Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝભારતીય મહિલા હોકી ટીમની હાર્ટબ્રેક હાર, મોદીજીએ ટ્વીટ કરીને હિંમત આપી

ભારતીય મહિલા હોકી ટીમની હાર્ટબ્રેક હાર, મોદીજીએ ટ્વીટ કરીને હિંમત આપી

Share Now

બ્રિટને ભારતીય મહિલા હોકી ટીમને (Indian women’s hockey team) હરાવ્યું છે. બ્રિટને ભારતને ૪-૩ના સ્કોરથી હરાવ્યું છે. પરંતુ મહિલા ટીમે રમતમાં ખુબ જ સરસ પ્રદર્શન કર્યું છે. બીજા ક્વાટરમાં ભારતીય ટીમે ૩-૨ની લીડ પણ મેળવી લીધી હતી. પણ આ લીડ વધારે સમય ટકી શકી નહોતી. ત્યારબાદ ત્રીજા અને ચોથા ક્વાટરમાં બીજા ૨ ગોલ કરીને બ્રિટને મેચ જીતી લીધી હતી.

બ્રિટને ભારતીય મહિલા હોકી ટીમને (Indian women’s hockey team) હરાવ્યું

Indian women's hockey team loses in Olympic 2021

image credits- google images

ભારતીય મહિલા હોકી ટીમે પહેલી વાર સેમી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. જે એક એતિહાસિક પળ બની ગયો હતો.આ પહેલા ભારતીય મહિલા ટીમ માત્ર ૨ વખત જ ઓલમ્પિકમાં રમી ચુકી છે.

જો વાત કરીએ વિસ્તારપૂર્વક તો પ્રથમ ક્વાટરમાં બને ટીમો જોશ સાથે હોકી રમી હતી. જેમાં બીજી મિનીટમાં ગ્રેટ બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેની સામે ભારતીય ટીમે ખુબ સારી રીતે બચાવ કર્યો હતો. તેના પછી 10 મિનીટ પછી ફરીથી બ્રિટનને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. જેનો પણ ભારતીય ટીમે ખુબ સરસ રીતે બચાવ કર્યો હતો અને બને ગોલ નિષ્ફળ રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ટીમને હિમ્મત આપી 

બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ફરીથી વાપસી કરી હતી. જેમાં ૪ જ મીનીટમાં ભારતીય ટીમે ૩ ગોલ કર્યા હતા. ગુરજિત કૌરે 25મી અને 26મી મિનિટમાં ગોલ કરીને પ્રથમ સ્કોરને 2-2થી બરાબરી કરી હતી. આ પછી વંદના કટારિયાએ 29મી મિનિટમાં ગોલ કરીને ટીમ ઇન્ડિયાને લીડ અપાવી હતી. તેના પછી ત્રીજા ક્વાટરમાં બ્રિટનના પિયર્ને વેબએ 35મી મિનિટે ગોલ કરીને સ્કોર 3-3થી બરાબર કરી દીધો.

આ પણ વાંચો: ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનારા રવિ દહિયાને હરિયાણા સરકાર આપશે 4 કરોડ રૂપિયા સહિત…

જેમાં ભારતીય ડિફેન્ડર મોનિકાએ શાનદાર બચાવ કર્યો

ત્રીજા ક્વાટરમાં પણ બ્રિટને આક્રમક પ્રદર્શન આપ્યું હતું. ૩૨મી મીનીટે બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જેમાં ભારતીય ડિફેન્ડર મોનિકાએ તેના પર શાનદાર બચાવ કર્યો હતો. ત્યાર બાદ બને ટીમોનો સ્કોર ૩-૩ થઇ ગયો હતો. જયારે ત્રીજા ક્વાટરમાં ભારત ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.

 

Indian women's hockey team loses in Olympic 2021

image credits- google images

ત્યાર બાદ ચોથા ક્વાટરમાં બ્રિટન ટીમે બીજા બે ગોલ કર્યા હતા અને બ્રિટન ટીમ બ્રોન્ઝ મેડલ જીતી ગઈ હતી. 

ભારતીય હોકી વુમન ટીમ ઓલમ્પિકમાં સેમિફાઇનલમાં ટીમ અર્જેન્ટીનાના વિરુદ્વ રમી રહી હતી, ત્યારે અર્જેન્ટીનાની ટીમ પોતાના આક્રમક રમત માટે જાણીતી છે, ટીમ ઇન્ડિયાની પાસે ઓલમ્પિકની ફાઇનલમાં સ્થાન બનાવવાનો આ સુંદર અવસર હતો. 

ભારતીય મહિલા હોકી ટીમે (Indian women’s hockey team) શાનદાર પ્રદર્શન કર્યું પણ છતાં તે ફાઇનલમાં પહોંચ્યુ નહી, બંને ટીમે ગોલ્ડ મેડલ મેળવવા માટે જાન લગાવી દીધી હતી તેમ કહી શકાય, પહેલા હાફ સુધી સ્કોર 1-1 થી બરાબર જ હતો, ભારત અને અર્જેન્ટીના બંને 30 મીનીટના આ શાનદાર રમતમાં હોકી રમી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment