Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝPaytm IPO લિસ્ટ થતાં જ મોટો ઘટાડો, રોકાણકારોને અધધ… કરોડનું નુકસાન

Paytm IPO લિસ્ટ થતાં જ મોટો ઘટાડો, રોકાણકારોને અધધ… કરોડનું નુકસાન

Paytm IPO
Share Now

દેશનો સૌથી મોટો Paytm IPO મોટા ઘટાડા સાથે લિસ્ટેડ છે. રૂપિયા 2,080-2,150ની પ્રાઇસ બેન્ડનો શેર રૂપિયા 1,950 પર લિસ્ટ થયો હતો. નબળા લિસ્ટિંગ બાદ પણ શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. લિસ્ટિંગના થોડા સમય બાદ પેટીએમનો શેર રૂપિયા 1,626.80 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

Paytm IPO નબળા લિસ્ટિંગ સાથે લિસ્ટ થયો હતો

પેટીએમનો શેર આજે BSE અને NSE પર નબળા લિસ્ટિંગ સાથે લિસ્ટ થયો હતો. One97 Communications Ltd ના IPO હેઠળ તેના શેરનું લિસ્ટિંગ અત્યાર સુધીના લિસ્ટિંગમાં સૌથી નબળું સાબિત થયું છે.

જે રોકાણકારો Paytmના IPOના લિસ્ટિંગ પર લાભની અપેક્ષા રાખતા હતા, તેમને આ શેરથી એક મોટો ઝટકો લાગ્યો છે. Paytm શેરની કિંમત BSE પર 9.07 ટકાના ઘટાડા સાથે રૂપિયા 1955 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 9.30ના ઘટાડા સાથે રૂપિયા 1,950 પર લિસ્ટેડ છે. શરૂઆતથી જ Paytmના IPOના નબળા લિસ્ટિંગની ચર્ચા થઇ હતી. ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આ પહેલેથી જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: 5G નું ટેસ્ટિંગ ગુજરાતમાં થશે, બે કંપનીઓને મળ્યા લાઇસન્સ અને સ્પેક્ટ્રમ

Paytm IPO એ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. પેટીએમના આઈપીઓ પહેલા કોલ ઈન્ડિયા રૂપિયા 15,000 કરોડ અને રિલાયન્સ પાવર રૂપિયા 11,000 કરોડથી વધુનો આઈપીઓ લાવી હતી.

Paytm IPO ના લિસ્ટમાં  ઘટાડાને લઇને બજારમાં પણ ઘટાડો

શેરબજારના કારોબારી સપ્તાહના આજે અંતિમ દિવસે શુક્રવારે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ શેરબજારનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ દિવસમાં 410 પોઈન્ટના ઘટાડા સાથે 59,605ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. અગાઉ સેન્સેક્સ 59,487ના સ્તરે પહોંચ્યો હતો. જોકે થોડા સમય બાદ થોડો સુધારો જોવા મળ્યો હતો.

આવી જ સ્થિતિ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં જોવા મળી હતી. 50 મુખ્ય શેરનો ઈન્ડેક્સ 136 પોઈન્ટના ઘટાડા સાથે 17,762 પર ટ્રેડ થઈ રહ્યો હતો. પરંતુ તે પણ 17, 722ના સ્તરે પહોંચી ગયો હતો.

તમારા નામ પર કેટલા છે સિમ? જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment