાંજ-ડેલારમ પ્રોજેક્ટ (Zaranj-Delaram project) ભારતના સૌથી મહત્વપૂર્ણ રોકાણ(Indian Investments In Afghanistan)માંથી એક છે. પાકિસ્તાન જો જમીન માર્ગે વેપાર કરતા રોકવાનો પ્રયત્ન કરે તો એવી સ્થિતિમાં આ રોડ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે.

આ પણ વાંચો : Olaનું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ : જાણો ભાવ, ફીચર્સ સહિતની તમામ વિગતો એક ક્લિકે

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment