Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeઑટો & ગેજેટ્સ2 કરોડ રૂપિયા જીતવાની છેલ્લી તક, આજે છે છેલ્લી તારીખ, જલ્દી ચેક કરો શું કરવાનું છે ?

2 કરોડ રૂપિયા જીતવાની છેલ્લી તક, આજે છે છેલ્લી તારીખ, જલ્દી ચેક કરો શું કરવાનું છે ?

Indian Oil 2 Crore Offer: IOC’s bumper offer! Refill fuel and win Rs 2 crore, here’s how
Share Now

નવી દિલ્હી : મોંઘવારી…. ભાવ વધારો… બેરોજગારી… રોગચાળો … આ તમામ મુદ્દાને સાઈડ પર મૂકીને જો કોઈ તમને એમ કહે કે તમે એક કે બે લાખ નહીં પરંતુ સીધા જ 2 કરોડ રૂપિયા જીતી શકો છો. સૌપ્રથમ તો તમને આ વાત માનવામાં નહીં આવે, પરંતુ હા તમારી પાસે આજના દિવસે આ એક સોનેરી તક છે કે તમે 2 કરોડ રૂપિયા તમારા નામે કરી શકો છો. ખરેખર, તમને આ તક બીજું કોઈ નહીં પરંતુ દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ (Indian Oil) આપી રહી છે. કંપની ગ્રાહકોને કરોડપતિ(Indian Oil 2 Crore) બનવાની તક એક ઓફર દ્વારા પ્રદાન કરી રહી છે. આ ઓફર હેઠળ, તમે કંપનીના રિટેલ આઉટલેટ્સમાં ડીઝલ ભરીને 2 કરોડની રકમ જીતી શકો છો.

Indian Oil 2 Crore Offer: A consumer can get a chance to win Rs 2 crore by buying diesel from an Indian Oil petrol pump.

હા….!!! ઇન્ડિયન ઓઇલ એક ઓફર આપે છે જેને ‘ડીઝલ ભરો, ઇનામ જીતો’ કહેવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની આ ઓફર 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય નાગરિકને મળી શકે છે. ઇન્ડિયન ઓઇલે એક ટ્વીટ દ્વારા ઓફર વિષે આ માહિતી આપી છે. તો ચાલો જાણીએ…

Indian Oil 2 Crore Offer શું છે?

ડીઝલ ભરો, ઇનામ જીતો ઓફરનો લાભ ઉઠાવવા માટે, તમારે ઇન્ડિયન ઓઇલ રિટેલ આઉટલેટમાંથી કોઈપણ પર ઓછામાં ઓછું 25 લિટર ડીઝલ અથવા વધુ ખરીદવાનું રહેશે. શરત એ છે કે તેને એક જ બિલમાં ખરીદવું પડશે. મતલબ તમારે એક જ વખતમાં 25 લિટર ડીઝલ ખરીદવું પડશે. આ માટે અલગ બીલ હોવા જોઈએ નહીં.

આ પણ વાંચો : કર્મચારીઓ આનંદો! બેઝિક સેલેરી 15,000થી વધીને થઈ શકે છે……….

તમે 31 જુલાઈ 2021ની મધ્યરાત્રિ 12 વાગ્યા સુધીમાં આ ઓફરનો લાભ લઈ શકો છો. એટલે કે કરોડપતિ બનવાની આ તક માટે આજે જ છેલ્લી તારીખ છે.કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ કારણોસર ગ્રાહક બિલ નંબર એસએમએસ (SMS) ન કરી શકે. ઇન્ડિયન ઓઇલ આ માટે જવાબદાર રહેશે નહીં. આ સાથે, તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો બિલ ખોવાઈ ગયું છે અથવા ઇ-રસીદ કોઈપણ રીતે ડીલીટ થઇ જાય છે, તો પછી તેમના ઈનામ(Indian Oil 2 Crore Offer) દાવાઓને નકારી કાઢવામાં આવશે. તેથી જ ઓરિજિનલ પ્રિન્ટેડ બિલ તમારી સાથે રાખવું જરૂરી છે.

Indian oil Corporation announced 2 crore rupees offer for diesel bharo inaam jeeto scheme

અહીં SMS કરો

25 લિટર અથવા તેનાથી વધુ ડીઝલ ખરીદ્યા બાદ તમને સિંગલ પ્રિન્ટેડ બિલ મળશે. તેના પર બિલ નંબર અને ડીલર કોડ હશે. તે કોડને 7799033333 નંબર પર SMS દ્વારા મોકલવો પડશે. મેસેજ મોકલવા માટે પહેલા તમારે ડીલર કોડ ટાઇપ કરવો પડશે, ત્યારબાદ તમારે સ્પેસ છોડી બિલ નંબર ટાઇપ કરવાનો રહેશે, ત્યારબાદ સ્પેસ આપીને જથ્થો લખો અને 7799033333 નંબર  પર મોકલો.

ડીઝલ ખરીદવાની વિગતો એસએમએસ દ્વારા આપીને, તમે ઇન્ડિયન ઓઇલની આ ઓફરનો ભાગ બની શકો છો. મત

Indian Oil 2 Crore Offer

લબ કે તમે એક જ રિટેલ આઉટલેટ અથવા અલગ અલગ આઉટલેટ પર બે વખત 25 લિટર અથવા વધુ ડીઝલ ખરીદી શકો છો અને એસએમએસ મોકલી શકો છો અને યોજનાનો ભાગ બની શકો છો.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment