Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝભારતના દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલમાં હાર, બ્રોન્ઝ મેડલ જીતવાની તક જીવંત

ભારતના દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલમાં હાર, બ્રોન્ઝ મેડલ જીતવાની તક જીવંત

Share Now

ટોક્યોમાં ચાલી રહેલ ઓલિમ્પિક રમતમાં ભારત તરફથી કુસ્તીમાં (Indian wrestler) રમનાર વિનેશ ફોગાટની હાર થઇ છે. ભારત માટે આ એક મોટો ઝટકો કહી શકાય, કારણ કે વિનેશ ફોગાટ એ ભારતના દિગ્ગજ કુસ્તીબાજ (Indian wrestler) છે અને સાથે કુસ્તી રમતમાં વિશ્વ ક્ષેત્રે તેમનું નામ બહુ મોટું છે. વિનેશ ફોગાટની 53 કિલોગ્રામ વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલ મેચમાં હાર થઇ હતી. જેની સામે બેલારુસની વેનેસા કલાઝિન્સકાયાએ 9-3થી જીત મેળવી હતી. 

ભારત તરફથી કુસ્તીમાં (Indian wrestler) રમનાર વિનેશ ફોગાટની હાર

Indian wrestler Vinesh Phogat

image credits- google images

 

વિનેશ ફોગાટ હરીફ વાનેશાના જોરદાર પંચની સામે ટકી ના શકી, હજુ પણ વિનેશ પાસે મેડલ જીતવાનો મોકો છે પણ એ માટે તેને વાનેશા કેવું રમશે, તેના પર નિર્ભર રહેવું પડશે. જો વાનેશા જીતી જાય છે અને ફાઈનલમાં પહોચશે તો વિનેશ બ્રોન્ઝ મેડલ જીતી શકે છે.

Indian wrestler Vinesh Phogat

image credits- google images

રેપચેઝ એ એક ફ્રાન્સ શબ્દ રેપેચર પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે બચાવ કરવો. ઇન્ટરનેશનલ રેસલિંગમાં આ શબ્દનો અર્થ કોઈપણ ખેલાડી માટે હારને ભૂલીને રમતમાં વાપસી કરવાનો હોય છે. જે પણ ભાગ લેનાર હારીને રમતની બહાર થઇ જાય છે, તેની પાસે રેપચેઝથી મેડલ જીતવાની તક હોય છે. એવું ત્યારે શક્ય બને જયારે તેને હરાવનાર ખેલાડી ફાઈનલમાં પહોચી જાય. જેથી હારેલા ખેલાડીને બ્રોન્ઝ મેડલ માટે રમવાની પહેલા તક મળે છે.

મહિલા કુશ્તીમાં વિનેશ ફોગાટે જબરદસ્ત શરૂઆત કરી હતી.  53 કિગ્રા વર્ગમાં વિનેશ ફોગાટે રશિયાની સોફિયા મૈટસનને 7-1થી હરાવીને પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો: ઐતિહાસિક જીત: ૪૧ વર્ષ પછી ફરી એક વાર ભારતીય ટીમનો વિજય!

  • ભારતના દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટની હાર
  • બેલારુસની વેનેસા કલાઝિન્સકાયાએ 9-3થી જીત મેળવી
  • હરીફ વાનેશાના જોરદાર પંચની સામે ટકી ના શકી
  • હજુ પણ વિનેશ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાનો મોકો

વર્લ્ડ નંબર 1 રેસલરને હરાવી હતી

Indian wrestler Vinesh Phogat

image credits- google images

વિનેશ ફોગાટે પહેલી વાર ૨૦૧૯માં કઝાખીસ્તાનમાં રમાયેલ વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપ દ્વારા ઓલિમ્પિકની ટીકીટ મેળવી હતી. ત્યારે વિનેશ ફોગાટે ૫૩ કિલોભાર વર્ગના રેપચેઝ રાઉન્ડ ૨માં અમેરિકાની વર્લ્ડ નંબર 1 રેસલર સારા હિલ્ડેબ્રાન્ટને ૮-૨ થી હરાવી હતી. અને ત્યાર બાદ ગ્રીસની મારીયી પ્રેવોલારાકીને હરાવી કાંસ્ય પદક મેળવ્યો હતો.

આ સિવાય આજે કુસ્તીબાજ રવિ કુમાર દહિયા અંતિમ મેચ રમશે. જેથી કુસ્તીમાં ભારત માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે.  તેની સામે રશિયાના ઉગએવ જાઉર છે. જો કે તેમના શાનદાર પ્રદર્શનથી ભારતીય રમતપ્રેમીઓને તે ગોલ્ડ મેટલ જ જીતશે તેવી અપેક્ષા છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment