Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સવિમેન્સ ક્રિકેટ- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી રમાશે ટેસ્ટ મેચ

વિમેન્સ ક્રિકેટ- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી રમાશે ટેસ્ટ મેચ

INDIAN WOMEN TEAM
Share Now

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ(INDIAN WOMEN TEAM) હાલ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમવા પોહચી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ મેચ રમાડવામાં આવશે. આ સાથે ભારત વિમેન્સ ક્રિકેટ ટીમ સાત વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટ રમશે. ભારતે છેલ્લે 2014માં સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ સામે ટેસ્ટ મેચ રમી હતી. ત્યાર બાદ ભારત ટેસ્ટ મેચ રમી નથી. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ ઘણી ટેસ્ટ મેચો રમી છે. ભારતીય ટીમને હાલ ટેસ્ટ ક્રિકેટનો અનુભવ નથી. ભારતીય ટીમમાં માત્ર 8 જ ખેલાડીએ ટેસ્ટ મેચ રમી છે. હરમનપ્રીત કૌર, શીખા પાંડે, એકતા બિસ્ત, પૂનમ પાંડે, પૂનમ રાઉત અને સ્મૃતિ મંદાના જ ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. મિતાલી રાજની આગેવાની હેઠળ ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. મિતાલી રાજ ભારત માટે ટેસ્ટ મેચો રમી ચુકી છે. અને તે અનુભવી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલ કેટલાક ટાઈમથી ઇન્ટરનેશનલ મેચો નથી રમી રહ્યું. કોરોના મહામારીને કારણે ઘણી મેચો રદ્દ થઇ હતી. અને ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી વન ડે અને T-20 ક્રિકેટ રમી રહી છે. અને ભારતીય ટીમેં તેમાં સારો દેખાવ કર્યો છે. ટીમ 2020ના T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પોહચી હતી અને તેમાં ભારતને હારનો સામનો કરવો પડયો હતો. તે બાદ ભારત કોઈ સિરીઝ રમી નથી. છેલ્લા 15 મહિનામાં ભારતીય ટીમને કઈ ખાસ રમવાની તક મડી નથી.ભારત છેલ્લી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. અને તેમાં ઇંગ્લેન્ડને 2 વાર માટે આપી છે.જો બ્રિસ્ટોલમાં ભારતીય મહિલા ટીમ જીત મેળવે તો ભારત મહિલા ટેસ્ટમાં સતત જીતવાનો રેકોર્ડ તોડી નાખશે. ઇન્ડિયા છેલ્લે ત્રણ મેચ જીતી છે. તેમાં ઈંગ્લેન્ડ 2 ટેસ્ટ અને દક્ષિણ આફ્રિકા સામે એક જીત મેળવી છે તેથી આ ટેસ્ટ મેચ વધુ રોચક રહશે.

INDIAN WOMEN TEAM

PC-GETTY IMAGE

ભારત 30 અને ઇંગ્લેન્ડ 47 ટેસ્ટ મેચ રમી

મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીએ સૌથી વધારે ટેસ્ટ મેચ રમી છે.બંને ખેલાડીએ 10-10 ટેસ્ટ મેચ રમી છે. બાકી 6 ખેલાડી માત્ર 1 જ ટેસ્ટ મેચ રમી છે. ભારતીય ટીમ નો મદાર મિતાલી અને ગોસ્વામી પર વધારે છે. ભારતીય ટીમની T-20 કેપ્ટન હરમનપ્રીત કૌર પણ આ ટેસ્ટ મેચ રમવાની છે. કૌરએ મેચોમાં સારો દેખાવ કરીને ભારતને જીત અપાવી છે. અને આ ટેસ્ટ મેચમાં પણ તેણે સારો દેખાવ કરવો પડશે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો તેમાં ભારતની સામે ઇંગ્લેન્ડનું પલડું ભારે જણાઈ રહ્યું છે. ભારત પાસે માત્ર 30 ટેસ્ટ મેચ રમી છે. જયારે ઇંગ્લેન્ડ 47 ટેસ્ટ મેચ રમી છે. જોક ભારત અને ઇંગ્લેન્ડ પેહલા પણ રમી ચૂક્યું છે. 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ(INDIAN WOMEN TEAM)

મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (ઉપ-કપ્તાન), પુનમ રાઉત, પ્રિયા પુનિયા, દિપ્તિ શર્મા, જેમીમાહ રોડ્રિગ્સ, શફાલી વર્મા, સ્નેહ રાણા, તાનીયા ભાટિયા , ઇન્દ્રની રોય , ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ.

આ પણ વાંચો:WTC ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત

ઇંગ્લેંડ મહિલા ક્રિકેટ ટીમ

હિથર નાઈટ (કેપ્ટન), એમિલી આર્લોટ, ટેમી બ્યુમોન્ટ, કેથરિન બ્રન્ટ, કેટ ક્રોસ, ફ્રીઆ ડેવિસ, સોફિયા ડંકલે, સોફી એક્લેસ્ટોન, જ્યોર્જિયા એલ્વિસ, નતાશા ફેરાન્ટ, સારાહ ગ્લેન, એમી જોન્સ, નાથલી સાયવર, અન્યા શ્રુબ્સલે, મેડી વિલિયર્સ , ફ્રાન્સ વિલ્સન, લોરેન વિનફિલ્ડ-હિલ.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment