Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સભારત માટે જીત સમાન રહી ડ્રો ટેસ્ટ મેચ

ભારત માટે જીત સમાન રહી ડ્રો ટેસ્ટ મેચ

INDIAN WOMENS TEAM
Share Now

ભારત અને ઇંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચે ટેસ્ટ મેચ યોજાઈ હતી. તે ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમે (Indian women’s team) હારેલી મેચને ડ્રો કરવામાં સફળ રહી હતી. ભારતીય મહિલા ટીમે સારો દેખાવ કર્યો હતો. આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે પેહલા બેટિંગ કરતા 396 રન ફટકાર્યા હતા. તેમાં કેપ્ટન હિથર નાઈટએ 95 રન બનવ્યા હતા, આ ઇનિંગમાં સોફિયાએ કેપ્ટનને સાથ આપ્યો હતો. ભારત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. દિપ્તીએ પણ 3 વિકેટ ઝડપી હતી. પણ ઇંગ્લેન્ડ દ્વારા સારો દેખાવ કરવામાં આવ્યો હતો.

મંદાના અને શેફાલી દ્વારા સારી શરૂઆત

ભારત પેહલી ઇનિંગમાં 231 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્મ્રિતી મંદાના અને શેફાલી દ્વારા સારી શરૂઆત આપી હતી. સ્મ્રિતી મંદાનાએ 78 અને શેફાલીએ 96 રન ફટકાર્યા હતા.આટલી સારી શરૂઆત છતાં ભારત ફોલોઓનનો સામનો કરવો પડયો હતો. પ્રથમ ઇનિંગમાં ભારતની ઓપનિંગ પાર્ટનરશીપ 167ની રહી હતી. પરંતુ તે બાદ કોઈ પણ ખેલાડીએ રન બનાવ્યા નહતા. ભારતે માત્ર 64 રનમાં જ 10 વિકેટ ગુમાવી હતી. ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર સોફી એક્લેસ્ટને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી

ભારતીય મહિલા ટીમને ફોલોઓન

આ બાદ ભારતીય મહિલા ટીમને ફોલોઓનનો સામનો કરવો પડયો હતો. બીજી ઇનિંગમાં ભારત પેહલી વિકેટ માત્ર 8 રનમાં જ ગુમાવે છે. તે બાદ શેફાલી અને દીપ્તિ બને ભારત માટે સારી ભાગેદારી કરે છે. શેફાલીએ 63 રન જયારે દીપ્તિ 54 રન બનાવે છે. તેમનો સાથ પૂનમ રાઉત આપે છે. પણ તે લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ જાય છે. કેપ્ટન મિતાલી રાજ 4 અને હરમનપ્રીત 8 રનમાં જ પોતાની વિકેટ ગુમાવે છે. તે બાદ સ્નેહ રાણા અને તાનિયા ભાટિયા દ્વારા શાનદાર દેખાવ કરવામાં આવ્યો હતો. સ્નેહાએ 80 રન અને ભાટિયાએ 44 રન ફટકાર્યા હતા. આ સાથે ભારત ટેસ્ટને ડ્રો કરવામાં સફળ રહી હતી.ભારતએ બીજી ઇનિંગમાં 344 રન બનાવ્યા અને 8 વિકેટ ગુમાવી હતી.અને 4 દિવસનો અંત થયો હતો તેથી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

INDIAN WOMEN TEAM

PC- TWITTER

શેફાલી અને સ્નેહા

આ મેચમાં શેફાલી અને સ્નેહા પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. અને બંનેએ શાનદાર દેખાવ કર્યો હતો. શેફાલીએ બંને ઇનિંગમાં રન ફટકાર્યા હતા. શેફાલીએ પ્રથમ ઇનિંગમાં 96 અને બીજી ઇનિંગમાં 63 રન બનાવ્યા હતા. તેણે ડેબ્યુ મેચમાં જ બંને ઇનિંગમાં ફિફ્ટી ફટકારી છે.આ સાથે શેફાલી વર્મા સૌથી યુવા વયે ટેસ્ટની બંને ઇનિંગમાં 50થી વધુ સ્કોર કરવાના રેકોર્ડમાં તેંડુલકર બાદ સ્થાન મેળવ્યું છે.અને શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચ પણ એનાયત કરવામાં આવ્યો હતો. જયારે સ્નેહાએ પ્રથમ ટેસ્ટમાં ચાર વિકેટ અને 80 રન ફાટકર્યા હતા. અને આ સાથે પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે જેણે પ્રથમ મેચમાં ફિફ્ટી અને 4 વિકેટ ઝડપી છે. અગાઉ ભારતના મેન્સ ક્રિકેટરે પણ આવી સિદ્દી હાસિલ કરી નથી.

આ પણ વાંચો:ન્યૂઝીલેન્ડે વધારી ભારતની મુશ્કેલી

ભારત વિમેન્સ ક્રિકેટ ટીમ (Indian women’s team)સાત વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટ રમી. ભારતે છેલ્લે 2014માં સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ સામે ટેસ્ટ મેચ રમી હતી.મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીએ સૌથી વધારે ટેસ્ટ મેચ રમી છે.બંને ખેલાડીએ 10-10 ટેસ્ટ મેચ રમી છે. બાકી 6 ખેલાડી માત્ર 1 જ ટેસ્ટ મેચ રમી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment