Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝ2021માં ભારતીય સ્ટાર્ટઅપ્સને મળ્યું બમ્પર ફંડિંગ, બન્યા 11 નવા યૂનિકોર્ન

2021માં ભારતીય સ્ટાર્ટઅપ્સને મળ્યું બમ્પર ફંડિંગ, બન્યા 11 નવા યૂનિકોર્ન

Indian startups get bumper funding in 2021, 11 new unicorns created
Share Now

નવી દિલ્હી : દેશમાં સ્ટાર્ટઅપ્સની શરૂઆત પછી એક અલગ જ યુગની શરૂઆત થઈ હોય એમ લાગે છે.  ભારતમાં નાના-મોટા સ્ટાર્ટઅપ્સની ગણતરી માંડવા બેસીએ તો પાર ન આવે. બહું ઓછા વર્ષોમાં દેશમાં નાના બિઝનેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેમાં દેશ અને દુનિયામાંથી રોકાણ પણ વધ્યું છે. નાસ્કોમ પીજીએ-લેબ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સ્ટાર્ટઅપ (Indian Startups) ને વર્ષ 2021 એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં લગભગ 6.5 બિલિયન અમેરિકન ડોલરનું ફંડિંગ મળ્યું છે, જ્યારે આ દરમિયાન 11 સ્ટાર્ટઅપ્સ પ્રતિષ્ઠીત યૂનિકોર્ન ક્લબ (Unicorn Club)માં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા છે.

Indian Startups

Indian startups get bumper funding in 2021, 11 new unicorns created

બીજી તરફ ક્વાર્ટર દરમિયાન 160 ફંડિંગ ડીલ્સ ક્લોઝ કરવામાં આવી જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની તુલનામાં 2 ટકા વધુ હતી. વર્ષ 2021નું બીજું ક્વાર્ટર સ્ટાર્ટઅપ્સના હિસાબે ઘણું શાનદાર રહ્યું હતું, આ દરમિયાન સૌથી વધુ ફંડ મળ્યું, સાથે જ યૂનિકોર્નની સંખ્યા પણ સૌથી વધુ રહી હતી. આ રિપોર્ટ અનુસાર, મહામારીની બીજી લહેર સમયે લાંબા સમય સુધી ટકી રહેવા માટે ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમે આ ક્વાર્ટરમાં ઘણી સારી સુગમતા જોવા મળી હતી.

આ પણ વાંચો : લોન્ચિંગ પહેલા જ સરકાર વેચશે/ભાડે આપશે જાહેર મિલકતો: આજે લોન્ચ કરશે NMP

આ સ્ટાર્ટઅપ્સને મળ્યું ફંડ

જૂન ક્વાર્ટર દરમિયાન સૌથી મોટી ડીલ ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગી દ્વારા કરવામાં આવી હતી. સ્વિગી (Swiggy)એ 800 મિલિયન અમેરિકન ડોલરનું ફંડ પ્રાપ્ત થયું હતું. ત્યાર બાદ શેરચેટ (Shaechat)ને 502 મિલિયન ડોલર, બાયઝૂસને 340 મિલિયન ડોલર, ફાર્માઈઝીને 323 મિલિયન ડોલર અને મીશો (Meesho)ને 300 મિલિયન ડોલરનું ફંડિંગ મળ્યું હતું. ત્યારે જૂન 2021ના ક્વાર્ટરમાં પાઈન લેબ્સને 28.5 કરોડ ડોલર, ડિલ્હીવરીને 277 મિલિયન ડોલર, ઝેટાને 250 મિલિયન ડોલર, ક્રેડને 215 મિલિયન ડોલર અને અર્બન કંપનીને 188 મિલિયવ ડોલરનું ફંડ મળ્યું હતું.

Indian startups get bumper funding in 2021, 11 new unicorns created

વર્ષ 2021ના જૂન સુધી ઈન્ડિયન સ્ટાર્ટઅપ્સ(Indian Startups) ઈકોસિસ્ટમે 53 યૂનિકોર્ન ઉત્પન્ન કર્યા છે. એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં તેની પ્રગતિ ઘણી સારી રહી છે. આ દરમિયાન સૌથી વધુ ફંડિંગ પ્રાપ્ત થવા સાથે યુનિકોર્નની સંખ્યા પણ સૌથી વધુ વધી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2021ના બીજા ક્વાર્ટરમાં જોડાયેલ લગભગ 27 ટકા યુનિકોર્ન ફિનટેક સ્ટાર્ટઅપ હતા, જ્યારે 18 ટકા SaaS (Software as a service) અને સોશિયલ કોમર્સ સાથે સંબંધિત હતા.

ઉલ્સલેખનીય છે કે, જે સ્ટાર્ટઅપની વેલ્યૂ 1 બિલિયન ડોલર થઈ જાય તે સ્ટાર્ટઅપ યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં ગણાય છે. કંપનીનો ફેલાતો બિઝનેસ, ફાસ્ટ ગ્રોથ સ્ટ્રેર્ટજી અને સમાજને કંઈક અલગ આપવાની ભાવના જેવા પરિબળોને કારણે ફંડ મળી રહે છે. ભારતમાં સ્ટાર્ટઅપ્સ (Indian Startups) ખૂબ જ સારી રીતે અને જૂજ માત્રામાં ફુલ્યા ફાલ્યા છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment